(અહીંયા માત્ર માહિતી આપવા નો હેતુ છે. વિવિધ મીડિયા ગ્રુપ દ્રારા આવતી માહિતી માત્ર શેર કરી માહિતી આપવામાં આવે છે. માટે કોઈ પણ માહિતી બરાબર ચકાસવી)
બદલી બાબતે રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય
*શિક્ષકોની બદલીને અંગેના સુધારા ઠરાવ સામે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો. મામલો HC સુધી પહોંચ્યો હતો. આ મામલે સરકારે કુલ 15 કમિટી બનાવી છે. આ કમિટીની પ્રથમ બેઠકમાં તમામને યોગ્ય સૂચન કરવા માટે હોમવર્ક અપાયું હતું. જેના સંદર્ભે બીજી બેઠક 1 માર્ચે યોજાશે. સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માંગ્યા બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે. બાદમાં શિક્ષકોની અટકી પડેલી બદલી અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.*
....................................................................
*SMART Attendance*
Online Attendanceની પ્રક્રિયા SSA portal પરથી *SMART Attendance* પર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. શાળા કક્ષાએ *હાજરી ભરવામાં સમસ્યા ના આવે* એ ધ્યાને રાખી *તબક્કાવાર જિલ્લાઓ પસંદ કરી SMART Attendance પર હાજરી ભરવાની શરુ કરવામાં આવી રહી છે.* હાલ જે જિલ્લાઓમાં *SSA Portal પરથી હાજરી બંધ કરેલ છે તે જિલ્લાની શાળાઓમાં SMART Attendance પર હાજરી ભરી શકાશે.* હાજરીના data sync up ની પ્રક્રિયા શરુ છે. *SSA portal પરથી SMART Attendance પર ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ થયેથી હાજરીની માહિતી પૂર્વવત ઉપલબ્ધ કરવામાં આવશે.* જેની *હાજરીની ટકાવારીને કોઈ અસર થશે નહિ.*