મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 | પ્રકરણ-2 -કલમ -6 થી 10

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 | પ્રકરણ-2 -કલમ -6 થી 10

Gujrat
0

 મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947 | પ્રકરણ-2 -કલમ -6 થી 10


    પ્રકરણ-2. જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલબોર્ડોની રચના

    ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ કાર્યરીતિ 

    કલમ-6.(1) ચૂંટણીનું પરિણામ જાહેર થયાની પંદર દિવસમાં જિલ્લાના ન્યાયાધીશને અરજી કરવી

    (2) તેની તપાસ ન્યાયાધીશથી ઊતરતી કક્ષાનો ન હોય તેવો ન્યાયાધીશ કરશે અને દિવાની સત્તા વાપરશે

    (6) જે કોઈ વ્યક્તિ

    (ક) મત માટે લલચાવવાના હેતુથી પૈસા,કિંમતી અવેજ,અંગત લાભનું વચન,ઈજા કરવાની ધમકી આપે અથવા (ખ) મત આપનાર વ્યક્તિથી જુદી હોય એવા મતદારના નામથી મત આપે,મેળવે અથવા તે આપવામાં મદદગીરી કરે તે વ્યક્તિએ ભ્રષ્ટચારણ કર્યું છે એમ ગણાશે.

    પાછળથી જણાયેલા ચૂંટણી વગેરેના સમયની ગેર લાયકાત 

    કલમ-6 8. (1) રાજ્ય સરકારને કરેલી રજૂઆત પરથી તેને એમ લાગે કે સ્કૂલ બોર્ડનો કોઈ સભ્ય,સભ્ય થવા માટે ગેર લાયક હતો અને પોતે તે કબૂલ ન કરે તો તે પ્રશ્ન નો નિર્ણય રાજ્ય સરકારે કરવો અને તે નિર્ણય આખરી ગણાશે.

    સભ્ય થયા પછીની ગેર લાયકાત

    કલમ-7 (1) સ્કૂલ (ક)બોર્ડનો કોઈ સભ્ય મુદત દરમિયાન,

     -બોર્ડની મંજૂરી મેળવ્યા સિવાય,

    -સ્કૂલ બોર્ડની બેઠકોમાં ઉપરાઉપરી ત્રણ મહિના સુધી અથવા લાગલગાટ ત્રણ બેઠકોમાં

    -એ બે માંથી જે મુદત લાંબી હોય તે મુઘ્ન દરમિયાન -ગેર હાજર રહે અથવા

    (ખ) કલમ-5 માં જણાવેલી કોઈ પણ ગેર લાયકાતને પાત્ર થાય -તો તે એવા સ્કૂલ બોર્ડ ના સભ્ય તરીકે ચાલુ રહેવાને અસમર્થ થશે અને તેની બેઠક ખાલી પડેલી ગણાશે.

    (2) આ કલમ મુજબ કોઈ પ્રશ્ન,તકરાર કે શંકા ઊભી થાય તો તેનો નિર્ણય કરવાના હેતુ માટે રાજ્ય સરકારનો નિર્ણય છેવટ નો ગણાશે.

    ગેરલાયક હોય ત્યારે સભ્ય તરીકે હાજરી આપવા અથવા મત આપવા માટે દંડ

    કલમ-7 ખ.(1) કોઈ વ્યક્તિ સભ્ય તરીકે ગેરલાયક હોવા છતાં,

    -સભ્ય તરીકે હાજરી આપે અથવા મત આપે, -તો કલેકટરને તેની જાન થયેથી,

    -જે દિવસે તે હાજરી આપે અથવા મત આપે તે દિવસથી દરેક દિવસના 50 રૂપિયાના દંડને પાત્ર થશે.

    (2) કલેક્ટરે આવી વ્યક્તિને વાજબી તક આપવી અને નિર્ણયની અને કારણોની લેખિત નોંધ કરવી.

    (૩) આ કલમ મુજબ દંડ ભરવાને પાત્ર થયેલ વ્યક્તિ,

     -આવા નિર્ણયના પંદર દિવસની અંદર

     -રાજ્ય સરકારને અપીલ કરી શકશે

     -રાજ્ય સરકારનો નિર્ણય છેવટનો રહેશે.

    બેઠક સમક્ષ રજૂ થયેલી બાબતમાં હિત સંબંધ હોવાના કારણસર અસમર્થતા

    કલમ-8. સ્કૂલ બોર્ડની બેઠક સમક્ષની કોઈ બાબતમાં જે કોઈ સભ્ય કલમ-5 ના ખંડ-છ માં જણાવ્યા પ્રમાણેનો કોઈ ભાગ કે હિત સંબંધ ધરાવતો હોય,

    – તો તે બાબતની ચર્ચામાં મત આપવો નહિ કે ભાગ લેવો નહિ, 

    – આવી રીતે આપેલો મત ગણતરીમાં લેવાશે નહિ.

    દુર્વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા બાબત 

    કલમ-9.(1) સ્કૂલ બોર્ડના,અથવા

    (2) જે જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ સભ્યોને ચૂંટયા હોય તેના,

    -તમામ સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ જેટલા સભ્યોના

    ટેકાવાની ભલામણ ઉપરથી

     કોઈ સભ્યને,

    -પોતાની ફરજ અદા કરવામાં દુર્વર્તન બદલ અથવા

     -કોઈ શરમજનક વર્તણૂક બદલ દોષિત થયો હોય અથવા 

    -કોઈ શારીરિક માનસિક અસમર્થતાને કારણે પોતાની ફરજો અદ્ય કરવામાં અસમર્થ થયો હોય

    તો હોદ્દા પરથી દૂર કરી શકાશે. 

    પરંતુ કારણ દર્શાવવાની વાજબી તક આપ્યા સિવાય હોદ્દા પરથી દૂર કરવો નહિ અથવા તેની ભલામણ કરતો કોઈ ઠરાવ કરવો નહિ.

    સભ્ય તરીકે રાજીનામું આપ્યા પછી દુર્વર્તન બદલ કોઈ વ્યક્તિની ગેર લાયકાત

    કલમ-9 (ક.)રાજીનામું આપ્યા બાદ તપાસ પછી દોષિત માલૂમ પડેલ સભ્યને,

     -હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખથી,

     -પાંચ વર્ષ કરતાં વધારે ન હોય તેટલી મુદત માટે, ગેરલાયક જાહેર કરી શકાશે.

    રાજ્ય સરકાર તેવા જ હુકમથી કોઈ પણ વ્યક્તિની એવી ગેર લાયકાત કોઈ પણ વખતે દૂર કરી શકશે.

    અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી



    કલમ-10.(1) દરેક સ્કૂલ બોર્ડે પોતાના સભ્યોમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષ ચૂંટવો.

    (2)-સ્કૂલબોર્ડના કુલ સભ્યો પૈકી ઓછામાં ઓછા બે તૃતીયાંશ જેટલા સભ્યોએ ઠરાવની તરફેણમાં આપેલા મતથી,

     -ઠરાવની તરફેણમાં મત આપનાર સભ્યોની સંખ્યા સ્કૂલબોર્ડના સભ્યોની કુલ સંખ્યાના બે તૃતીયાંશ કરતાં ઓછી પણ અડધા કરતાં વધારે હોય ત્યારે રાજ્ય સરકારની મંજુરીથી, 

    -અધ્યક્ષને અથવા ઉપાધ્યક્ષને એવા ઠરાવની ઓછામાં ઓછા બે અઠવાડિયાની નોટિસ આપીને, 

    -કારણ દર્શાવવાની તેને વાજબી તક આપીને,

    અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવો એવા મતલબનો ઠરાવ પસાર કરીને તેને હોદ્દા પરથી દૂર કરી શકાશે.

    .(3) દરેક અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ

    , -સ્કૂલબોર્ડની રજા વગર,

    -સતત ત્રણ મહિના કરતાં વધારે મુદત સુધી જિલ્લામાંથી ગેરહાજર રહે

    -તેઓ અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ હોતા બંધ થશે.

    (4) સ્કૂલબોર્ડે પોતાની કુલ મુદત કુલ છ મહિના કરતાં વધારે મુદત માટે કોઈપણ રજા પેટા-કલમ (૩) મુજબ આપવી નહિ.

     (5) પેટા-કલમ (૩) મુજબ ઉપાધ્યક્ષને રજા મંજૂર કરવામાં આવે ત્યારે કોઈ સભ્યને એવી રજાની મુદત દરમિયાન ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવો.જાતિઓ.

    લોકલ બોર્ડ ન હોય ત્યાં જિલ્લા સ્કૂલ બોર્ડ ને બદલે સત્તાધિકારી નીમવા બાબત

    કલમ-10 ક.(1) આ અધિનિયમમાં ગમે તે મજદૂર હોય તે છતાં અને કલમ ૧૮-૭ માં બીજી રીતે ઠરાવ્યું હોય તે સિવાય, જિલ્લા લોકલ બોર્ડ સ્થાપવામાં આવ્યું ન હોય તેવા કોઈપણ જિલ્લામાં આ અધિનિયમ મુજબની જિલ્લા સ્કૂલબોર્ડની સત્તા અને ફરજો રાજ્ય સરકાર નીમે તે સત્તાધિકારીએ વાપરવી અને બજાવવી. આવી સત્તા અને ફરજો રાજ્ય સરકાર વખતોવખત આપે તે આદેશો અનુસાર વાપરવી અને બજાવવી..




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !