ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ તાત્કાલિક કરવા બાબત

ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ તાત્કાલિક કરવા બાબત

Gujrat
0










આદરણીય શ્રી

1.માનનીય મુખ્યમંત્રી શ્રી

   ગુજરાત રાજ્ય 

   ગાંધીનગર

      વિષય- ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ તાત્કાલિક કરવા બાબત

     જય ભારત સાથ જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા 01/04/2022 ના ઠરાવ દ્વારા બદલી ના નવા નિયમો જાહેર કરીને ગુજરાત ના તમામ  શિક્ષકગણ કે જેઓ દાયકાઓથી વતન માં બદલી થવાની રાહ જોતા હતા તેમને આશા નું એક કિરણ પૂરું પાડ્યું હતું અને સમગ્ર શિક્ષકો ને એવો આશાવાદ હતો કે ટૂંક સમય માં તેઓ પોતાના માદરે વતન માં નિમણુંક પામશે અને ગુજરાત ના ભવિષ્ય ના નિર્માણ માં કાર્યરત થશે પરંતુ ત્યારબાદ થયેલ કોર્ટકેસ ના લીધે બદલી કેમ્પ માં મોડું થયું અને ત્યારબાદ ચૂંટણી ની આચારસંહિતા ના કારણે કેમ્પ મોકૂફ રહ્યા હતા પરંતુ હાલ માં  કોઈ કોર્ટ કેસ માં નામદાર કોર્ટ નો સ્ટે ન હોય તેથી બદલી કેમ્પ થઈ શકે એમ છે અને બદલી બાબતે થયેલ વિવિધ કોર્ટ કેસ બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ ની જે તે બેન્ચ સમક્ષ સરકાર વતી સરકારી વકીલ મેન્શનિંગ કરે અને તમામ બદલી બાબતે ના કોર્ટ કેસ ને સાથે જોડીને તાત્કાલિક સુનવણી માટે હાઇકોર્ટ ના PER COURT બોર્ડ માં સુનવણી કરવામાં આવે એવી માંગ કરવામાં આવે એવી વિનંતી છે.વર્ષો થી બદલી ની રાહ જોઈ રહેલ શિક્ષકો હાલ માં બદલી કેમ્પ નવા સત્ર સુધી મુલતવી રાખવાના સરકાર શ્રી ના નિર્ણય થી શિક્ષકો ના વિશાળ વર્ગ સાથે વિશ્વાસઘાત થયો હોય એવું પ્રતિત થઈ રહ્યુ છે.

         

    રાજ્યભર માં ફરજ બજાવતા શિક્ષકો વિવિધ વિષમ પરિસ્થિતિ માં બાળકો ના શિક્ષણ માટે અવિતરતપણે કાર્ય કરી રહ્યા છે અને તેઓ દ્વારા રાજ્ય માં શિક્ષણ નું સ્તર ઊંચું આવે એ માટે શક્ય તમામ પ્રયત્નો કરી જ રહ્યા છે અને સાથે સાથે સરકાર શ્રી દ્વારા સોંપવામાં આવેલ કામગીરી પણ જવાબદારી પૂર્વક નિભાવતા આવ્યા છે અને સરકાર ની ડબલ એન્જીન ની સરકાર બનાવવામાં પણ મહત્વનો ભાગ ભજવેલ છે.

          અમો આપ સમક્ષ માંગણી કરી રહ્યા છીએ કે હાલ માં કોર્ટ માં થયેલ કેસ ને ટોપ પ્રાયોરિટી ઉપર ચલાવી ને કોર્ટ ના દિશાનિર્દેશ મુજબ ઠરાવ માં સુધારા કરીને બદલી કેમ્પ કરવામાં આવે અને તાલુકાફેર/જિલ્લાફેર બદલી ના ઑર્ડર કરી આપવામાં આવે અને બદલી પામેલ શિક્ષકો ને વિધાર્થીઓ ના હિત માં સત્ર પૂર્ણ થયે વેકેશન માં છુટા કરવામાં આવે જેથી વિધાર્થીઓ ના શૈક્ષણિક હિત ની સાથેસાથે લાખો શિક્ષકો ની વર્ષો ની માંગણી પણ પુરી થાય અને તેમને ન્યાય મળે એ રીતે કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.શિક્ષકગણ ની આ માંગણી સંતોષવા માં આવશે તો શિક્ષકો આપની ડબલ એન્જીન ની સરકાર ની જેમ બમણા વેગ અને જુસ્સાથી કામગીરી કરશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.


      આથી અમારી ઉપરોક્ત માંગણી ધ્યાને લઈને તાત્કાલિક બદલીકેમ્પ યોજવા માટે ની કાર્યવાહી કરવા વિનંતી છે

નહિતર અમોએ નાછૂટકે આંદોલન નો માર્ગ લેવાની ફરજ પડશે.


"શિક્ષક કભી સાધારણ નહિ હોતા,પ્રલય,નિર્માણ ઔર પરિવર્તન ઉસકી ગોદ મેં ખેલતે હે"

           

ન્યાય અને સહકાર ની અપેક્ષા સાથે,


                 લી.

         વર્ષો થી વતન માં બદલી ની રાહ જોતો શિક્ષક

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !