ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી અને કેમ આપવી પડે?ડિપોઝિટ મેળવવા કેટલા મત જરૂરી?કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?

ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી અને કેમ આપવી પડે?ડિપોઝિટ મેળવવા કેટલા મત જરૂરી?કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?

Gujrat
0

👉કર્મચારી માટે સમાચાર



👉News fect news સાઈટ પર તમને અસર કરતા સમાચાર આવે છે માટે જોતા રેહવું 

ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી અને કેમ આપવી પડે?

» કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. લોકસભાની ચૂંટણીમાં આ રકમ 25 હજાર રૂપિયા હોય છે. પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. ચૂંટણીપંચનો તર્ક છે કે જો ડિપોઝિટ લઈએ તો ગંભીર ઉમેદવારો જ ચૂંટણીમાં ભાગ લે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને.

* ડિપોઝિટ મેળવવા કેટલા મત જરૂરી?

 • ચૂંટણીમાં જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત મેળવે તો તે ડિપોઝિટ પરત મેળવવાનો હકદાર કહેવાય. ઉદાહરણથી સમજો. જો ચૂંટણીમાં કુલ એક લાખ વોટ પડ્યા હોય તો જેને 16 હજાર 666 મત મળે, તેને જ ડિપોઝિટ પરત મળી શકે.


અન્ય કઈ સ્થિતિમાં ડિપોઝિટ પરત મળે?


 ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં ઉમેદવારી પાછી ખેંચવામાં આવે


કોઈ કારણસર ઉમેદવારી રદ થાય

 મતદાન પહેલા ઉમેદવાર મૃત્યુ પામે


કોઈ ઉમેદવાર 16.6 ટકા મત ન મેળવે છતાં જીતી જાય


- કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?


આ વખતે ગુજરાતના 33 જિલ્લામાંથી 22માં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી, તો આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો પર જીત સાથે કંગાળ પ્રદર્શન કર્યું છે. એટલે તેના 128 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ, તો કોંગ્રેસના પણ 44 ઉમેદવાર ડિપોઝિટ બચાવી ન શક્યા. ચૂંટણીમાં લાખો ખર્ચતા ઉમેદવાર માટે ડિપોઝિટના 5-10 હજાર રૂપિયા પાછા ન મળે તો મોટી વાત ન કહેવાય, પણ ડિપોઝિટ જપ્ત થાય રાજકીય પ્રતિષ્ઠા પર કાળા દાગ સમાન ગણવામાં આવે છે. ઘણા ઉમેદવાર ડિપોઝીટ લેવા જતા પણ નથી.



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !