બચાવ પ્રયુક્તિ એટલે શું?બચાવપ્રયુક્તિનો અર્થ બચાવ પ્રયુક્તિ ના ઉદાહરણ //BACHAV PRAYUKTI IN GUJRATI

બચાવ પ્રયુક્તિ એટલે શું?બચાવપ્રયુક્તિનો અર્થ બચાવ પ્રયુક્તિ ના ઉદાહરણ //BACHAV PRAYUKTI IN GUJRATI

Gujrat
0

 તીવ્ર સાંવેગિક આઘાત, હતાશા કે સંઘર્ષનાં પરિણામે જ્યારે મનોવૈજ્ઞાનિક સમતોલનને ખતરો ઊભો થાય છે ત્યારે માણસ દોષારોપણથી બચવા જે છળ કપટ તથા ચક્રવ્યૂહોનો સહારો લે છે તેને જ બચાવપ્રયુક્તિ કે સંરક્ષણ પ્રયુક્તિઓ કહે છે." - જે. ડી. પેજ 

👉બચાવપ્રયુક્તિની વ્યાખ્યા

  • "અસુરક્ષા અને નકામી ચિંતાથી મુક્તિ મેળવાના હેતુથી જે વર્તન તરાહનો ઉપયોગ કરવામાં આવે છે તેને સંરક્ષણ પ્રયુક્તિ કે અનુકૂલનને પ્રયુક્તિનું નામ આપવામાં આવે છે. કોઈ વખત તેને અહં રક્ષા યુક્તિઓનું નામ પણ આવવામાં આવે છે, કારણ કે તે આપણા અહં અને આત્માને ઠેસ લાગતા બચાવે છે." - એબ અરકોફ
  • "બિનજરૂરી ચિંતાથી અહંને બચાવવાના હેતુથી અવચેતન મન જે યુક્તિઓની મદદ લે છે તેને બચાવપ્રયુક્તિઓ કહેવાય છે." . ડેવિસન અને નીએલે 

👉બચાવપ્રયુક્તિનો અર્થ :

જ્યારે વ્યક્તિના ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં કોઇ અવરોધ નડે છે ત્યારે વ્યક્તિ તે અવરોધને કારણે ધ્યેયપ્રાપ્તિ સુધી પહોંચી શકતી નથી. આથી સ્વાભાવિક રીતે જ તેના મનમાં વૈકલય (હતાશા)ની લાગણી જન્મે છે. નિષ્ફળતા મળવાને કારણે તેને પોતાની જાત (salf) સામે નીચા પડવા જેવું અનુભવાય છે. તેને લાગે છે કે હું આ કામ ન કરી શક્યો. એટલું જ નહીં પણ બહાર લોકો સમક્ષ પણ તેને 'નીચા જોવા પણું થાય છે. તેને લાગે છે કે હવે મારે લોકોને મોં કેવી રીતે બતાવવું?" આ બેવડી દુઃખદ પરિસ્થિતિમાંથી પોતાને એટલે કે પોતાની જાતને બચાવવા વ્યક્તિ કેટલીક પ્રયુક્તિઓ (Mechanism) નો આશ્રય લે છે. વ્યક્તિ દ્વારા પ્રયોજાતી આવી પ્રયુક્તિઓને બચાવપ્રયુક્તિઓ (Defence Mechanism) કહે છે. આ પ્રયુક્તિઓ અજમાવીને વ્યક્તિ પોતાના, અહમ (ego) નું રક્ષણ કરે છે, એટલે તેમને ‘સંરક્ષણ પ્રયુક્તિઓ'ને નામે પણ ઓળખવામાં આવે છે.

👉બચાવપ્રયુક્તિનું મહત્વ

● બચાવપ્રયુક્તિનો ઉપયોગ કરી વ્યક્તિ હતાશાની અસરમાંથી તત્કાલ મુક્તિ અનુભવે છે. તેના ઉપયોગથી હતાશાને લીધે જન્મેલી માનસિક તંગદિલી હળવી થતાં સ્વસ્થતા અનુભવાય છે. પોતાની જાત સામે અને લોકો સામે પણ પોતાના સ્વનો વાજબી રીતે બચાવ થઈ શકે છે. તેના ઉપયોગથી હતાશાને લીધે ઉદ્ભવેલી વિધાતક અસરોમાંથી મુક્ત થઇ શકાય છે. વ્યક્તિ તાત્કાલિક હળવાશ અનુભવી શકે છે.

આમ, બચાવપ્રયુક્તિઓ વ્યક્તિ માટે ઘણી રીતે ઉપકારક નીવડે છે અને વ્યક્તિ જે કયારેક અને તે પણ અલ્પ પ્રમાણમાં તેનો ઉપયોગ કરે તો તેમાં કશું ખોટું નથી. વાંધાજનક નથી પણ જો વ્યક્તિ વારંવાર આ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે એટલે કે તેમનો ઉપયોગ કરવાની ટેવ જ પાડી દે તો તેનાથી વ્યક્તિને ઘણું જ નુકસાન થાય છે. તે કાયમ કોઇને કોઇ બહાનું કાઢીને પોતાની નિષ્ફળતાને ઢાંકતાં શીખી જાય છે અને તેથી તે કદી પણ પ્રગતિ કરી શકતી નથી. આમ, બચાવપ્રયુક્તિઓનો અતિરેક પ્રગતિ અને વિકાસ માટે અવરોધરૂપ નીવડે છે.

👉વિવિધ બચાવપ્રયુક્તિઓ

1. યૌક્તિકીકરણ (મનમનામણું) :

  1. વ્યક્તિ પોતાના વર્તન પાછળ ખરેખર જે સાચાં કારણો છે તે કારણોને બદલે જ્યારે બીજું જ કારણો બતાવે  તે યૌક્તિકીકરણ કરે છે. એમ કહેવાય. દા.ત. પરીક્ષામાં ઓછા ગુણ આવે તો વિધાર્થી પોતાની અણઆવડતને નહીં દે પણ પોતાની તબિયત સારી ન હતી એમ કહીને બચવા પ્રયત્ન કરે.
  2. 'દ્રાક્ષ ખાટી છે' વાર્તામાં પણ શિયાળ જ્યારે અનેક કુદકા મારવા છતાં દ્રાક્ષને પહોંચી ન શક્યું ત્યારે કહે છે કે ‘દ્રાક્ષ ખાટી છે, મને તેની જરૂર નથી.” 
  3. આમ પોતાને જે પ્રાપ્ત નથી થયું એ પોતાને જોઈતું જ ન હતું એમ કહેવું એટલે યૌક્તિકીકરણ.
  4. યૌક્તિકીકરણનો એક બીજો પ્રકાર છે જેને sweet lemon (Polyanna Mechanism) કહે છે. લીંબુ તો ખાટાં જ હોય પરંતુ વ્યક્તિ જ્યારે એમ કહે કે પોતાને મળેલ લીંબુ મીઠાં છે ત્યારે એમ સમજાય છે કે વ્યક્તિ પોતાને જે પ્રાપ્ત થયું છે એ સારૂ જ છે એમ કરીને મન મનાવે છે.

કેટલાક અન્ય ઉદાહરણો

  • 1. ઘરે દીકરી અવતરે ત્યારે ગમ્યું ન હોય તો પણ તે ‘લક્ષ્મી અવતરી છે’ કહે છે. 
  • 2. પત્ની સ્વરૂપવાન ન હોય તો વ્યક્તિ કહે કે “રૂપ કરતાં ગુણ સારાં %
  • 3. ભણવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ કહે કે યુનિ.ની ડિગ્રીથી શો લાભ? એવાને તો હું નોકરીએ રાખું છું.' 

2. પ્રક્ષેપણ

જ્યારે વ્યક્તિ દોષનો ટોપલો બીજા પર ઢોળે એટલે કે પોતાની નિષ્ફળતાનું કારણ બીજાને ગણે ત્યારે તે પ્રક્ષેપણ પ્રયુક્તિ યોજે છે એમ કહેવાય.

પોતાની નબળાઈઓ બીજામાં પણ જોવી. દા.ત. નશો કરનાર વ્યક્તિ કહે કે ‘બીજા પણ નશો કરે છે.' અપ્રામાણિક માણસ એમ કહે કે ‘બીજા પણ અપ્રામાણિક છે’ ત્યારે પણ પ્રક્ષેપણ થાય છે. ક્રિકેટની રમતમાં બરાબર રમી ન શકનાર ‘બેટમાં વાંક જુએ. ચોરી કરનાર બાળક એમ કહે કે “કલાણાએ મને તે ચોરવાનું કહ્યું.' વગેરે પણ પ્રક્ષેપણ પ્રયુક્તિનાં ઉદાહરણો છે.


કેટલાક અન્ય ઉદાહરણો

૩. તાદાત્મ્ય :

  • 1. પરીક્ષામાં નાપાસ થનાર કહે કે પ્રશ્નપત્ર અઘરું હતું. અથવા પરીક્ષકો પૈસા લઇને પાસ કરે છે.
  •  2. રમતમાં નિષ્ફળ જનાર કહે કે, તેણે મને મદદ ન કરી.
  • ૩. પડોશી દ્વારા થતા ટીકાના જવાબમાં વ્યક્તિ કહે કે પડોશીઓ દેખા છે. અમારું સારું જોઈ શકતાં નથી.’

તાદાત્મ્ય એટલે કોઇ મહાન કે આબરૂદાર વ્યક્તિ, વિચારસરણી કે જૂથ સાથે પોતાની જાતનો કોઇક રીતે સંબંધ સ્થાપીને પોતાને મહાન બતાવવાની કોશિશ કરવી તે.

વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય અને પોતે નિષ્ફળ ગઈ હોય ત્યારે તે સફળ બનેલ નોંધપાત્ર વ્યક્તિ કે વિચારસરણી સાથે પોતાનું નામ જોડીને ગૌરવ (glory) પ્રાપ્ત કરવા ઝંખે છે. પોતાને નવલકથા, નાટક કે રમતના હીરો (નાયક) સાથે જોડવા પ્રયત્ન કરે છે. રમતમાં સફળતા ન મેળવી શકનાર વ્યક્તિ જાણીતા ખેલાડીની નજીકમાં ચાલે, કોઇ ચલચિત્રોના નાયકના હસ્તાક્ષર લે, કે અભ્યાસમાં કાઠું ન કાઢી શકનાર વ્યક્તિ બહુ વિખ્યાત અધ્યાપકના વિધાર્થી તરીકે પોતાને ઓળખાવે એ પણ તાદાત્મ્ય પ્રયુક્તિ જ છે.

નાના બાળકો મોટેરાંનું અનુકરણ કરે એ પણ તાદાત્મ્યનું જ એક સ્વરૂપ છે. સારી બાબતો કે વ્યક્તિઓ સાથેનું તાદાત્મ્ય વ્યક્તિને ફાયદાકારક નીવડી શકે.

કેટલાક અન્ય ઉદાહરણો

  •    ફલાણા મિનિસ્ટર અમારા સગા છે’ કહેવું.
  • . ‘હું તો ગાંધીવાદી છું.' એવી ઓળખ આપવી.
  • . ‘હું અમુક કુળમાં જન્મેલો છું.' કહેવું.

4. ક્ષતિપૂર્તિ

જયારે વ્યક્તિ અમુક એક બાબતમાં ખામી ધરાવતી હોય ત્યારે તે બાબતને બદલે કોઈ બીજી દિશામાં કે અન્ય બાબતમાં કોઇ અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરવા પ્રયત્નશીલ બને ત્યારે તે ક્ષતિપૂર્તિ કરે છે તેમ કહેવાય. 

અભ્યાસમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી ન શકનાર વ્યક્તિ સફળ રમતવીર થવા પ્રયત્નશીલ બને, નાનપણમાં લકવાનો ભોગ બનેલ વ્યક્તિ સફળ ખેલાડી બનવાનો વિચાર ન કરતાં સારો સંગીતકાર, લેખક કે વક્તા થવાની દિશામાં આગળ વધે, કે સારું નૃત્ય શીખી ન શકનાર છોકરી ફૂટબોલની સફળ ખેલાડી થવાની દિશામાં આગળ વધે તે ક્ષતિપૂર્તિનાં ઉદાહરણ ગણાય. આમ, એક અર્થમાં ક્ષતિપૂર્તિને subslitution પણ કહી શકાય, એટલે કે પ્રાપ્ત ન થઇ શકે તેવાં ધ્યેયોને સ્થાને પ્રાપ્ત થઈ શકે તેવા વૈકલ્પિક (અવેજી) ધ્યેયની પસંદગી એટલે ક્ષતિપૂર્તિ.

ક્ષતિપૂર્તિનું બીજું એક સ્વરૂપ એવું પણ હોઇ શકે કે જેમાં વ્યક્તિ પોતે જે બાબતમાં અસમર્થ (Handicap) છે તે જ બાબતમાં સફળ થવા પ્રયત્ન કરે. આમ વાચાની ખામી ધરાવતું બાળક અથાક પ્રયત્નો કરી કરીને પણ સફળ વક્તા બને, શરીરની પંગુતા ધરાવતી વ્યક્તિ ખૂબ કસરત અને મથામણ કરીને સારી રમતવીર બને. સામાન્ય માનસિક શક્તિઓ ધરાવતી વ્યક્તિ ખૂબ મહેનત કરી પોતાના વ્યવસાયમાં ટોચના સ્થાને પહોંચે વગેરે ક્ષતિપૂર્તિના આ બીજા સ્વરૂપનાં ઉદાહરણો છે.

 પંડિત સુખલાલજી અંધ બન્યા છતાં તેમણે ભારતીય દર્શનોનાં વિશિષ્ટ ભાષ્યો કર્યા. 

સામાન્ય રીતે ક્ષતિપૂર્તિ કરીને વ્યક્તિ પોતાની લઘુતાગ્રંથિમાંથી બહાર આવવા પ્રયત્ન કરે અને એ રીતે વ્યક્તિને તે અનુકૂલન સાધવામાં ઘણી ઉપયોગી પ્રયુક્તિ છે.

👉કેટલાક અન્ય ઉદાહરણો

  • 1. એડિસન બહેરો હતો. તેણે ગ્રામોફોન (શ્રવણયંત્ર)ની શોધ કરી. 
  • 2. હેલનકેલર અંધ અને બધિર હતાં, તે કેવળ સ્વરોના ઉપયોગથી ભાષા શીખ્યાં અને ઉપયોગી સમાજસેવાના કાર્યો કર્યાં.સમાજને અસ્વીકાર્ય એવા વ્યક્તિના વર્તનને, સમાજને સ્વીકાર્ય એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે ઊર્ધીકરણ.

વ્યક્તિના વર્તનના પાયામાં રહેલી કેટલીક સહજવૃત્તિઓ, શારીરિક જૈવિક જરૂરિયાતો અને મનોવૈજ્ઞાનિક અતૃપ્તિઓ કેટલીક વાર સમાજને અસ્વીકાર્ય એવાં વર્તનસ્વરૂપે પ્રગટ થતાં જોવા મળે છે. જેમ કે આક્રમકતા, સંગ્રહવૃત્તિ, જાતીયવૃત્તિ વગેરે. હવે જો વ્યક્તિ આક્રમક રહે, મારફાડ કે ભાંગફોડ કર્યા કરે, અન્યોના ભોગે ચીજવસ્તુઓના સંગ્રહ કરે કે, બેફામ રીતે જાતીયવૃત્તિને બહેકવા દે તો સમાજ તેને સ્વીકારી ન શકે.

આથી વ્યક્તિ આવી માનસિકતાને સમાજને ઉપયોગી બને અને તેથી જેને સમાજ સ્વીકારી શકે તેવી દિશામાં પ્રયોજે તો તેણે ઊર્ધીકરણની પ્રયુક્તિ યોજી એમ કહેવાય.

👉કેટલાક અન્ય ઉદાહરણો

  • 1. વ્યક્તિ પોતાની આક્રમકતા(યુદ્ધવૃત્તિ)ને સામાજિક દૂષણો સામે લડવાના સાધન તરીકે પ્રયોજે.
  • 2. પોતાની જાતીયવૃત્તિને સાહિત્ય, સંગીત, કલા જેવાં સર્જનના માર્ગોએ વાળે.
  • 3. પોતાની સંગ્રહવૃત્તિને સારી ચીજોના સંગ્રહ, જ્ઞાનસંગ્રહ વગેરે તરફ વાળે.
  • 4. સ્વાર્થવૃત્તિને સ્થાને પરમાર્થવૃત્તિ સ્વીકારીને સમાજ અને દીનદુ:ખિયાંની સેવા કરે.
  • 5. આડે માર્ગે જતી જિજ્ઞાસાવૃત્તિને સત્યની શોધ તરફ કે સંશોધનો તરફ વાળે.

અમુક ધ્યેયને છૂપાવવા એનાથી ઊલટી જ બાબત પર ભાર મૂકવાની પ્રક્રિયા એટલે પ્રતિક્રિયા.

દા.ત. માતાને પુત્ર જન્મની ઇચ્છા હોય છતાં પુત્રી જન્મે, અથવા તંદુરસ્ત બાળકને સ્થાને અપંગ-ખામીવાળું બાળક જન્મે ત્યારે સ્વાભાવિક રીતે માતાને તે ગમતું હોતું નથી તે પોતાની આ અણગમતી લાગણીને અચેતન મનમાં હડસેલી દે છે અને બહારથી બાળકની વધુ પડતી કાળજી લેશે. આવી વધુ પડતી લાગણી દ્વારા તે પોતાના અપરાધભાવને ઢાંકવાની કોશિશ કરે છે. આ થઈ પ્રતિક્રિયા.

છોકરા-છોકરીઓ હાથમાં હાથ રાખીને કરે તે બાબતનો સખત વિરોધ કરનાર વ્યક્તિ પોતાની એવી ઈચ્છાની પ્રતિક્રિયા કરતી હોય એ પણ શક્ય છે. પ્રેમલગ્નની ટીકા કરનાર વ્યક્તિની આ ટીકા પાછળ એવી જ કોઈક નિષ્ફળતા રહેલી હોઈ શકે. 

મા-બાપ પુત્ર જન્મ ઇચ્છતાં હોય અને પુત્રી જન્મે તો પ્રતિક્રિયા તરીકે તેઓ તે દીકરીને ‘બેટા’ કહીને સંબોધે એ પણ એક સ્વરૂપની પ્રતિક્રિયા જ છે.

7.દમન 

વ્યક્તિ પોતાના એવા વિચારો કે જે સમાજમાન્ય ન હોય, નૈતિક ન હોય તેને બળપૂર્વક અજાગૃત મનમાં ધકેલી દે છે. જેનાથી તેના જાગૃત મનના અહંનું રક્ષણ થાય છે. ક્રોઇડનું આવું માનવું છે. વ્યક્તિ નૈતિકતાની વિરુદ્ધના વિચારો કે સમાજમાં જે અસભ્ય કહી શકાય તેવા વર્તનો કરવાને બદલે પોતાના અજ્ઞાત મનમાં ધરબી દે છે, ડામી દે છે એટલે આવી કે તેનું દમન કરે છે. વ્યક્તિના અજ્ઞાત મનમાં રહેલી ઇચ્છાઓ ક્યારેક સ્વપ્ન કે દિવાસ્વપ્ન સ્વરૂપે બહાર આવતી હોય છે. પરંતુ વારંવાર દમન પ્રયુક્તિનો ઉપયોગ થતો હોય તો તેના કારણે વ્યક્તિમાં કેટલીક મનો વિકૃતિ જન્મી શકે


8. સ્થગિતતા

  • મનુષ્યના જીવન વિકાસનો ક્રમ નિશ્ચિત છે. વ્યક્તિ બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાનું જીવન વિતાવે છે. તે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશે છે અને જીવન વિકાસમાં આગળ વધતો જાય છે. પરંતુ કેટલાંક વ્યક્તિઓ પોતાને મળેલી કેટલીક નિષ્ફળતાઓને કારણે કે પછી કોઈ પ્રકારની અસલામતીના અનુભવને કારણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશતી નથી. આ ઘટનાને સ્થગિતતા કહે છે. સ્થગિતતા આવવાના કારણે વ્યક્તિ નવી અવસ્થાને અનુરૂપ વર્તનો દર્શાવવાને બદલે અગાઉની જૂની અવસ્થાને અનુરૂપ જ વર્તનો કર્યા કરે છે.

9. કૃત્રિમ પ્રાયશ્ચિત

  • જ્યારે વ્યક્તિથી કોઈ અનૈતિક કે ખરાબ કાર્ય થઈ જાય પછી તે એ કાર્ય કરવા બદલ બનાવટી પસ્તાવો કરે તેને કૃત્રિમ પ્રાયશ્ચિત ગણવામાં આવે છે. વ્યક્તિમાં રહેલ અહં અને અધિઅહં વ્યક્તિને ખરાબ કે અનૈતિક કાર્ય કરતા અટકાવે છે પણ કેટલાક સંજોગોવશાત વ્યક્તિ દ્વારા આ પ્રકારનું કાર્ય થઇ જાય છે. કાર્ય થઇ ગયા પછી તેનામાં રહેલ અહં અને અધિઅહં તે કાર્ય બદલ પસ્તાવો કરે છે. વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે છે. પણ ફ્રોઇડના મત અનુસાર જો વ્યક્તિએ વારંવાર પસ્તાવો કરવો પડતો હોય તો તે તેના વ્યક્તિત્વ માટે યોગ્ય નથી.

10. આત્મઘાત

સાદી ભાષામાં કહીએ તો આત્મઘાત એટલે પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળવો. આમ, તો આત્મઘાત શબ્દ આત્મહત્યા સંદર્ભે વિચારવા પ્રેરે પણ બચાવપ્રયુક્તિ સંદર્ભે આત્મઘાત એટલે વ્યક્તિ પોતાને મળેલી નિષ્ફળતાનાં કારણ તરીકે અન્ય વ્યક્તિ કે પરિબળોને જવાબદાર ઠેરવે તે ઘટના. ઉદાહરણ તરીકે, કોઇ બાળકે કોઇ સ્પર્ધામાં ભાગ લે છે અને તેને પારિતોષિક મળતું નથી તો તેને મળેલી નિષ્ફળતાનો બચાવ ઓળખીતાઓને પારિતોષિક આપી દીધા છે. 


11. આવેગોનું એકાકીકરણ

  • વ્યક્તિ પોતાના સામાન્ય જીવન વ્યવહાર પર પોતાના આવેગોની અસર પડવા ન દે એટલે કે પોતાના વ્યવહાર અને વિચારથી આવેગોને દૂર રાખે તે ક્રિયાને આવેગનું એકાકીકરણ કહે છે. આવું ત્યારે બને જ્યારે કોઈ એક વ્યક્તિ એ એકના એક પ્રકારના આવેગનો અનુભવ અનેક વાર કર્યો હોય. વારંવાર એક જ પ્રકારના આવેગો ઉત્પન્ન થવાથી વ્યક્તિ એ આવેગને ઊભો થવા જ ન દે. ઉદાહરણ તરીકે, કોઇ બાળકને તેને માતા-પિતા ઠપકો આપે ત્યારે તે શરૂઆતમાં દુઃખ અનુભવે છે પરંતુ મા-બાપ તરફથી સતત ઠપકો મળવાથી હવે તે ઠપકો મળે ત્યારે દુ:ખના આવેગને ઉત્પન્ન થવા દે જ નહીં.

12. સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ

  • સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ એટલે કે જ્યારે વ્યક્તિ નિષ્ફળતાનો અનુભવ કરે ત્યારે પોતાને બિચારી બનાવી દે અને જે કાર્ય કરવામાં નિષ્ફળતા મળી હોય તે કાર્ય તેની ક્ષમતાઓ બહારનું હતું માટે તેને દિલાસાની જરૂર છે તેવું વર્તન કરે તે. આ બચાવપ્રયુક્તિનો ઉપયોગ કરનાર વ્યક્તિ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયત્ન કરવાને બદલે બિચારી-બાપડી બની જાય છે. જેના પર લોકો દયા ખાય છે. વ્યક્તિને બીજાઓ પોતાના પર ઘ્યા ખાય છે તે ગ હોય છે. આ બચાવપ્રયુક્તિનો ઉપયોગ ખાસ કરીને નબળાં મનોબળવાળા લોકો કરે છે.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !