લગ્ન, લગ્ન સોળ સંસ્કાર,વિવાહ સંસ્કાર ભારતીય પરંપરા ના વિવાહ સંસ્કાર શું છે તે સંપૂર્ણ જાણો

લગ્ન, લગ્ન સોળ સંસ્કાર,વિવાહ સંસ્કાર ભારતીય પરંપરા ના વિવાહ સંસ્કાર શું છે તે સંપૂર્ણ જાણો

Gujrat
0

 લગ્ન સંસ્કાર

હિન્દૂ ધર્મ માં સોળ સંસ્કાર એમાં નો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર,,, બે વિજાતીય દેહ નું જોડાણ જ નહીં પણ બે મન નું જોડાણ,, બે વિચારધારા ભેગી થાય એમાંથી પ્રેમ પ્રગટ થાય,આત્મીયતા વધે,, અંદર ના આંતરિક સૌંદર્ય ને જોઈ સુખ નો અનુભવ થાય, એજ લગ્ન છે,, લગ્ન એ સંસ્કાર છે ફેશન કે દેખાડો કરવાનો પ્રસંગ નથી,,,

પીઠી



મિત્રો અત્યાર ની જેમ પહેલા બ્યુટી પાર્લર ન હતા,,ત્યારે વર-કન્યા ને પીઠી લગાવવા માં આવતી,

પીઠી એટલે હળડળ,મધ,દૂધ જેવી વસ્તુઓ જે કુદરતી રીતે સૌંદર્ય આપનાર છે,,અત્યારે તો બ્યુટીપાર્લર આવી ગયા હોવાથી પીઠી ને માત્ર એક ફોરમાલિટી બનાવી દેવાઈ છે,,, ઘણા કહેતા હોય છે ખાલી શુકન કરી દયો ચાલશે,,,

મીંઢોળ



લગ્ન સમયે વર-કન્યા ના હાથ માં મીંઢોળ બાંધવામાં આવે છે, હાથ ની મુખ્ય નાડી ઉપર મીંઢોળ બાંધવા થી રોમ છિદ્ર માં રહેલા ઝેરી પદાર્થો દૂર થાય છે,અને વર કન્યા ને લગ્ન સમયે શરીર માં કોઈ વિકાર નથી આવતા,કેમકે લગ્ન એ એક પવિત્ર સંસ્કાર છે,બીજી એક માન્યતા અનુસાર વર-કન્યા થાક ને લીધે ઘણી વાર મૂર્છિત થઈ જાય તો મીંઢોળ ઘસી તેનું જળ વર-કન્યા ને પીવળાવવા થી તે ભાન માં આવી જાય છે,, મીંઢોળ ઔષધી નું કામ કરે છે,,,

માણેક સ્થંભ

મંડપ રોપવા સમયે માણેક સ્થંભ નીપૂજા થાય છે,, માણેક સ્થંભ એ બ્રહ્માજી નું સ્વરૂપ છે માણેક સ્થંભ ની પૂજા કરી ને બ્રહ્માજી ની એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ચારેય દિશા એ થી અમારી કાયમ માટે રક્ષા કરજો,,,

વરઘોડો



અત્યારે લગ્ન માં વરઘોડો એ ફેશન બની ગયો છે,,ખરા અર્થ માં વરઘોડો એટલે વરે પોતાના મન રૂપી ઘોડા ને વશ માં કરવાનો છે,,ઇન્દ્રિયો ને લગામ રાખવાની છે,,,લગ્ન ના દિવસે કામ,ક્રોધ,લોભ,મોહ,અભિમાન,રૂપી ઘોડા ને કાબુ માં રાખવા,, એનું નામ વરઘોડો

સામૈયું,પોખણું

વર જ્યારે માંડવે આવે ત્યારે કુંવારી કન્યા દ્વારા તેનું સામૈયું કરવામાં આવે સામૈયું એટલે સ્વાગત,,કેમકે વર એ કોઈ સામાન્ય પુરુષ નહી પણ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ કહેવાય છે..

(પોખણું)

વર જ્યારે માંડવે આવે ત્યારે કન્યા ના માતા વર ને પોખે છે,,પોખણા માં મુશળ, રવૈયો,શરી, અને તરાક હોય છે જે લાકડા ના બનેલા હોય છે,,,રવૈયો- માખણ કાઢવા માટે જેમ રવૈયા થી મંથન કરવુ પડે તેમ જીવન ને પ્રેમમય બનાવવા માટે મન ના તરંગો નું મંથન કરી પ્રેમ નું દોહન કરવું તે તૈયો સૂચવે છે...મુશળ- અતિ વાસના ને મુશળ રૂપી મર્યાદાથી ખાંડી ને પ્રેમ પ્રગટ કરવો તે મુશળ સૂચવે છે..ધુશરી- સંસાર રૂપી રથ ના પતિ-પત્ની બંને ચાલક છે આ રથ ને શીલ અને મર્યાદા ના રસ્તા ઉપર એક બીજા ના સહકાર થી ચલાવવો એવું શરી સુચવે છે...તરાક- લગ્ન જીવન રેંટિયા જેવું છે, પતિ-પત્ની રેંટિયા ના ચક્ર છે, જે પ્રેમ રૂપી દોરી થી તરાક સાથે બંધાયેલા રહે અને ધર્મ માં રમતા એટલે ફરતા રહે એટલે એમાંથી સ્નેહ રૂપી સુતર નીકળે આવું તરાક સૂચવે છે,,

સંપુટ

વર પોખાઈ ગયા પછી પોતાના જમણા પગ થી સંપુટ ને ભાંગે છે,,, એનો ભાવ એવો છે કે વર પોતાના સાસુ ને કહે છે કે તમારી વાત હું સમજી ગયો છું, હવે મારી એકલા ની ઈચ્છા મુજબ નહી ચાલુ, મારા અભિમાન નો હું ભાંગી ને ભુક્કો કરું છું, હવેથી અમારા બંને ના અરમાનો, ઈચ્છાઓ,આશાઓ એક જ હશે,,,

વરમાળા

વરમાળા પહેરાવી વર-કન્યા એકબીજાનું સ્વાગત અને સન્માન કરે છે,,,ખરા અર્થ માં તો હૈયાના હાર એક કરવાની વાત છે,,
અત્યારના સમય માં તો વર-કન્યા વરમાળા પહેરાવતી વખતે મજાક મસ્તી કરી વરમાળા અને એક બીજાનું સન્માન ને બદલે અપમાન કરતા હોય તેવું લાગે

છેડા-છેડી, હસ્ત મેળાપ


વર-કન્યા લગ્ન મંડપ માં આવી ગયા બાદ કન્યા ના માતા પિતા વર-કન્યા ની છેડા-છેડી બાંધે છે જે સૂચવે છે કે હવે વર-કન્યા એ અલગ નથી બંને એક જ છે હવે વર-કન્યા એ દંપતી છે

(હસ્ત મેળાપ)



ત્યારબાદ કન્યાના માતા-પિતા કન્યાદાન નો સંકલ્પ કરી કન્યા નો હાથ વર ના હાથ માં આપે છે,,જેને હસ્ત મેળાપ કહેવાય છે,,અહીંયા ખાલી વર-કન્યા ના હાથ નથી મળ્યા પરંતુ બે પરિવાર એક થયા,વિચારધારા એક થઇ, જીવન માં સુખ દુઃખ માં એક બીજા નો હાથ પકડી ને સંસાર નો રથ ચલાવવો એજ સાચો હસ્ત મેળાપ,,

જવતલ

વર-કન્યા ના મંગળ ફેરા ના સમયે કન્યા નો ભાઈ જવ-તલ હોમવા આવે છે, કન્યા નો ભાઈ જવ-તલ હોમી ને એવું કહે છે કે બહેન હું તારી રક્ષા માટે જ્યારે તું યાદ કરીશ ત્યારે હાજર જ હોઈશ કન્યા નો ભાઈ દેવતા ઓ ને આહુતિ આપી પોતાની બહેન ના ઘર સંસાર ની સલામતી ની પ્રાર્થના કરે છે,

મંગળ ફેરા

હિન્દૂ સનાતન ધર્મ પ્રમાણે લગ્ન ના ચાર ફેરા હોય છે,જે ધર્મ,અર્થ,કામ,અને મોક્ષ ના પ્રતીક છે, ચાર ફેરા માં ત્રણ વખત વર આગળ હોય અને ચોથા ફેરે કન્યા આગળ હોય છે, કેમકે ધર્મ નું પાલન, અર્થ એટલે પૈસા કમાવવા, કામ એટલે વંશવૃદ્ધિ કરવી આ પુરુષ નું દાયિત્વ છે આમાં પુરુષ ને સહાયક બનવું એ સ્ત્રી નું દાયિત્વ છે,,
ધર્મ,અર્થ,કામ આ ત્રણ પુરુસાર્થ સિદ્ધ થાય તો મોક્ષ આપો આપ મળી જાય, મોક્ષ ના ફેરા માં કન્યા આગળ થવાનું એટલા માટે કહે છે કે પોતે પોતાના પતિ ની હાજરી માં એટલે કે સૌભાગ્યવતી રહી ને જ મોક્ષ મેળવે,

કંસાર

મંગળ ફેરા પછી વર-કન્યા કંસાર આરોગે છે,જે બતાવે છે કે સંસાર પણ ક્યારેક મીઠો તો ક્યારેક કડવો લાગશે,, પણ જો વર-કન્યા ના વિચાર એક હશે, તો મન-ભેદ અને મત-ભેદ નહી થાય,,એટલા માટે કંસાર આરોગવા માં આવે છે,,

સપ્તપદી



લગ્ન મંડપ માં કન્યા પોતાના પતિ ને સાત વચન આપે છે જેને સપ્તપદી કહેવાય છે,,,

૧) કન્યા કહે છે ગયા જન્મ ના અને આ જન્મ માં કરેલા વ્રત ના પુણ્ય ના પ્રભાવે તમે મને પતિ તરીકે મળ્યા છો હું તમારા લાંબા આયુષ્ય ની કામના કરીશ અને સૌભાગ્ય ના શણગાર ધારણ કરીશ

૨) કન્યા કહે છે તમારા ઘરના બાળક થી માંડી દરેક વ્યક્તિ ની સાર સંભાળ રાખવી એ મારી જવાબદારી રહશે

૩) કન્યા કહે છે આજ થી હું તમારા અને તમારા ઘરની મર્યાદા નું પાલન કરીશ

૪) કન્યા કહે છે આજ થી હું તમને મન,વચન,કર્મ થી સાથ સહકાર આપીસ

૫) કન્યા કહે છે આજ થી તમારા સુખ દુઃખ ની હું ભાગીદાર બનીશ

૬) કન્યા કહે છે હું તમને ક્યારેય છેતરીશ નહી અને તમારા થી ક્યારેય છેતરાઈશ પણ નહીં હું મારી ફરજ નિભાવીશ

૭) કન્યા કહે છે તમારા ધર્મ માં તમારી સાથે રહીશ પરંતુ તમારા અધર્મ માં તમારી સાથે નહી રહુંસૌભાગ્ય

વર પક્ષ કન્યા ના માંઅને કન્યા પક્ષ તરફથી બે બહેનો ખોળા માં મગ આપે અને કન્યા ના કાન બોલે છે,,, કૃષ્ણ રૂક્ષ્મણી નું સૌભાગ્ય શિવ પાર્વતી નું સૌભાગ્ય બ્રહ્મા સાવિત્રી નું સૌભાગ્ય ઇન્દ્ર ઇન્દ્રાણી નું સૌભાગ્ય,

આનો અર્થ એવો થાય કે જેવી રીતે આ દેવતા ઓ ની પત્ની ઓ સૌભાગ્યવતી છે એવી જ રીતે આ કન્યા પણ કાયમ સૌભાગ્યવતી જ રહે,, સૌભાગ્ય નો અર્થ સારું અને ઉજ્જવળ ભાગ્ય (ભવિષ્ય) કરી શકાય,,

