How to Calculate Dearness
Allowance and Incriment
મોંઘવારી ભથ્થા અને ઈજાફાનું ગણતરી કઈ રીતે કરશો?
👫 નીચે ના topic મુજબ સમજૂતી છેઃ પોસ્ટ માં ગુજરાત સરકાર ના કર્મચારી માટે મોંઘવારી કોઠા પણ pdf સ્વરૂપે આપવામાં આવ્યા છેઃ
> શું છે મોંઘવારી ભથ્થું અને શા માટે આપવામાં આવે છે?
> મોંઘવારી ભથ્થું (Dearnes Allowance - D.A.) પગારમાં મર્જ ક્યારે કરવામાં આવે છે?
> શું છે AICPI?
> કઈ રીતે થાય છે મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) ની ગણતરી.
> મોંઘવારી ભથ્થું (Dearnes Allowance - D.A.) ની ગણતરી માટેની લિંક.
<મોંઘવારી કોઠો 2024
« ઇન્ક્રીમેન્ટ ખરાઈ pdf
≤ ફિટમેન્ટ ફેક્ટર
≤ તફાવત ગણવાની ટ્રીક
(1)શું છે મોંઘવારી ભથ્થું અને શા માટે આપવામાં આવે છે?
વસ્તુની વધતી જતી કિંમતોનો સામનોકરવા કર્મચારીને મળતો પગાર સમય જતા નિષ્ફળ નીવડે છે. આ પરિસ્થિતિને પહોચી વળવા તથા ફુગાવાના પ્રભાવને સરભર કરવા માટે સરકાર દ્વારા તેના કર્મચારીઓને તેમજ પેન્શનરને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. સરકાર દ્વારા ચુકવવામાં આવતું મોંઘવારી ભથ્થું તેના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા સામે ટકી રહેવા ખુબ જ ઉયયોગી સાબિત થાય છે. ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા સરકાર દ્વારા અનેક પ્રયતો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સરકારને માત્ર આંશિક સફળતા પ્રાપ્ત થઈ છે કારણ કે બજારના ભાવો પ્રમાણે કિંમતો વધે છે. તેથી, સરકાર માટે તેના કર્મચારીઓને ફુગાવાના વિપરીત પ્રભાવોથી બચાવવા જરૂરી બની જાય છે. આ માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાના દર જાહેર કરે છે આ દર 1 જાન્યુઆર અને 1 જુલાઈથી અમલમાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મોંઘવારી ભથ્થાની ટકાવારીને કર્મચારીના બેઝીક પગાર સાથે ગુણાકાર કરી જે ૨કમ મળે તે કર્મચારીને આપવામાં આવે છે. જો સરકાર દ્વારા નિયત કરેલ સમય કરતા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં વિલંબ થાય તો જાહેર કર્યા બાદ નિયત કરેલ સમય થી કર્મચારીને તે રકમ ~~~~ણી પેટે આપવામાં આવે છે.
મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) પગારમાં મર્જ ક્યારે કરવામાં આવે છે?
ત્યારથી, જાહેર ક્ષેત્ર ગણતરીના ફોર્મ્યુલામાં સુધારો થયો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થામાં સતત વધી રહ્યો છે. ફુગાવાના વિપરીત પ્રભાવોને સરભર કરવા માટે મોઘવારી ભથ્થામાં સતત વૃદ્ધિ થાય છે. નિયમો અનુસાર, જ્યારે તે 50% ની સપાટીને પાર કરે છે ત્યારે મૂળભૂત પગાર સાથે મોંઘવારી ભથ્થાને મ કરવામાં આવે છે. જો આ કરવામાં આવે, તો તેનો અર્થ કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો થાય છે. કારણ કે પગારના અન્ય તમામ ઘટકો મૂળભૂત પગારના આધારે ગણવામાં આવે છે.
શું છે AICPI?
AICPI એટલે કે (ALL INDIA CONSUMER PRICE INDEX) એ મોંઘવારી દર ની ગણતરી માટે ઉપયોગમાં લેવાતો સૂચકાંક છે. તે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થયેલ ફેરફારને ધ્યાનમાં લઈ અર્થતંત્રમાં થતા છૂટક ફુગાવાના દરમાં ફેરફારના માપનું સુચન કરે છે.
કઈ રીતે થાય છે મોંઘવારી ભથ્થું (Dearnes Allowance -D.A.) નીં ગણતરી?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓના પગારમાં દાખલ કરવામાં આવ્યું. ત્યારથી D.A. ની ગણતરી માટે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. પરંતુ પહેલા પગારપંચથી પાચમા પગારપંચ સુધી D.A. ની ગણતરી માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓમાં ઘણા બધા તફાવત હતા.
છઠ્ઠા પગારપંચથી D.A. ની ગણતરી માટે એક નવું સુત્ર અમલમાં આવ્યું. આ સુત્ર મુજબ D.A. ની ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા નીચે મુજબ છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે :
> DA% = ((Average of AICPI (Base Year 2001=100) for the past 12 months -115.76)/115.76)*100
કેન્દ્ર સરકારના જાહેર સાહસના કર્મચારીઓ માટે
> DA% = ((Average of AICPI (Base Year 01=100) for the past 3 months
મોંઘવારી કોઠા pdf
પગાર ધોરણ, લેવલ id, cell id તમામ detail છે... તમામ કર્મચારી ને પહોંચાડવું તેમજ પ્રિન્ટ કાઢી તમામ આચાર્ય એ પણ રાખવું..