Hot Posts

6/recent/ticker-posts

NATIONAL VACCINATION DAY : ભારતમાં કેમ ઉજવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો તેનો ઈતિહાસ



NATIONAL VACCINATION DAY : ભારતમાં કેમ ઉજવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો તેનો ઈતિહાસ

રાષ્ટ્રીય રસીકરણ દિવસ સૌપ્રથમ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દિવસે દેશમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો 

રાષ્ટ્રીય રસીકરણ દિવસ સૌપ્રથમ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દિવસે દેશમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો




👫શું છે નેશનલ વેક્સિનેશન ડે?

નેશનલ વેક્સિનેશન ડેને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને દર વર્ષે 16 માર્ચના રોજ ઓજવવામાં આવે છે. વેક્સિનેશન ડે લોકોને રસીકરણનું મહત્વ સમજાવવાનો છે. આ દિવસ સૌપ્રથમ વર્ષ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દરમિયાન ભારતમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો. પરંતુ આ વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતમાં આ વર્ષની શરૂઆતમાં વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે.



👫રસીકરણ શું છે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) મુજબ, રસીકરણ એ હેલ્થ અને ડેવલપમેન્ટની સક્સેસ સ્ટોરી છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં રસીકરણ દ્વારા શરીરને નુકશાન પહોંચાડતા એજન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

રસીકરણથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડી બનાવામાં મદદરૂપ થાય છે. રસીથી વાયરસ કે બેક્ટેરિયાના જીવાણુઓનો નાશ થાય છે. સાથે જ એન્ટિબોડી બને છે, જેના કારણે શરીરની સુરક્ષા થશે.

👫રાષ્ટ્રીય રસીકરણ દિવસનો હેતુ

ઉલ્લેખનીય છે કે, દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. આ દિવસ બીમારી વિશે અને રસીકરણ વિશે જાગૃકતા લાવવા માટે ઉજવવામાં આવે છે. એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમની વેબસાઈટ મુજબ, દરેક રાષ્ટ્રીય રસીકરણ દિવસે લગભગ 172 મિલિયન બાળકોનું રસીકરણ કરવામાં આવે છે.

👫પલ્સ પોલિયો કાર્યક્રમ શું છે?

પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં 5 વર્ષથી નાના બાળકોને મોઢા દ્વારા પોલિયો વેક્સીન પીવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો ભારતમાં ખહોબા સારો પ્રભાવ પડ્યો, જેના કારણે વર્ષ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળમાંથી પોલિયોનો છેલ્લો કેસ સામે આવ્યો હતો.

જે બાદથી ટેટનસ, રોટાવાયરસ, TB, DPT, ગાલપચોળિયા જેવા રોગો માટે મહત્વની રસીઓ બનાવાઈ છે.

👫સરકારની રાષ્ટ્રીય રસીકરણ યોજનાઓ

👫ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 1978માં આ પ્રોગ્રામ શરુ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત 1989માં દેશના તમામ જિલ્લાઓને આવરી લેવાયા હતા. આ પ્રોગ્રામ હેઠળ બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન રસી, ઓરલ પોલિયો રસી, હિપેટાઇટિસ બી રસી, ટેટાનસ અને પુખ્ત ડિપ્થેરિયા (ટીડી) રસી, ડીપીટી, JE રસી, PCV, રોટાવાયરસ રસી, પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવતી હતી

👫મિશન ઇન્દ્રધનુષ

25 ડિસેમ્બર 2014ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આ મિશનની શરૂઆત કરાઈ હતી. આ મિશનનો હેતુ ભારતમાં રસીકરણને 90 ટકા સુધી વધારવાનો અને 2020 સુધી તેને જાળવવાનો હતો. દેશમાં આઠ રોગો સામે હાલ રસીકરણ ચલાવાઈ રહ્યું છે, જેમાં ડિફથેરીયા, ટેટેનસ, હૂપિંગ કફ, પોલિયો, ઓરી, બાળપણના ક્ષય રોગ અને હિપેટાઇટિસ બી અને મેનિન્જાઇટિસ અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી દ્વારા ન્યુમોનિયા; અને અમુક રાજ્યો અને જિલ્લાઓમાં અનુક્રમે રોટાવાયરસ ડાયેરિયા અને જાપાની એન્સેફાલીટીસ સામેનું રસીકરણ દેશમાં ચાલી રહ્યું છે.




Post a Comment

0 Comments