Hot Posts

6/recent/ticker-posts

ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય

👉ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ભરતીમાં નવો નિયમ દાખલ કરવાની વિચારણા. દરેક ડિપાર્ટમેન્ટના કેડરની થતી જુદી જુદી ભરતી અલગ અલગ કરવાના બદલે એક જ કરવા અંગે થયેલી દરખાસ્ત પર ચાલી રહી છે ચર્ચા. કોમન ઉમેદવારોના પ્રશ્ન નું પણ થઈ શકે છે નિરાકરણ. આ બજેટમાં થઈ શકે છે નિર્ણય

👉ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય

👉આ પરિપત્ર અહીંયા થી જુવો 

સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ

એડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રી

રાજ્યમાં સર્વે સહિતની કામગીરી રહેશે ચાલુ

સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી

આજે રાત સુધીમાં બહાર પડી જશે પરિપત્ર

રાજ્યમાં બાર વરસ બાદ જંત્રી માં થયો વધારો


 ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર-કના અસરકારક અમલ માટે રાજય સરકાર ધ્વારા સમગ્ર રાજયની જમીનો/ સ્થાવર મિલકતોની બજારકીંમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. હાલમાં રાજયમાં આ વિભાગના ઉપર સંદર્ભ (૧) માં જણાવેલ તા.૧૮/૦૪/૨૦૧૧ ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલમાં મુકવામાં આવેલ છે. સદર ભાવ છેલ્લા ૧૨ વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે. રાજયના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલ્કતના બજારભાવ નક્કી થઈ શકે તે માટે જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો જરૂરી બને છે. રાજયમાં ગુજરાત સ્ટેમ્પ (મિલકતની બજારકીંમત નકકી કરવાના) નિયમો ૧૯૮૪ના નિયમ ૫(૪) મુજબ તા.૦૧/૦૪/૨૦૨૨ની સ્થિતિએ બહાર પાડવાના મિલકતના વાર્ષિક પત્રક (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ના ભાવો બહાર પાડી શકાયેલ ન હોવાથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ ના ભાવોમાં વધારો કરવો ઉચિત જણાય છે.

ઠરાવઃ


(૧) સરકારશ્રી ધ્વારા પુખ્ત વિચારણાને અંતે રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧થી નકકી કરેલ દરો તા. ૦૫/૦૨/૨૦૨૩ થી બે ગણા કરવાનું આથી ઠરાવવામાં આવે છે. દા.ત. તા.૧૮/૦૪/૨૦૧૧ થી નક્કી કરેલ


જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧માં મિલકતના દર પ્રતિ ચો.મી.ના રૂ।.૧૦૦/- નક્કી થયેલ હોય ત્યાં બે ગણા એટલે કે રૂા.૨૦૦/- દર ગણવાનો રહેશે.


(૨) રાજયમાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી-૨૦૧૧ ના અમલીકરણ માટેના માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) બહાર પાડવામાં આવેલ છે. જે આથી રદ કરી તેના બદલે આ સાથે સામેલ નવેસરથી બહાર પાડેલ માર્ગદર્શનો (ગાઈડ લાઈન્સ) અમલમાં મુકવામાં આવે છે. તા.૩૧/૦૩/૨૦૧૧ના ઠરાવમાં જણાવેલ અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.


(૩) તા.૦૫/૦૨/૨૦૨૩ કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરતાં તા.૧૮/૦૪/૨૦૧૧ થી અમલી જંત્રી ( એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )-૨૦૧૧ માં નક્કી થયેલ દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજારકિંમત નક્કી કરવાની રહેશે.


(૪) નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં જયા જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજારકિંમત નકકી કરવા અંગેની કાર્યપધ્ધતિ અંગે વિગતવાર સુચનાઓ સુપ્રિ.ઓફ.સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરે બહાર પાડવાની રહેશે.


(૫) આ ઠરાવની અમલવારી સંદર્ભે જો કોઇ અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થાય તો તે બાબતે આખરી સત્તા સુપ્રિ.ઓફ.સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકશ્રી, ગુજરાત રાજ્યને રહેશે.



Post a Comment

0 Comments