Hot Posts

6/recent/ticker-posts

UDISE+ 2022-23 અંતર્ગત Student wise Dataની Child Tracking System(CTS)માં Updationની કામગીરી કરવા બાબત.

 વિષય: UDISE+ 2022-23 અંતર્ગત Student wise Dataની Child Tracking System(CTS)માં Updationની કામગીરી કરવા બાબત.

સંદર્ભ:- (૧) ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના પત્ર ક્ર્માંક: D.O.No. 23-7/2022-Stats, તા.૩૦/૦૮/૨૦૨૨.

(૨) અત્રેની કચરીના પત્ર ક્રમાંક: એસ.એસ.એ/MIS/2023/4274-4344, તા.૧૮/૦૧/૨૦૨૩. (3) માન. એસ.પી.ડી.શ્રીની તા.૧૦/૦૪/૨૦૨૩ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે.

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયની ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની UDISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવામાં આવે છે.

National Education Policy, 2020 અંતર્ગત ૨૦૩૦ સુધીમાં પ્રિ-શાળા (પૂર્વ પ્રાથમિક) થી માધ્યમિકનો ૧૦૦% Gross Enrolment Ratio કરવા સુધીનો ધ્યેય સિધ્ધ કરવા તેમજ શાળા છોડી ગયેલા ડ્રોપઆઉટ બાળકોને ઓળખીને તેઓને શિક્ષણ પ્રણાલીમાં પરત લાવવાનું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી UDISE+ અંતર્ગત હાલના Data Capture Format (DCF)ને (૧) Profile & Facility, (૨) Teacher અને (3) Student એમ ૩ (ત્રણ) વિભાગમાં વહેંચેલ છે. જેમાં Student Profile નો નવો વિભાગ ઉમેરેલ છે. જેથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં આપના જિલ્લાની પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧૨ સુધીના ધોરણ ધરાવતી તમામ શાળાઓના વિદ્યાર્થીઓના નામ સહિતની વિગતો મેળવવાની રહેશે.

ઉપરોક્ત ત્રણ વિભાગો પૈકી હાલમાં (૧) Profile & Facility અને (૨) Teacher વિભાગની કામગીરી શાળા ક્ક્ષાએથી પૂર્ણ કરેલ છે. જ્યારે Student વિભાગની કામગીરી માટે Child Tracking System (CTS) માંથી પૂર્વ પ્રાથમિક (નર્સરી/ જુનિયર કે.જી/ સિનિયર કે.જી) થી ધોરણ ૧૨ સુધીના અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓની માહિતી મેળવવાની થાય છે. જેથી UDISE+ Student DCF મુજબનાફિલ્ડ ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમમાં નવા ઉમેરેલ છે. તમામ ફિલ્ડની વિગતોમાં ફરજીયાત શાળા ક્ક્ષાએથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિદ્યાર્થીઓની માહિતી સાચી, સચોટ, ભૂલરહિત, રીઅલ ટાઇમ અને અદ્યતન માહિતી મળી રહે તે હેતુથી શાળા કક્ષાએથી Child Tracking System(CTS)માં ઓનલાઇન અપડેશનની કામગીરી કરવાની થાય છે. ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમમાં વિદ્યાર્થીવાર કરેલ એન્ટ્રીને આધારે UDISE+ એપ્લીકેશનમાં Integration કરવામાં આવશે, જેથી UDISE+ વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત વિદ્યાર્થીવાર માહિતીને આધારે તમામ રિપોર્ટ (Class wise Enrollment, Social Category wise Enrollment, Age wise Enrollment, Medium wise Enrollment etc.) તૈયાર થશે જેની તમામે નોંધ લેવી.

Important 

વધુમાં, વર્ષ ૨૦૨૨-૨૩માં પૂર્વ પ્રાથમિક (આંગણવાડી સિવાય) વિભાગના નર્સરી/ જુનિયર કે.જી/ સિનિયર કે.જી.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નામ સહિત વિગતની CTS એપ્લીકેશનમાં એન્ટ્રી કરવાની થાય છે. જેથી વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની CTS એપ્લીકેશનને જન્મ નોંધણી એપ્લીકેશન (Civil Registration System) સાથે લીંક કરવામાં આવેલ છે. જેથી CTS એપ્લીકેશનમાં પૂર્વ પ્રાથમિક (નર્સરી/ જુનિયર કે.જી/ સિનિયર કે.જી)માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી શાળા ક્ક્ષાએથી કરવા માટે જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate) સાથે રાખી એન્ટ્રી કરવાની રહેશે.

આ પત્ર downlod કરો 2023=2024





આ અંગે થયેલ કામગીરીનું મોનીટરીંગ કરવા માટે રોજે રોજ જિલ્લા શિક્ષણાધિકરીશ્રી/જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરશ્રી/શાસનાધિકારીશ્રીએ જિલ્લા એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટર પાસેથી પૂર્વ પ્રાથમિક(નર્સરી/જુનિયર કે.જી સિનિયર કે.જી) થી ધોરણ ૧૨ના બાળકોનો થયેલ અપડેશનનો રિપોર્ટ મેળવવાનો રહેશે. તેમજ આ કામગીરીની અગત્યતા સમજી તાત્કાલીક અસરથી આ કામગીરી શરૂ કરી તા.૨૦/૦૪/૨૦૨૩ સુધીમાં પૂર્ણ થાય તે મુજબ કામગીરી કરવા અંગે આપની કક્ષાએથી જરૂરી આયોજન કરવા તેમજ શાળા ક્ક્ષાએ સૂચના આપવા જણાવવામાં આવે છે.




ALSO :READ :Parinaam Patrak For STD 1 To 8 | PDF and Excel File

Post a Comment

0 Comments