Fact in fact માટે નીચે લિંક થી અને ફોટો થી જોડાઈ શકશો
https://chat.whatsapp.com/Ip0wGP8kke3Kp2MuoWFYxB
👫વસંતઋતુમાં કઈ રીતે વૃક્ષોને નવાં પાંદડાં ફરે છે?
. વસંતઋતુ શરૂ થતાં દિવસો લાંબા થવા લાગે છે. સૂર્ય વહેલો ઊગવા લાગે છે અને મોડો આથમે છે. આથી વૃક્ષોને વધારે સૂર્યપ્રકાશ મળે છે. તડકો વધવાથી હવા પણ ગરમ બને છે. વૃક્ષો આ બદલાવ અનુભવે છે અને વધારે સક્રિય બને છે. તરત કળીઓ બંધાવા લાગે છે ને ડાળ ડાળ પર ટચૂકડાં પોપટી-લીલાં, કૂણાં-કૂણાં પાંદડાં ફૂટવા લાગે છે. વળી, પાંદડાં સૂર્યપ્રકાશમાંથી વૃક્ષ માટે ખોરાક બનાવવા લાગે છે. પાનખરમાં હાડપિંજર જેવું થઈ ગયેલું વૃક્ષ પાંદડાં ફૂટવાથી ઘટાદાર બની જાય છે. આમ, આ ચક્ર સતત ચાલતું રહે છે.
👉દરિયો કેમ ઊભરાતો કે છલકાતો નથી?
અનેક નદીઓ વરસાદનું પાણી તથા પીગળતા બરફનું પાણી દરિયામાં ઠાલવ્યા કરે છે; આમ છતાં દરિયો ઊભરાતો નથી, કારણ કે જલચક્રને લીધે સૂર્યપ્રકાશ તથા ગરમીના કારણે દરિયાના પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. એટલે કે, તાપ-તડકાથી દરિયાનું પાણી સતત વરાળ બનીને આકાશમાં જાય છે. એ વરાળમાંથી વાદળાં બંધાય છે અને વરસાદ પડે છે. 75 ટકા વરસાદ સમુદ્રમાં પડે છે. થોડું પાણી જમીનમાં ઊતરે છે અને બાકીનું પાણી નદીઓ દ્વારા પાછું દરિયામાં આવે છે. આમ, દરિયામાંથી ઊડી જતું પાણીઅને દરિયામાં આવતું પાણી, બંને વચ્ચે સતત સમતોલન જળવાઈ રહે છે. તેથી દરિયો ઊભરાતો કે છલકાતો નથી.