સિંદૂર, મંગળસૂત્ર



વર છે તે કન્યા ના સેથા માં સિંદૂર કે કંકુ પુરે છે,, સિંદૂર અને કંકુ સૌભાગ્ય ની નિશાની છે અને સુકનવંતા

પણ છે,, ત્યારબાદ વર છે તે કન્યા ને મંગળસૂત્ર પહેરાવે છે જેવી રીતે મંગળસૂત્ર માં મોતી પોરવેલા હોય તેમ કન્યા હવે પોતાના પતિ ના ઘર અને પરિવાર માં પોતાનું મન પોરવી દયે અને પોતાના પતિ ના લાંબા આયુષ્ય ની કામના કરે એવું મંગળસૂત્ર સૂચવે છે,,



માંમાટ

સાચો શબ્દ માં માટલું છે, એક માટલા માં કન્યા ના માતા
ધન,ધાન્ય, ફળ,મીઠાઈ, સવા રૂપિયો નાખી ને તે માટલા ઉપર લીલું વસ્ત્ર બાંધી ને કન્યા ને આપે છે,,
અને એવી કામના કરે કે મારી દીકરી ના પરિવાર માં આટલી વસ્તુ ની ક્યારેય કમી ના આવે તેનો પરિવાર કાયમ સુખી અને સમૃદ્ધ રહે આવો માં નો પોતાની દીકરી પ્રત્યે નો પ્રેમ છે,,એટલે જ તેને માં માટલું (માંમાટ) કહેવાય છે,

પૈંડુ સીંચવું

કન્યા વિદાય સમયે કન્યા ના માતા પૈડું સીંચે મતલબ કે પૈડાં ની પૂજા કરે અને પૈડાં દ્વારા શ્રીફળ ને ફોડવામાં આવે અને એ શ્રીફળ કન્યા ને આપવામાં આવે છે,, કેમકે પહેલા તો બળદ ગાડા માં જાન જતી તો કન્યા ને તરસ લાગે તો શરમ ને લીધે કોઈ ને કહી ના શકે તો એ શ્રીફળ ખાઈ લે અને તરસ છીપાઈ જાય,,આવો માં દીકરી
નો પ્રેમ છે,, અને શ્રીફળ ફોડવાનું બીજું કારણ એ કે દીકરી અને આખી જાન નિર્વિઘ્ને પોતાના ઘર સુધી પહોંચી જાય એવી મંગલકામના

ઉકરડી

આ ઉકરડી નો ઉલ્લેખ લગ્ન વિધિ માં ક્યાંય છે જ નહીં,,આ એક લોકાચાર છે જે લગ્ન વિધિ માં લોકો દ્વારા ઉમેરવામાં આવ્યો છે,,લગ્ન પહેલા બહેનો ઘર ની બહાર એક નિયત કરેલા સ્થાન ઉપર ઉકરડી નું સ્થાપન કરે,બહેનો દ્વારા ત્યાં સ્વસ્તિક કરી દીવો પ્રગટાવી ગીતો ગવાતા અને ઉકરડી નું સ્થાપન કરવામાં આવતું જ્યાં લગ્ન પ્રસંગ નો તમામ કચરો નાખવામાં આવતો,, લગ્ન પુરા થાય એટલે એજ ઉકરડી ને ગ઼ાડવામાં આવતી,, મતલબ લગ્ન દરમિયાન જે કચરો ત્યાં ભેગો થયો હોય તે ખોલવામાં આવતો,,,
આ પ્રથા રાખવાનો એક અર્થ એવો હોય કે લગ્ન દરમિયાન ઘણા મહેમાનો આ આવ્યા હોય તેની કોઈ વસ્તુ કે દાગીના ખોવાઈ ગયા હોય અથવા કચરો સાફ કરવામાં ભેગા ચાલ્યા ગયા હોય તો તે ઉકરડી માં થી પાછા મળી જાય,, કેમકે લગ્નના પ્રસંગ ના દિવસો નો બધો કચરો તે ઉકરડી માં જ નાખવામાં આવતો,,,

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !