ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત.

ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત.

Gujrat
0



વિષય:-ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત. સંદર્ભ:- અત્રેની કચેરીના તા:૨૦/૦૩/૨૦૨૩ના ક્રમાંક:રાપબો/ CET/૨૦૨૩/૩૩૮૮-૩૫૨૭

ઉપરોકત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજય પરીક્ષા બોર્ડના સંદર્ભના જાહેરનામાથી ધોરણ-૬માં પ્રવેશ માટે CET(સમાન પ્રવેશ પરીક્ષા)ના આવેદનપત્રો ભરાવવામાં આવેલ હતા. આ સમાન પ્રવેશ પરીક્ષા તા.૨૭/૦૪/૨૦૨૩ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૩૦ કલાક દરમ્યાન નિયત કરવામાં આવેલ પરીક્ષા સ્થળોએ યોજાનાર છે.

આ પરીક્ષા માટેની હોલટિકિટ schoolattendancegujarat.in

પોર્ટલ પરથી તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૬/૦૪/૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે. આ સાથે હોલટિકિટ ડાઉનલોડ કરવા અંગેની પદ્ધતિ સામેલ છે. દરેક શાળાના આચાર્યશ્રી/વર્ગ શિક્ષક તેમના યુઝર અને પાસવર્ડથી આ કાર્યવાહી કરી શકશે. શાળા કક્ષાએ જો પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોય તો તેવી શાળાઓ તાલુકા કક્ષાએ બી.આર.સી.ભવનમાં બ્લોક એમ.આઇ.એસ.ના સહયોગથી અથવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએથી અથવા જો સી.આર.સી.સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાંથી પણ પ્રિન્ટ કાઢી શકાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે અને સંબંધિતને જરૂરી સુચના આપવાની રહેશે.



જ્ઞાન સેતુ તમામ સમજ ઠરાવ મેળવવા માટે નીચે બધીજ માહિતી આપવામાં આવેલ છેઃ 

ધોરણ 6 માં પ્રવેશ માટે 27 તારીખ પરીક્ષા છેઃ તેની હોલ ટિકિટ માટે


લિંક 1=


લિંક 2 =  


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !