GREEN SCHOOL PROJECT ||ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ

GREEN SCHOOL PROJECT ||ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ

Gujrat
0

GREEN SCHOOL PROJECT ||ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ


    સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવાય,પ્રકૃતિને જાણે,સમજે તથા સારું અને સ્વચ્છ વાતાવરણ નિર્માણ થાય તેવા આશયથી   GREEN SCHOOL PROJECT ||ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ શરુ  કરવામાં આવ્યો છે.

    ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ ક્યારે અને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ?

    આ પ્રોજેક્ટ 2013 માં  શરુ થયો

    ગુજરાત સરકાર દ્રારા 

    Q: 2 ગ્રીન સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?

    આ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા કચેરી દ્રારા ચલાવવામાં આવે છે.

    Q:3 ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શું કામગીરી કરવાની હોય છે ?

    👉 કેમ્પસ નિર્માણ કરવું

    👉 કેમ્પસ ડેવલોપ કરવું

    👉 શાળા ની ભૌતિક સુવિધા વધારવી

    👉 શૌચાલય, પીવાના પાણી ની વ્યવસ્થા

    👉. વૃક્ષ વાવવા.જાળવવા.

    👉 બગીચા  બનાવવા

    👉 શાળા ના સમગ્ર પરિસર ને ગ્રીન / નિર્માણ / ડેવલોપ કરવું 

    Q :4 ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ કઈ ટીમોની રચના કરવામાં આવે છે ?

    કુલ 6 (છ ) ટીમ ની રચના કરવામાં આવે છે.

    (1) હવા 

    (2) પાણી 

    (3) જમીન 

    (4) વેસ્ટ 

    (5). ઉર્જા 

    (6) બાંધકામ 

    (આ 6 ટીમ  નું કાર્ય પ્રવૃત્તિ  નીચે છે.)

    હવા

    👉. શાળા માં સ્વચ્છ ઓકસીજન કેવી રિતે મળે,શાળા માં વાહનો કેટલા આવે છે.હવા નું પ્રદુષણ કેટલું થાય છે. સમુદાય માં પ્રદુષણ ઓછું થાય તે માટે જાગૃતિ લાવવા નું કામ કરે છે. પ્રભાત ફેરી,બેનર થી જાગૃતિ લાવવા નું કામ કરે છે.

    પાણી

    👉શાળા માં પીવાનું પાણી કેવું છે? કેટલું છે.

    શાળા માં આરો સુવિધા છે કે નહી. તેવા સર્વે કરશે.

    શાળા માં બગીચા,મધ્યાહન,શૌચાલય માં કેટલું પાણી જોઈએ આવા બધાજ પ્રકાર ના સર્વે પાણી ટીમ કરે છે.

    પાણી નું રી ઉપયોગ થાય છે કે નહી આ બધીજ કામગીરી પાણી ટીમ કરે છે.

    જમીન

    👉શાળા ની જમીન કેવી છે. કેટલા વૃક્ષ છે.

    જમીન સૌરક્ષણ માટે,જમીન ફળદ્રુપ બનાવવા શું કરી શકાય

    જમીન માટે ખાતર ની વ્યવસ્થા આવી કામગીરી જમીન ટીમ કરશે.

    વેસ્ટ

    શાળા માં  ઘન કચરા નો નિકાલ.

    શાળા માં જૈવીક , અજૈવીક કચરા નો નિકાલ

    જુદા જુદા પ્રકારના ડસ્ટબિન,વર્ગ માં હોય સામુહિક હોય તે તમામ પ્રકાર ની વ્યવસ્થા આ ટીમ કરે છે.

    વર્મી કૅમ્પોસ્ટ ખાતરઃ બનાવવા નું કામ કરે છે.

    ઉર્જા

    શાળા ની લાઈટ ની તમામ પ્રકાર ની વ્યવસ્થા માં કામગિરી કરે છે.

    શાળા માં કયા પ્રકાર ના સાધનો વપરાય છે. LED બલ્બ,પંખા,

    શાળા માં કેટલી ઉર્જા /વીજળી વપરાય છે. કેટલી બચાવી શકાય 

    ગામમાં પણ આ અંગે જાગૃતિ લાવવા નું કાર્ય કરે છે


    બાંધકામ

    શાળા ના આચાર્ય આ સમિતિ માં કામ કરે છે

    વર્ગખંડ કેટલા? બારી? દરવાજા? બાંધકામ હવા ઉજાશ વાળું છે કે.

    શું જરૂરિયાત છે. નવીન બાંધકામ જમીન આ બધુજ કાર્ય આ સમિતિ કરે છે.

    ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈««≈≈≈≈≈≈≈≈≈«≈≈≈≈≈


    Q:5 ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત કેટલા સર્વે કરવામાં આવે છે ?

     3 પ્રકાર ના સર્વે કરવામાં આવે છે.

    (1) પ્રારંભિક સર્વે  -

    શાળા  માં 6 બાબતો વિશે સર્વે કરવામાં આવે છે. શાળા બાંધકામ કેવું છે,પીવાના પાણી ની સુવિધા શું છે. તમામ સુવિધા કચરા ટોપલી કેટલી લાવવી,બાંધકામ કેટલું બદલવું આ બધીજ બાબતો નું એક ફોર્મ હોય છે. આ ઓડિટ ફોર્મ ના ગુણ 600 હોય છે.  શાળા ની આ 6 બાબતો માં શું જરૂરિયાત છે એ ઓડિટ ફોર્મ માં દર્શાવવામાં આવે છે. અને પછી તેની 600 ગુણ માંથી ટકાવારી કાઢવામાં આવે છે.  ગુણ આપી શાળા વિકાસ જરૂરિયાત જાણવા પ્રયાસ કરવામાં આવે છે.ત્યારબાદ ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રાન્ટ આપી શાળા નો વિકાસ કરવામાં આવે છે.

    (2) મધ્યકાલીન સર્વે -

     એક મધ્યકાલીન સર્વે કરી શાળા વિકાસ ને 60થી 70% લઇ જવામાં આવે છે. આમાં પણ 600 ગુણ નું ઓડિટ ફોર્મ હોય છે. 

    (3) અંતિમ સર્વે:

     શાળા માં શું બદલાયું : પાણી, નિર્માણ,શૌચાલય,કચરા નો નિકાલ,વૃક્ષ,બગીચો  આ તમામ સુવિધાઓ 80% થી 85% સુધી લઇ જવામાં આવે છે. 


    Q :6 ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત ઓડિટ ફોર્મ કેટલા ગુણનું હોય છે ?

    600 ગુણ નું હોય



    ALSO READ :

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !