👉Inkam tex ગણતરી new એપ્લિકેશન DOWNLOD
ઇન્કમ ટેક્સ માટે અહીંયા માત્ર સંકલન છે. કેટલાક તાલુકા માં પત્ર પણ છે.
1.માર્ચ-૨૦૨૨ થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધીની ગ્રોસ પગારની આવક અને તા-૦૧/૪/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૩ સુધી થયેલ અન્ય આવક પણ ઇન્કમટેક્ષની ગણતરીમાં લેવાની રહેશે.
2.સૂચના નં-૧ મુજબ થયેલ કુલ આવકને આકારણીમાં લેવાની રહેશે. તેમજ ભરવાપાત્ર ઇન્કમ ટેક્ષની તમામ કપાત કરવાની રહેશે. 10 E ની ગણતરી આકારણી થયા પછી રીટન ફાઈલ કરતા સમયે જ ગણતરીમાં લઇ શકાશે.
૩.જો ફેબ્રુઆરી-૨૦૨૩ ના પગારબિલે લેવાપાત્ર પગાર કરતા ટેક્ષ વધારે ભરવા પાત્ર થતો હોય તો ટ્રેઝરી અથવા રાષ્ટ્રીયકૃત બેન્કમાં ચલણથી ભરીને તે ચલણ આકારણી પત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સયુક્ત લોન લીધેલ
૪. મકાન લોન માટે વ્યાજ ૨૦૦૦૦૦ રૂપિયા સુધી સીધુ મળવાપાત્ર થશે. જેમાં પતિ પત્ની હોય તો બનેમાં વ્યાજ અને મુદલ 50-50 ટકા લઈ શકાશે.
૫ આશ્રિત માતાપિતા હોય અને તેમનો મેડીક્લેમ લીધેલ હોય તો વધારાની રૂ.25000 ની મર્યાદામાં રાહત મળવાપાત્ર થશે.
૬ આકારણી પત્રક ભર્યા પછી અને તારીખ ૩૧/૦૩/૨૦૨૩ સુધી કોઈ પ્રીમીયમ ભરવા પાત્ર થતું હોય તો જૂની પાવતી મૂકી તેનું ડેકલેરેશન આપવાનું રહેશે.
૭. 80 C હેઠળ શિક્ષણ ફી અથવા ટ્યુશન ફી ધોરણ ૧૨ સુધી જ લઇ શકાશે. જો ધોરણ ૧૦ પછી ધોરણ-૧૨ સમકક્ષ કોઈ કોર્ષ માં જોડાયેલ હોય તો તેની ફી લઇ શકાશે. પરન્તુ હાયર એજ્યુકેશનની શિક્ષણ ફી અથવા ટ્યુશન ફી ગણતરીમાં લેવાની રહેશે નહિ .પણ જો હાયર એજ્યુકેશન માટે એજ્યુકેશન લોન લીધેલ હોય તો ફક્ત તેનું વ્યાજ 80 E હેઠળ ગણતરીમાં લઇ શકાશે.
૮. ચાલુ નાંણાકીય વર્ષમાં પોતાનું પ્રથમ વખત મકાન લીધેલ હોય તો સ્ટેમ્પ ડ્યુટીની રકમ 80 સી હેઠળ ગણતરીમાં લઇ શકાશે.
૯. આપેલ દાન કે ફંડ ની પાવતી 80 G હેઠળ આકારણીમાં ગણવાની રહેશે નહિ. પણ રીટન ફાઈલ કરતા ગણતરી માં લઇ શકાશે.
૧૦. જીપીએફ ફંડ ધરાવતા શિક્ષકો અલગથી NPS નું ખાતુ ખોલાવી ૫૦૦૦૦ સુધીનું રોકાણ કરી રાહત મેળવી શકાશે.
૧૧. સીપીએફ ધરાવતા શિક્ષકો ની 80 સી હેઠળ ૧૫૦૦૦૦ કરતા વધારે રોકાણ હોય તો સી.પી.એફ ની રકમ 80 CCD /1B હેઠળ NPS માં ૫૦૦૦૦ સુધીની મર્યાદામાં લઇ શકાશે.
૧૨. વિકલાંગ હોય તો 80% સુધી વિકલાંગતાનું પ્રમાણપત્ર હોય તો
હોય તો ૧૨૫૦૦૦/- સુધી 80 DD હેઠળ રાહત મળવાપાત્ર થશે.
૭૫૦૦૦/- અને 80% થી વધુ વિકલાંગતા
૧૩. આકારણી પત્રક SAS પોર્ટલ ઉપરથી જ લીગલ કાગળમાં રજૂ કરવાનું રહેશે.
૧૪. આકારણી સાથે જોડવાની વિગત
૧. આકારણી પત્રકની લીગલ કાગળમાં ૨ નકલ
૨. પાનકાર્ડ ઝેરોક્ષ
૩. આધારકાર્ડની ઝેરોક્ષ
4 પુરાવા તમામ
આગળ ના વર્ષ માટે news