બદલીમાં અગ્રતા : પ્રકરણ-E
- (૧) વિધવા/વિધુર
- (ર) દિવ્યાંગ
- (3) પ્રાથમિક શિક્ષક દંપતી
- (૪) સરકારી નોકરી કરતા દંપતી(જેના કરારમાં ભવિષ્યમાં નિયમિત મહેકમમાં સમાવવાનો ઉલ્લેખ ના કરેલ હોય તેવા કરાર આધારિત અધિકારી/કર્મચારી સિવાય)
- (૫) શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક પતિ/પત્ની(જેના કરારમાં ભવિષ્યમાં નિયમિત મહેકમમાં સમાવવાનો ઉલ્લેખ ના કરેલ હોય તેવા કરાર આધારિત અધિકારી/કર્મચારી સિવાય)
- (૬) વાલ્મિકી
(બ) અગ્રતાનો લાભ સમગ્ર નોકરી દરમિયાન જિલ્લામાં આંતરિક માંગણી બદલીમાં એક વાર અને જિલ્લા ફેર માંગણી બદલીમાં એક વાર મેળવી શકાશે અને, અગ્રતા કેટેગરીમાંથી કોઇ પણ એક જ કેટેગરીનો લાભ મેળવી શકાશે.
- (ક) વિધવા/વિધુરના કિસ્સામાં પુન: લગ્ન કરેલ નથી તે મતલબનું તથા દિવ્યાંગતા, પ્રાથમિક શિક્ષક દંપતી, સરકારી નોકરી કરતા દંપતી, શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક દંપતી તથા વાલ્મિકીના કિસ્સામાં અગાઉ અન્ય કોઇ પણ પ્રકારની બદલીમાં અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનુ સ્વઘોષણા(Self Declaration) ફોર્મ રજૂ કરવાનું રહેશે. દંપતીના કિસ્સામાં લગ્ન નોધણી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અગ્રતાનો લાભ મેળવ્યા અંગેની નોંધ સંબંધિત વિદ્યાસહાયક/શિક્ષકની સેવાપોથીમાં કરવાની રહેશે. પુરાવાના અભાવે ઉકત (૧) થી (૬) માં દર્શાવેલ કેટેગરી માટે અગ્રતાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
વિધવા/વિધુર :
- બદલી કરવાના સમયે વિધવા/વિધુર હોય તેવા વિદ્યાસહાયક/શિક્ષકને અગ્રતા મેળવવા માટેના કિસ્સામાં નોકરીમાં લાગ્યા પહેલા કે નોકરીમાં લાગ્યા પછી વિધવા/વિધુર થયેલ કર્મચારીનો સમાવેશ થશે. જેએએ વિધવા/વિધુર હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ તથા પતિ/પત્નીના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે.
દિવ્યાંગતા :
- દિવ્યાંગતાની અગ્રતા મેળવવા માટે દિવ્યાંગ વિદ્યાસહાયક શિક્ષકએ બદલીના સમયે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સિવીલ સર્જનશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને ૪૦% કરતાં ઓછી દિવ્યાંગતા ધરાવનાર વિદ્યાસહાયક/શિક્ષકને આ અગ્રતાનો લાભ મળશે નહી. પ્રાથમિક શિક્ષક દંપતી :
- શિક્ષક દંપતીની અગ્રતા મેળવવા માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમા વિદ્યાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા તથા પતિ/પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તે શાળાના મુખ્યશિક્ષકશ્રીએ આપેલ આ સાથે પરિશિષ્ટ-૧માં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. મુખ્ય શિક્ષકે આવું પ્રમાણપત્ર સત્વરે આપવાનું રહેશે.
સરકારી નોકરી કરતા દંપતી (જેના કરારમાં ભવિષ્યમાં નિયમિત મહેકમમાં સમાવવાનો ઉલ્લેખ ના કરેલ હોય તેવા કરાર આધારિત અધિકારી/કર્મચારી સિવાય) :
- સરકારી નોકરી કરતાં દંપતીની અગ્રતા મેળવવા માટે ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની સેવાઓમાં તથા ગુજરાત સરકાર/કેન્દ્ર સરકાર સ્થાપિત તથા સંચાલિત બોર્ડ/નગરપાલિકા/મહાનગરપાલિકા/નિગમ/જાહેર સાહસની કંપની રાષ્ટ્રીયકૃત બેન્ક/જાહેર સાહસોની કચેરીઓમાં ફરજ બજાવતાં હોય અને જેમણે કેન્દ્ર સરકાર/રાજય સરકારની જે તે ખાતા વિભાગમાં માન્ય ભરતી પદ્ધતિથી નિમાયેલ (જેના કરારમાં ભવિષ્યમાં નિયમિત મહેકમમાં સમાવવાનો ઉલ્લેખ ના કરેલ હોય તેવા કરાર આધારિત અધિકારી/કર્મચારી સિવાય) અને તે ખાતામાં/સેવામાં ૩(ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને તેમના પતિ/પત્ની જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક/શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી રજિસ્ટ્રારશ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા બદલી માંગનારના પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટ-૧માં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.
- સરકારી કર્મચારીની કચેરી ગુજરાત સરકારની કે પંચાયત સેવાની કે કેન્દ્ર સરકારની છે કે રાજય/કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત અને સંચાલિત બોર્ડ/નગરપાલિકા /મહાનગરપાલિકા /રાષ્ટ્રીયકૃત બેન્ક/ જાહેર સાહસની કંપની/જાહેર સાહસોની કચેરી છે તેની સાબિતી માટે જે કાયદા/જાહેરનામા/ઠરાવથી સદર બોર્ડ/નગરપાલિકા/મહાનગરપાલિકા /જાહેર સાહસની કંપની/ રાષ્ટ્રીયકૃત બેન્ક/ જાહેર સાહસોની કચેરીની સ્થાપના/સંચાલન કરવામાં આવતું હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.
શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતાં કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક પતિ/પત્ની
ઃ (જેના કરારમાં ભવિષ્યમાં નિયમિત મહેકમમાં સમાવવાનો ઉલ્લેખ ના કરેલ હોય તેવા કરાર આધારિત અધિકારી/કર્મચારી સિવાય)
- શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતાં કર્મચારીના વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક પતિ/પત્નીને અગ્રતા મેળવવા માટે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનું અનુદાન કે સહાયક અનુદાન મેળવતી પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, અધ્યાપન મંદિરો, કોલેજો, યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માન્ય ભરતી પદ્ધતિથી નિમાયેલ હોય અને જેમણે ૩(ત્રણ) વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય અને તેમના પતિ/પત્ની જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક/ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા પતિ/પત્નીએ પોતાનું લગ્ન નોંધણી રજિસ્ટ્રારશ્રીએ આપેલ લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તથા અરજદારના પતિ/પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ આ સાથે પરિશિષ્ટ-૧ માં દર્શાવેલ નિયત નમૂનાનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.
- શૈક્ષણિક અનુદાનિત સંસ્થા, પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, અધ્યાપન મંદિરો, કોલેજો, યુનિવર્સીટીઓ કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ કે જે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનું અનુદાન કે સહાયક અનુદાન મેળવે છે તેની સાબિતી માટે જે કાયદા/ જાહેરનામા/ઠરાવથી નકકી કરવામાં આવેલ હોય તેનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે.
વાલ્મિકી :
વાલ્મિકીની અગ્રતા મેળવવા માટે વાલ્મિકી વિદ્યાસહાયક/શિક્ષકએ વાલ્મિકી હોવા બાબતનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના આધારે અગ્રતા આપવામા આવશે.
👉ALSO READ