મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 / પ્રકરણ-1 / AEI / GES/TAT/HTAT /અન્ય શિક્ષણ ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માટે.
પ્રકરણ-1. પ્રારંભિક (ટૂંકી સંજ્ઞા,વ્યાપ્તિ અને વ્યાખ્યાઓ)
<<સામાન્ય માહિતી>>
-‘મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947'(સન 1947 ના મુંબઈનો 61 મો)
(29 જાન્યુઆરી 1948 થી મુંબઈ /મહારાષ્ટ્ર માં લાગુ)
- ગુજરાતમાં અમલ-મુંબઈ પ્રાથમિક શિક્ષણ(ગુજરાત વ્યાપ્તિ અને સુધારા) અધિનિયમ- 1963 (સન 1962 નો ગુજરાતનો છઠ્ઠો)
-પ્રકરણ= 11 પ્રકરણ છે.
-કલમો = 71 કલમો છે.
👉અમલમાં આવ્યા બાદ ના સુધારાઓ /સુધારાઓ
(1)-ગુજરાત રાજ્ય સુધારા વિધેયક-1988
(2) -ગુજરાત સુધારા વિધેયક-2003
(3)-મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ-2009
(4)-ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) વિધેયક-2010
(5) -ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ અધિનિયમ-2010
ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ કલમ-1
. (1) આ અધિનિયમ ‘મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ1947' કહેવાશે.
(2) તે આખા ગુજરાત રાજ્યને લાગુ પડે છે.
(૩) આ અધિનિયમ મુંબઈ પ્રાથમિક શિક્ષણ(ગુજરાત વ્યાપ્તિ અને સુધારા)-1963 જે તારીખથી અમલમાં આવે તે તારીખથી અમલમાં આવશે.
વ્યાખ્યાઓ કલમ-2.
(1) ‘વહીવટી અધિકારી' એટલે કલમ 21 અથવા 22 અન્વયે નિમાયેલો અધિકારી.
(2) ‘માન્યશાળા’ એટલે રાજ્યસરકાર તરફથી અથવા સ્કૂલબોર્ડ તરફથી અથવા અધિકૃત નગરપાલિકા તરફથી નિભાવવામાં આવતી અથવા તે સમયે સ્કૂલબોર્ડ અથવા રાજ્ય સરકારે અથવા આ અર્થે અધિકૃત કરેલા અધિકારીએ એવી શાળા તરીકે માન્ય રાખેલી શાળા.
(3) ‘ફરજિયાત શિક્ષણ વિસ્તાર' એટલે જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર.
(4) ‘અધિકૃત નગરપાલિકા વિસ્તાર' એટલે તેવી નગરપાલિકાની હદમાં આવી જતો વિસ્તાર અને તેમાં જે અનધિકૃત નગરપાલિકાના વિસ્તારમાંની માન્ય શાળાઓ અધિકૃત નગરપાલિકામાં વિહિત થયેલા હોય અથવા તેના નિયંત્રણ હેઠળ હોય તે વિસ્તારનો સમાવેશ થાય છે.
(5) માન્યશાળામાં જવું એટલે સ્કૂલબોર્ડે ઘડેલા વિનિયમો મુજબ નક્કી કરવામાં આવે તે શાળામાં તે દિવસોએ અને દરેક દિવસ નક્કી કરવામાં આવે તે સમયે તેટલા સમય માટે શિક્ષણ લેવા હાજર રહેવું.
(5)"અધિકૃત અધિકારી" એટલે રાજ્ય સરકાર હુકમ દ્વારા નિમણૂક કરી શકે તેવો અધિકારી
(6) ‘અધિકૃત નગરપાલિકા' એટલે કલમ 18 ની પેટા-કલમ (1) મુજબ તેના વિસ્તારમાંની તમામ માન્યશાળાઓનું નિયંત્રણ કરવા માટે રાજ્યસરકારે અધિકૃત કરેલી નગરપાલિકા,
(7) ‘બાળક' એટલે <<શાળાના વર્ષની શરૂઆત વખતે જેની ઉંમર છ વર્ષથી ઓછી ન હોય અને ચૌદ વર્ષથી વધારે ન હોય તે છોકરો અથવા છોકરી.>>
(7 ક) "સમિતિ" એટલે કલમ 23 હેઠળ રચાયેલી રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ
(7 ખ) “નિમ્ન સ્તર પ્રાથમિક શિક્ષણ' એટલે પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ. ‘
(8) નિયામક’ એટલે શિક્ષણ નિયામક (primary)
(10) ‘જિલ્લા સ્કૂલ બોર્ડ’ એટલે કોઈ જિલ્લા માટે કલમ 3 અન્વયે રયેલું સ્કૂલબોર્ડ.
(10 ક) ‘જિલ્લાનો શિક્ષણ નિરીક્ષક' એટલે જિલ્લા અથવા અમુક જિલ્લાઓ માટે નિમાયેલા શિક્ષણ- નિરીક્ષક.
(11) ‘મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ’ એટલે અધિકૃત નગરપાલિકા વિસ્તાર માટે કલમ 3 મુજબ રચેલું સ્કૂલ બોર્ડ,
(12) ‘અનઅધિકૃત નગરપાલિકા' એટલે અધિકૃત નગરપાલિકા સિવાયની બીજી નગરપાલિકા.
(15) ‘પ્રાથમિક શિક્ષણ’ એટલે બાળકોમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ 2009 ની કલમ-2 (છ) માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનું પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનું પ્રારંભિક શિક્ષણ.
(16) ‘પ્રાથમિક શિક્ષણ ફંડ' એટલે કલમ 44 અન્વયે રાખેલું ફંડ.
(17) ‘પ્રાથમિક શાળા’ એટલે કોઈપણ ધોરણ સુધીનુ પ્રાથમિક શિક્ષણ જેમાં આપવામાં આવતું હોય તેવી શાળા અથવા શાળાનો ભાગ.
(18) ‘પ્રાથમિક શિક્ષણ બોર્ડ' એટલે કલમ 58 મુજબ રચેલું બોર્ડ.
(18 ક) ખાનગી પ્રાથમિક શાળા એટલે રાજ્ય સરકાર, સ્કૂલબોર્ડ કે અધિકૃત નગરપાલિકા નિભાવતી ન હોય
તેવી શાળાઓ
(19) ‘સ્કૂલબોર્ડ’ એટલે યથાપ્રસંગ જિલ્લા સ્કૂલબોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ
(20) ‘શિક્ષક’ એટલે પ્રાથમિક શાળાનો શિક્ષક.
(20 ક) ‘ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ' એટલે છઠ્ઠા ધોરણથી આઠમા ધોરણ સુધીનું શિક્ષણ.
(21) ‘વિદ્યાસહાયક’ એટલે મુખ્યશિક્ષકના નિયંત્રણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને સહાય કરવા કરાર ઉપર
નિમાયેલ વ્યક્તિ.
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
પ્રકરણ-2. જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડોની રચના
👉કલમ 3 થી 5
સ્કૂલબોર્ડો
કલમ-૩. (1) દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલબોર્ડ
(2) અધિકૃત નગરપાલિકાના દરેક વિસ્તાર માટે એક મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ
સ્કૂલબોર્ડોની રચના
કલમ-4 (1) દરેક સ્કૂલબોર્ડમાં બાર થી સોળ સભ્યો
(2) આ સભ્યોમાંથી બે થી ત્રણ સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર
(૩) રાજ્ય સરકારે નિમેલા સભ્યોમાંથી
-એક સભ્ય રાજ્ય સરકારનો અધિકારી
બાકીના સભ્યો
-મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ અથવા રાજ્ય સરકાર નક્કી કરે તેવી ઊંચી શૈક્ષણિક લાયકાત
-પ્રાથમિક શિક્ષણની પધ્ધતિ અથવા સંસ્થાઓનો
કલમ-4. (5–8) રાજ્ય સરકારે નિમેલા સભ્યો સિવાયના સભ્યો જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ચૂંટવા.
(5–ખ) ચૂંટેલા સભ્યો સ્થાનિક સત્તામંડળના સભ્યો હોવા જ જોઈએ એ આવશ્યક નથી..
(6) ચૂંટેલા સભ્યોમાંથી બે કરતાં વધારે નહિ તેટલા સભ્યો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના
(7) ચૂંટેલા સભ્યો
-પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અથવા -ઠરાવવામાં આવે તેવી ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા પરંતુ.
- અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે ઓછામાં ઓછી ચોથા ધોરણની પરીક્ષા વધુમાં,
-ચૂંટવાના સભ્યોની બેઠકો પૈકીની ત્રણ કરતાં ઓછી એટલી બેઠકો ઠરાવેલી રીતે અનામત
સ્પષ્ટીકરણ- અનુસૂચિત જાતિઓ એટલે સંવિધાનની કલમ-341 અને અનુસૂચિત આદિજાતિઓ એટલે સંવિધાનની કલમ-342 મુજબ ગુજરાત રાજ્યના સંદર્ભમાં ગણવામાં આવેલી જાતિઓ.
(10–ખ) સ્કૂલબોર્ડના સભ્યોના હોદ્દાની મુદત
-રાજ્ય સરકાર નક્કી કરે તેવી ત્રણ વર્ષથી વધારે નહિ
રાજીનામું
(12-ક) સ્કૂલબોર્ડના સભ્યો(અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાયના)
-અધ્યક્ષને, -લેખિત નોટિસ આપીને,
-પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે -અધ્યક્ષ સ્વીકારે તે તારીખથી અમલમાં આવશે
(12-ખ) ઉપાધ્યક્ષ
-અધ્યક્ષને, -લેખિત નોટિસ આપીને, -પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે
કલમ-4.(12-ખ) અધ્યક્ષ
‘-જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને, -લેખિત નોટિસ આપીને, -પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે -પ્રમુખ સ્વીકારે તે તારીખથી અમલમાં આવશે
(13) સ્કૂલબોર્ડના સભ્યોની મુદત જે તારીખે પૂરી થતી હોય તે તારીખથી ચાર મહિનાની અંદર સભ્યની ખાલી પડેલી જગ્યા માટે કોઈ ચૂંટણી કરવી નહિ
સભ્યો ની ગેર લાયકાતો
કલમ-5.(ક) કોઈ વ્યક્તિ
-ભારતનો નાગરિક ન હોય,
-કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા સ્વેચ્છાપૂર્વક પ્રાપ્ત કરી હોય,
-કોઈ વિદેશી રાજ્ય પ્રત્યેની રાજનિષ્ઠા અથવા અનુષક્તિનો સ્વીકાર ચાલુ હોય,
જે પચ્ચીસ(25) વર્ષ કરતાં ઓછી ઉંમરની હોય,
(ખ) જે દિવાની કોર્ટનો ન્યાયાધીશ અથવા પગારદાર મેજિસ્ટ્રેટ હોય
, (ગ) 1.નૈતિક અધઃપતનના ગુનામાં છ મહિના કરતાં વધારે કેદની સજા થઈ હોય
૩.હોદ્દા પરથી દૂર કરવામાં આવી હોય અને તેના પાંચ વર્ષ વીત્યા ન હોય
(ઘ) જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા લોકલ બોર્ડનો વૈતનિક અધિકારી અથવા નોકર હોય
(ચ) જેને નાદાર ઠરાવવામાં આવી હોય અને તેમાંથી છુટકારો ત મેળવ્યો હોય
કલમ-5.(છ) સદર બોર્ડોના કોઈ કરારમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ
અથવા હિત સંબંધ ધરાવતી હોય માન્ય શાળામાં નોકર શિક્ષક હોય.
| સ્કૂલ બોર્ડની ચૂંટણી માટે મતો નોંધવાની તારીખ પહેલા છ મહિનાથી ઓછી મુઘ્ન સુધી જિલ્લામાં રહી હોય
(ટ) જેને યોગ્ય કોર્ટે અસ્થિર મગજની ઠેરવી હોય
તે વ્યક્તિને સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટી કાઢવી નહિ,નિયુક્ત કરવી નહિ અથવા નીમવી નહિ.
કલમ-૩. નીચે જેવા સંજોગોમાં ગેરલાયક ઠરશે નહિ,
(ક) સદર બોર્ડોમાં હોદ્દો સ્વીકારતા પહેલા ભાગ અથવા હિત સંબંધ ધરાવવાની રાજ્ય સરકારની મંજૂરી મેળવી હોય
, (ખ) મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 મુજબ નોંધાયેલી કોઈ મંડળીમાં ભાગ અથવા હિત સંબંધ ધરાવતી હોય
, (૩) કોઈ વર્તમાનપત્રોમાં ભાગ અથવા હિત સંબંધ ધરાવતી હોય
(ઘ) કોઈ લોનનું ડિબેન્ચર અથવા હિત સંબંધ ધરાવતી હોય
(ચ) જે કોઈ ચીજનો પોતે નિયમિતપણે વેપાર કરતી હોય તેવી કોઈ વસ્તુ આ બોર્ડોને આપવા કે લેવા માટે સરકારી વર્ષમાં 500 થી 2000 રૂપિયા સુધીની અથવા બોર્ડ નક્કી કરે તેટલી રકમના વેચાણ ખરીદીમાં ભાગ અથવા હિત સંબંધ ધરાવતી હોય.
(૧) સરકારી વર્ષમાં 50 થી 200 રૂપિયા સુધીની રકમ માટે કોઈ ચીજ લેવામાં અથવા આપવામાં ભાગ કે હિત સંબંધ ધરાવતી હોય.
(જ) પાલીસ પટેલ હોઈને હોદ્દાની રૂએ ચૂંટણી કરનાર સ્થાનિક સત્તામંડળના નિયંત્રણ હેઠળના ગામના ઢોર પુરવાના ડબ્બાનો ડબ્બાવાળો હોય .