👉. HTAT મુખ્ય શિક્ષકને પરત જવા માટે વિકલ્પ આપવા બાબત રાજ્ય સંઘની નિયામક પાસે રજૂઆત
જે HTAT (મુખ્ય શિક્ષકો) કોર્ટ મેટરમાં સામેલ થયેલ ન હતા અને જેઓની બદલી સેટઅપ મુજબ નજીકની શાળા કે નજીકના તાલુકામાં થયેલ હતી અને હાલ પણ આ શાળામાં મુખ્ય શિક્ષકનું સેટઅપ હોય ત્યારે બદલી કેસમાં નહીં જોડાયેલ મુખ્ય શિક્ષકોને બદલીથી જે શાળા ફાળવેલ હતી તે જ શાળા એટલે કે હાલ જ્યાં નોકરી કરે છે તે શાળામાં મુખ્ય શિક્ષક તરીકે રહેવા માટે વિકલ્પ આપવા યોગ્ય થવા વિનંતી. જેથી સેટઅપ સંબંધી મુશ્કેલી ઉભી ન થાય અને વધઘટની સમસ્યા નિવારી શકાય અને વધુ સંખ્યાવાળી શાળામાં તે ફરજ બજાવી શકે. આ બાબતે યોગ્ય થવા અમારી આપ સાહેબશ્રીને વિનંતી છે.
ઉપરોક્ત news સોશિયલ મીડિયા અને what up ગ્રુપ આધીન છે
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ને મળી સફળતા
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા H TAT વધ પરતના પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો કરવામા આવેવ અને આ રજૂઆતો ,મુલાકાતો અને એચ ટાટ સંમેલન માં માન શિક્ષણ મંત્રી એ સંગઠન નિ માગણિ ધ્યાનમાં લઈને *માનનીય શિક્ષણ મંત્રીએ ગાંધીનગર H TAT સંમેલન બાદ આ બાબતે જહેમત ઉઠાવી હતી .અને આજે H TAT વધ પરતની મોટી સફળતા મળી છે.આ સાથે આજે વિભાગ અને નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
👉પરિપત્ર નીચે છે
👉 તેમજ શિક્ષકોની બદલીને લઈને કેબિનેટ મંત્રીશ્રી માનનીય પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબ સાથે અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા દસ દિવસની અંદર બદલી સુધારા ઠરાવ થઈ જશે અને સત્વરે બદલી કેમ્પ શરૂ થશે તેવું સાહેબ શ્રી એ જણાવ્યું છે
ગુજરાત ના મહત્વપૂર્ણ આ બંને બાબતો ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારી માન.શિક્ષણ મંત્રીઓ તથા શિક્ષણ વિભાગ નો આભાર માને છે
ભવદીય
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ
ગુજરાત