Reserve Bank of India/RBI જાણો રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા વિશે

Reserve Bank of India/RBI જાણો રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા વિશે

Gujrat
0


 👉આજે 'રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) ની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ થઈ રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે. રિઝર્વ બેંકનું વડું મથક મુંબઈ ખાતે આવેલ છે.

👉ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ.( RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. 

👉1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી. અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં ભાગ ભજવે

ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા

👉રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્રારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશકસિધ્ધાંતોના આધારે કરવામાં આવી હતી. ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપના ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબના પુસ્તક"The Problem of the Rupee : Its Origin and Its Solution"ના આધારે કરવામાં આવી છે.

👉રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરી શરૂઆતમાં કલકત્તામાં સ્થાપવામાં આવી હતી, જે 1937 માં કાયમી ધોરણે મુંબઈમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઑફિસ એ ઑફિસ છે જ્યાં ગવર્નરો બેસે છે અને નીતિઓ નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં1 1949 ના રોજ રિઝર્વ બેંક ઑફ હતું. ત્યારથી તેની સંપૂર્ણ એ માલિકી બરિયાનું રમકરણ કરવામાં આવ્યું


👉ભારતીય રિઝર્વ બેંકના મહત્ત્વપૂર્ણ કાર્યો :

👫ભારતમાં નાણાકીય સ્થિરતા હાંસલ કરવા અને સામાન્ય રીતે દેશના હિતમાં ચલણ અને ધિરાણ પ્રણાલીનું સંચાલન કરવા માટે બેંક નોટોના મુદ્દા પર નિયંત્રણ. રાખવું,

 👫અનામત ભંડોળ રાખવું.

👫નાણાકીય નીતિની રચના અમલીકરણ અને દેખરેખ રાખવી.

👫 નાણાકીય વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ.

 👫વિદેશી વિનિમય વ્યવસ્થાપન.

👫સરકાર માટે બેંકર અને બેંકો માટે બેંકર તરીકે કામ કરવું.

👫ક્રેડિટ નિયંત્રણ.

👫ચલણ વ્યવહારો નિયંત્રિત કરવા.

👫કરન્સી આન આપવું. શ્રી વિનયન મૉજ કરવું ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું.

👫સરકારી દેવું મેનેજ કરવું.

👫વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું.

👫કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું.

👫ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.


👉. એપ્રિલ 2023 માં જુદા જુદા દિવસે બેંકો બંધ રહેશે જાણો કયા કયા દિવસે બેન્ક બંધ રહેશે અહીંયા થી જુવો 

 પ્રશ્નો// FAQ

(1) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનીસ્થાપના ક્યારે થઇ હતી? (2) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનું વડું મથક ક્યાં આવેલું છે? (3) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનું ટૂંકું નામ જણાવો.

(4) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનીસ્થાપવામાં કોણે મહત્વની ભજવી હતી ?

(6) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ

 (7) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનીમાલિક કોણ છે?

(5) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાનીશરૂઆતમાં કચેરી કરવામાં આવ્યું હતું ?

(8) કઈ જોગવાઈના આધારેરિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી ?

(9) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના કોઈ પણ બે કાર્યો જણાવો.

(10) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને કાયમી ધોરણે મુંબઈમાં ક્યારે સ્થળાંતરિત કરવામાં આવી?



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !