GSCR - RAJAO (ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો ) ના નિયમો અહીંયા સરકારી કામ કાજ માં આ નિયમો ઉપયોગી છેઃ.
નિયમ-1 અમલ
• આ નિયમો ગુજરાત મુલ્કીસેવા (રજા) નિયમો ૨૦૦૨ કહેવાશે
અમલઃ
• રાજપત્રમાં પ્રસિધ્ધીની તારીખથી અમલમાં આવશે
- અમલની તારીખ 15-11-2002.
નિયમ-2 વ્યાપ્તિ
જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ હોય તેવી તમામ જગાઓને લાગુ પડશે
નિયમ-૩ અર્થઘટનની સતા –
• કોઈ અર્થઘટનનો પ્રશ્ન થાય તો નાણાંવિભાગ નો નિર્ણય આખરી ગણાશે
નિયમ-4 છુટછાટની સતા
આ નિયમોના કારણે કોઈ વ્યક્તિને અનુચિત મુશ્કેલી ઉભીથાય કારણોની લેખિત નોંધ કરીને સરકાર નિષ્પક્ષ અને ન્યાયિક છૂટછાટ મૂકી શકશે .
તો નાણાંવિભાગની પૂર્વ સંમતી સિવાય સરકારશ્રીનો કોઈ વિભાગ આ નિયમોમાં છુટછાટ મુકી શકશે નહિં.
નિયમ-5 કરારની ન્યાય સક્ષમતા –
સરકારે કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંર્દભે કોઈ કરાર કરેલ હોય તો કરારની શરતો લાગુ પડશે.
નિયમ-6 રજાની માગણીઓનું નિયમન
ALSO READ
પિતુત્વ અને પ્રસુતિ રજા અરજી ફોર્મ પ્રસુતિ ના નિયમો
કર્મચારી રજા માટે અરજી કરે અને તે અરજી મંજૂર થાય તે સમયે અમલમાં હોય તે નિયમો તેની રજાની માગણીને લાગુ પડશે
નિયમ-7 સત્તા વાપરવા બાબત
• આ નિયમોમાં નિર્દિષ્ટ સત્તાનો અમલ સૂચિત મર્યાદાઓને આધિન પરિશિષ્ટ-૧ મુજબ કરવો
આ નિયમોમાં કોઈ ખાસ છૂટ છાટ આપવામાં આવી હોય તો તેના કારણોની ઑડિટ અધિકારીને જાણ કરવી.
નિયમ-9 વ્યાખ્યાઓ
♦ નિયમ-૯(૪૧) રજા- રજા એટલે સક્ષમ અધીકારીની વિવેક બુધ્ધી અનુસાર મંજુર કરવામાં આવતી ફરજ પરની ગેરહાજરી
♦ નિયમ-૯(૪૨) રજા પગાર - એટલે સરકારી કર્મચારી રજા ઉપર હોય ત્યારે તેને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી માસિક રકમ
♦ નિયમ-૯(૫૦) મહિનો -એટલે કેલન્ડર વર્ષનો અંગ્રેજી મહિનો
નિયમ-10 રજાનો હક્ક
રજા હક તરીકે માંગી શકાય નહિ
સક્ષમ સતાધિકારી રજા નકારી શકે, રદ કરી શકે
કર્મચારીની લેખિત વિનંતી સિવાય સક્ષમ સતાધિકારી કર્મચારી દ્વારા માંગવામાં આવેલ રજાનો પ્રકાર બદલી શકે નહિ.
નિયમ-11 રજા અરજીની મંજૂરી માટેની વિચારણા
- 👉રજા મંજૂરી વખતે નીચેની બાબતો વિચારણામાં લેવી
- 👉કેટલા કર્મચારી ફાજલ કરી શકાશે.
- 👉અરજદારો ની લેણી રજા ની સિલક.
- 👉 રજા પરથી પરત બોલાવ્યા હોય.
- 👉રજા પરથી પરત આવ્યા પછી બજાવેલ ફરજનો સમય.
- 👉જાહેર હિતમાં રજા નકારી હોય.
નિયમ 12 લઘુતમ સંખ્યા :
- 👉રજાની મંજૂરીથી સંવર્ગનું સંખ્યાબળ અનુચિત પ્રમાણમાં ધટવું ન જોઈએ
- 👉લઘુતમ આવશ્યક સંખ્યા કરતાં સંખ્યા ઘટે નહિં તે બાબત ધ્યાને રાખી રજા મંજુર કરવી
નિયમ 13
- 👉120 દિવસથી ઓછી રજામાં તેજ મથકના અન્ય કર્મચારીને હવાલો આપવો
- 👉120 દિવસથી વધુ રજા માં અપવાદરૂપ સંજોગોમાં અન્ય મથકના કર્મચારીને હવાલો સોંપી શકાય
નિયમ 14
રજાના એક પ્રકારનું માંથી બીજા પ્રકારમાં રૂપાંતર
👉રજાના એક પ્રકારનું પાછલી અસરથી અમલમાં આવે તે રીતે તે મળવાપાત્ર અને લેણી અન્ય રજામા રજા મંજુર કરનાર અધિકારી મંજુર કરી શકે પરંતુ હક્ક તરીકે માંગી શકાય નહીં. |
👉કર્મચારીની એક પ્રકારની રજાનું બીજા પ્રકારની રજામાં રૂપાંતર મળવાપાત્ર રજાના પગારની સામે સરભર કરવાની શરતે કરવાનું રહેશે. એટલે કે તેને ચૂકવેલ કોઈપણ વધારાની રકમ વસૂલ કરવામાં આવશે અથવા લેણી થતી કોઈપણ બાકી રકમ ચૂકવવામાં આવશે. 👉તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરેલ અસાધારણ રજાનું બિનજમા રજામાં રૂપાન્તર કરી શકાશે.
|
💥 પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી clik here |
|
નિયમ 15 અન્ય રજા સાથે સંયોજન
આ નિયમોમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તો આ નિયમો હેઠળ મળતી રજાઓ અન્ય પ્રકારની રજાઓના સંયોજન સાથે અથવા અનુસંધાનમાં મંજૂર કરી શકાશે.
પ્રાસંગિક રજાને રજા તરીકે માન્યતા પ્રાપ્ત ન હોઈ આ નિયમો હેઠળ મળતી અન્ય પ્રકારની રજાઓના સંયોજન સાથે તે મંજૂર કરી શકાય નહિ.
નિયમ-16 સળંગ રજાની મહત્તમ મુદત
• કોઇપણ કર્મચારીને સળંગ પાંચ વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહિ.
નિયમ 17
ફરીથી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારીક રીતે ફરજ પર હાજર થવાની પરવાનગી આપી શકાય નહિ.
1.12.2006 નું નોટી ફેકેશન |
નિયમ 18
- ♥ રાજ્યેતર સેવા દરમ્યાન નિયોજક 120 દિવસ સુધી રજા મંજુર કરી શક્શે. તેથી વધુ રજા માટે નિયોજક મારફતે યોગ્ય સતાધિકારીને મોકલવી.
નિયમ-19
- 👉રજાનો હિસાબ રાજ્યેતર સેવા દરમ્યાન નિયોજક રાખશે અને રજાના હિસાબનો ઉતારો ખાતાનાવડા/ પગાર અને હિસાબ અધિકારીને મોકલ્શે.
- 👉રજા દરમિયાન પગાર નિયોજક ચુકવશે અને હિસાબ કરી જો રિઈમ્બર્સ કરવાનો થતો હોય તો રિઈમ્બર્સ કરશે.
નિયમ-21
- ઓછામાં ઓછી એક વર્ષની સળંગ નોકરીવાળા હંગામી કર્મચારી પડેલી જગાએથી નોકરીનો હવાલો છોડી, બીજી નિમણૂકની જગાનો હવાલો સંભાળે તે દરમ્યાનનો સમયગાળો છ દિવસથી વધતો ન હોય તો, જૂની જગાએ તેની ચડેલી બધા પ્રકારની રજા, તેની નવી નિમણૂકની જગાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે.
નિયમ-22 નોકરીમાંથી છૂટા કરવાથી કે રાજીનામાથી રજાની સિલકનો અંત :
♦ નિયમ-63 અને આ નિયમની અન્ય જોગવાઈઓ સિવાય જે કર્મચારીને સરકારી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોય અથવા બરતરફ કરવામાં આવ્યા હોય અથવા જેમણે રાજીનામું આપ્યું હોય તેવા કર્મચારીનો તેના ખાતે જમા થયેલ રજા માટેના કનો, આવા દૂર કરવાની બરતરફીની અથવા રાજીનામાની તારીખથી અંત આવે છે.
નિયમ - 23
વળતર અથવા અશક્ત પેન્શન પર નિવૃત થયેલા કર્મચારીને ફરી નોકરીમાં લેવામાં આવે ત્યારે જો તેની ગ્રેજ્યુઈટિની રકમની વસુલાત કરવામાં આવી હોય, પેન્શન સ્થગિત કરેલ હોય તો ફેર નિમણૂક કરનાર અધિકારી નક્કી કરે તે મર્યાદામાં અગાઉની નોકરી રજાના હેતુ માટે ગણતરીમાં લઈ શકશે.
નિયમ 29: રજા દરમ્યાન બદલી થઈ હોય ત્યારે રજા મંજુર કરવાની, લંબાવવાની અને પગાર ચુકવવાની જવાબદારી કર્મચારીની જે ખાતા કચેરીમાંથી બદલી થઈ હોય તે ખાતા કચેરીની રહેશે. |
ટૂંકા સમયમાં વારંવાર તબીબી કારણોસર રજા ઉપર જતા કર્મચારી માટે સંપૂર્ણ સાજા થવા માટે આવશ્યક એવી રજાના સંર્દભે તેની ગેરહાજરીની મુદતની વિચારણા કરવા સરકારી તબીબી અધિકારીનું અથવા તબીબી મંડળનું ધ્યાન દોરવું |