બાલા(BALA) પ્રોજેક્ટ || bala projekt

બાલા(BALA) પ્રોજેક્ટ || bala projekt

Gujrat
0

બાલા(BALA) પ્રોજેક્ટ


 👉BALA નું આખું નામ શું છે ?

BaLA Scheme: Building as Learning Aid

• બાળકોને શાળામાં આવવું ગમે,રોકાવું ગમે અને ભણવું ગમે તેના માટે શાળાના મકાનના બંધારણને આધારે મૈત્રીપૂર્ણ અને આનંદમય શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શીખવવા માટેનો પ્રોજેક્ટ છે.

બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા ભવન ઉત્તમ પ્રેરક બળ છે. શાળાના ભવનની આંતરિક જગ્યાઓ અને સાથે સાથે બાહ્ય જગ્યાઓ પણ વિકસિત કરી શૈક્ષણિક પ્રક્રિયા માટેનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. સર્વાંગી શાળા વિકાસ યોજના ભવિષ્યની શાળા કેવી હોવી જોઈએ તે પ્રતિબિંબિત કરે છે. તે શાળાની શૈક્ષણિક તેમજ માળખાકીય સુવિધા વિકસાવવાનું સુનિયોજિત આયોજન છે. બિલ્ડીંગ લર્નિંગ એડ  building એસ learning Aid બાળક માટે, શિક્ષક માટે શિક્ષણની પ્રવૃત્તિઓ માટેની સતત રચનાઓ ધરાવતી હોય છે 

➡️ બાલા એટલે શું?

  1.  બાલા એટલે એવી શાળા બનાવી કે જો તમામ બાળકોને આવવું ગમે એ ભણવું ગમે અને રમવું ગમે , શિક્ષણ માટે આ એક સુંદર વિચાર છે 
  2.  બાંધકામ જ એવા પ્રકારના કરવામાં આવે કે બાળકોને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાના સ્ત્રોત મળી રહે 
  3.  બાલા એ સાર્વત્રિક ત્રિપરિમાણદર્શક અવકાશની સ્થાન આપે છે કે જે બાળકો માટે ઇકો ફ્રેન્ડલી મુક્ત શૈક્ષણિક વાતાવરણનું સ્ત્રોત બને છે 
  4.  શિક્ષણની ગુણવત્તા વધારે છે 

➡️ બાલા શીખવાની પ્રક્રિયાના ચાર સ્તંભો છે 

  •  કંઈક જાણવા માટે શીખવું 
  •  કંઈક કરવા માટે શીખવું
  •  સાથે જીવવા માટે શીખવું 
  •  પોતાના અસ્તિત્વ માટે શીખવું 

 બાળકો કેવી રીતે ભણે છે તે સમજવા માટે શીખવું

👉બાલા(BALA) પ્રોજેક્ટ ના બે ભાગ કયા છે ?

(1). શેક્ષણિક  વાતાવરણ તૈયાર કરવું

(2) પ્રોજેક્ટ મુજબ બાંધકામ /સ્ટ્રક્ચર તૈયાર કરવું

👉બાલા(BALA) પ્રોજેક્ટમાં શાળાની કઈ કઈ જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે ?

  • વર્ગખંડ, બારી,દરવાજા,અંદર ની દીવાલ, ભોંયતળિયું 

  • સીડી / દાદર

  • શાળા પરિસર

  • શાળા બગીચો / કિચન ગાર્ડન

  • કમ્પાઉન્ડ વોલ

  • શાળા નું સમગ્ર પરિસર

👉 બાળક જોઈને શીખે, ચિત્રો દ્રારા,પેંટીગ દ્રારા શીખે, વિવિધ લખાણ વાંચી શીખે. શાળા ના સમગ્ર પરિસર માંથી બાળક શીખે.


👉 બાલા(BALA) પ્રોજેક્ટ કઈ કઈ શાળાઓમાં અમલમાં છે ?

સરકારી પ્રાથમિક શાળા માં 

👉 બાલા(BALA) પ્રોજેક્ટ કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?

સમગ્ર શિક્ષા કચેરી,ગાંધીનગર

Bala પ્રોજેક્ટ ચિત્ર /image






છે.






Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !