બદલી સમયે છૂટા કરવાની કાર્યપદ્ધતિ :
(૧) તમામ પ્રકારની જિલ્લા આંતરિક અને જિલ્લાફેર બદલી મેળવેલ વિદ્યાસહાયક/શિક્ષ શાળામાંથી છૂટા કરતી વખતે શાળામાં ધોરણ-૧ થી ૫ અને ધોરણ-૬ થી ૮ અલગ અ એકમ ગણવાનું રહેશે.
ત્યારબાદ શાળાના અલગ અલગ એકમમાં ૫૦% મહેકમ જળવાતુ તો વિદ્યાસહાયક/શિક્ષકોને સૌ પ્રથમ છૂટા કરવાના રહેશે અને આવી રીતે છૂટા કરા વિદ્યાસહાયક/શિક્ષકની જગ્યાએ અન્ય શિક્ષક ન આવે ત્યાં સુધી પ્રવર્તમાન જોગવાઇ મુ પ્રવાસી/જ્ઞાન સહાયક શિક્ષકોથી ખાલી જગ્યા ભરવાની રહેશે
છુટા કરવા માટે જવાબદાર અધિકારી
(2) વધથી બદલી થયેલ વિદ્યાસહાયક/શિક્ષકને કાર્ય દિન-૫માં ફરજિયાત છૂટા કર જવાબદારી જે તે મુખ્ય શિક્ષકની રહેશે. તે સિવાયની બદલીઓમાં શાળાનું વિભાગવાર(ધો.૫ તથા ૬ થી ૮ (અલગ-અલગ) ૫૦% મહેકમ જળવાતું હોય તે રીતે કાર્યદિન-૭ માં ફરજિયાત શાળા/તાલુકા/જિલ્લા કક્ષાએથી છૂટા કરવાના રહેશે તથા વિદ્યાસહાયક/ શિક્ષકમાંથી પહેલા શ્રેયાન(Senior) શિક્ષકને છૂટા કરવાનાં રહેશે. એટલે કે બદલી પામનાર શિક્ષક = શાળામાંથી બદલી પામે છે તે શાળાની દાખલ તારીખના આધારે પ્રવરતા (સિનીયોરીટી) કરવાની રહેશે. આ સૂચનાનો અમલ થાય તે જોવાની જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની રહેશે.
તમામ પ્રકાર ની જિલ્લા આંતરિક માંગણીની બદલીમાં છૂટા થવા માટે ૫૦% મહેકમ જળવા જોવાની જવાબદારી સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકની રહેશે અને જિલ્લાફેર બદલીના કિસ્સા માં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીશ્રીની રહેશે.
પ્રવાસી/જ્ઞાનસહાયક
(૪) ત્યારબાદ ઉભી થયેલી ઘટ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવાસી/ શિક્ષકથી ખાલી જગ્યા ભરવા માટેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવાની અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવાસી/જ્ઞાનસહાયક શિક્ષકથી સત્વરે ખાલી પુરાય તેમ કરવાનું રહેશે.
(૫) આ સૂચનાઓ હોવા છતાં વિદ્યાસહાયક/શિક્ષક વહીવટી કારણોસર કે શિક્ષક ઘટ સિવાય છૂટા થશે કે મોડા છૂટા કરવામાં આવશે તો આવા વિદ્યાસહાયક/ શિક્ષક સામે શિસ્ત વિ.કાર્યવાહી કરવામાં આવશે. અને સંબંધિત શાળાના મુખ્ય શિક્ષકની જવાબદારી નકકી કરી વિષયક કાર્યવાહી કરવાની રહેશે. આવી ઘટના ધ્યાને આવ્યેથી તાલુકા પ્રા શિક્ષણાધિકારીએ સત્વરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અહેવાલ કરવાનો રહેશે.
👉ALSO READ