👉શિક્ષણ બોર્ડની સમાન્ય સભામાં નિર્ણય, શિક્ષકોના ડ્રેસ કોડની જવાબદારી સ્કૂલ સંચાલકોની
👉શિક્ષકોના બેજવાદાર વર્તનની જવાબદારી સ્કૂલ સંચાલકની હશે
👉સરકાર હસ્તકની શાળામાં કોમ્પ્યુટર ફીમાં ત્રણ ગણો વધારો
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં આઠ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ આઠમાંથી પાંચ મુદ્દાઓને માન્ય રાખવામાં આવ્યા હતાં અને ત્રણ મુદ્દા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત આજે શિક્ષણ બોર્ડનું વર્ષ 2023-24 માટે રૂપિયા 186 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હસ્તકની સ્કૂલમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર માટે માસિક 50 રૂપિયા ફી લેવામાં આવતી હતી. જોકે, સામાન્ય સભામાં કોમ્પ્યુટરની માસિક ફી રૂપિયા 400 કરવાની માંગ ઉઠી હતી. આ મુદ્દાની ચર્ચાના અંતે રૂપિયા 400ના સ્થાને કોમ્પ્યુટરની માસિક ફી રૂપિયા 150 કરવામાં આવી હતી. જોકે, 50ના સ્થાને 150 ફી કરવાથી ફીમાં ત્રણ ગણો વધારો થયો છે.*
*પ્રમાણપત્રો અને માર્કશીટ ડિજીટલ લોકરમાં રખાશે
*શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના પ્રમાણપત્રોના સંગ્રહ વિશે ચર્ચા કરાઈ હતી. તે ઉપરાંત પ્રમાણપત્રોને ડિજીટલ રીતે સંગ્રહ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને સામાન્ય સભામાં પણ માન્ય રાખવામાં આવ્યો છે. હવેથી વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો અને માર્કશીટ ડિજીટલ લોકરમાં રાખવામાં આવશે.શિક્ષણ બોર્ડની સમાન્ય સભામાં શિક્ષકોના ડ્રેસ કોડ મુદ્દો ચર્ચાયો હતો.શિક્ષણ બોર્ડ શિક્ષકો માટે એક ડ્રેસ કોડ તૈયાર કરવાનું હતું બોર્ડમાં થયેલી ઉગ્ર ચર્ચાના આધારે બોર્ડ શિક્ષકો કેવા કપડાં પહેરશે તેની જવાબદારી સ્કૂલ સંચાલકોને સોપવામાં આવી છે. શિક્ષણ બોર્ડનું માનવું છે કે, ભારતીય સંસ્કૃતિ અનુરુપ શિક્ષકો કપડાં પહેરે પરંતુ શિક્ષણ યુનિયન સામે બોર્ડ સંચાલકોને પાછીપાની કરવી પડી અને અંતે શિક્ષકો કપડાં કેવા પહેરવા તે નકકી કરવાની જવાબદારી સ્કૂલોને સોપવામાં આવી છે*
👉શિક્ષકોની આચારસંહિતા બાબતે ચર્ચા કરાઈ
આ બેઠકમાં આચારસંહિતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય રીતે શિક્ષણ રીતે અત્યાર સુધીમાં ધોરણ 1થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે આચારસંહિતા હતી. હવે ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ માટે આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકોની આચારસંહિતા બાબતે પણ સમાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે, બોર્ડે શિક્ષકોના વર્તન કે આચારસંહિતાની જવાબદારી ન લે તો સ્કૂલ સંચાલકોને આચારસંહિતાની જવાબદારી સોંપી છે. શિક્ષકો કોઇપણ પ્રકારનું ગેરવર્તન કરશે તો તેની જવાબદારી સ્કૂલ સંચાલકોની જ રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.