જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી : પ્રકરણ L
- (૧) જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી માટે હાલ જે જિલ્લામાં વિભાગ/વિષય મુજબના પ્રતિક્ષા યાદીના રજિસ્ટર નિભાવેલ છે તે જિલ્લાના કિસ્સામા આ ઠરાવ થયાની તારીખ પછી જે તે વિભાગ/વિષયની પ્રતિક્ષા યાદીઓ પુર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેર અરસપરસ સિવાયની કોઇ પણ પ્રકારની જિલ્લાફેર બદલી માટેની જે તે વિભાગ વિષયની અરજીઓ સ્વીકારવાની રહેશે નહી. જે જિલ્લામાં જે તે વિભાગ/વિષયમાં જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી માટેની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા યાદી પૂર્ણ થયા બાદ પછીના બીજા જ વર્ષથી જિલ્લાફેર એકતરફી ઓનલાઇન(Online) બદલીઓ કરવાની રહેશે.
- (૨) નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નક્કી કરે તે માસની પહેલી તારીખે જિલ્લામાં ખાલી પડનાર તમામ જગ્યાઓ વિભાગ વિષય મુજબ જિલ્લાફેર બદલીથી ભરી શકાશે. જિલ્લાફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના ૫૦ ટકા જગ્યાઓ આ ઠરાવના અગ્રતા પ્રકરણ-(E)(અ) ની જોગવાઇ મુજબ ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે.
- (3) જિલ્લાફેર બદલી અંગેની જે તે જિલ્લામાં જિલ્લા ફેરબદલી રજિસ્ટરમાં નોંધાયેલ અરજીઓ પૈકી બાકી અરજીઓને નીચે મુજબના વિભાગ/વિષયમાં પ્રકરણ- E ના (અ) મુજબની અગ્રતા અને સામાન્ય શ્રેયાનતા મુજબ વહેંચવાની રહેશે અને તે મુજબ ૮ પ્રકારના શ્રેયાનતા રજિસ્ટર નિભાવવાના રહેશે.
૮ પ્રકારના શ્રેયાનતા રજિસ્ટર
- (૧)પ્રાથમિક( ધો.૧ થી ૫ ) અગ્રતા (૩)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) -ભાષાઓ અગ્રતા વિજ્ઞાન અગ્રતા(૭) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) સામાજિક વિજ્ઞાન અગ્રતા(ર) પ્રાથમિક( ધો.૧ થી ૫ ) શ્રેયાનતા (૪)ઉચ્ચ પ્રાથમિક( ધો.૬ થી ૮ ) - ભાષાઓ શ્રેયાનતા(૫) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮ ) - ગણિત (૬) ઉચ્ચ પ્રાથમિક( ધો. ૬ થી ૮ ) -ગણિત વિજ્ઞાન શ્રેયાનતા(૮) ઉચ્ચ પ્રાથમિક ( ધો. ૬ થી ૮ ) - સામાજિક વિજ્ઞાન શ્રેયાનતા
પ્રાથમિક વિભાગ ધો.૧ થી ૫ માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લામાં ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ થયેથી જે વર્ષે જિલ્લાફેર માટે કરેલ અરજી જે તે જિલ્લામાં નોંધાયેલ હોય તે વર્ષને ધ્યાને લઈ પ્રવરતા(સિનિયોરીટી) યાદીમાં તે અરજીનો સમાવેશ કરવાનો રહેશે.
- ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધો.૬ થી ૮ માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લામાં ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ થયેથી જે વર્ષે જિલ્લાફેર માટે કરેલ અરજી જે તે જિલ્લામાં નોંધાયેલ હોય તે વર્ષને ધ્યાને લઈ પ્રવરતા(સિનિયોરીટી) યાદીમાં તે અરજીનો સમાવેશ કરવાની રહેશે.
ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે શિક્ષકો દ્વારા તેઓ ધો.૧ થી ૫ મા કામ કરતા હતા અને જિલ્લાફેર બદલીની અરજી કરેલ હોય અને ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક વિભાગનો વિકલ્પ સ્વીકારેલ હોય અને તેની જાણ જે જિલ્લામાં અરજી કરેલ છે તે જિલ્લાને કરેલ હોય તેવા કિસ્સામાં તેઓની અરજી ધો.૬ થી ૮ મા જે તે વિષયના રજિસ્ટરમાં નોંધવાની રહેશે અને આ માટે તેઓએ ધો.૧ થી ૫ માં જિલ્લાફેર બદલીની મૂળ અરજી જે વર્ષે કરેલ હોય તે વર્ષથી તેઓની પ્રવરતા(સિનિયોરીટી) ગણવાની રહેશે.
અગ્રતાનો લાભ
- અગ્રતાનો લાભ આપવાના કિસ્સામાં જે વર્ષમાં અગ્રતા માટે અરજી કરે ત્યારથી જ અગ્રતાની યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. એટલે કે અગાઉ અરજી કરેલ હોય અને ત્યાર પછીના વર્ષોમાં અગ્રતાના લાભ માટે અરજી કરે તો જે વર્ષે અગ્રતાના લાભ માટેની અરજી આપેલ હોય તે વર્ષથી અગ્રતાની યાદીમાં સમાવેશ કરવાનો રહેશે.
- વિદ્યાસહાયક/શિક્ષક સામે ખાતાકીય તપાસ ચાલુ, સૂચિત કે પડતર હશે તથા પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય તથા સરકારી લેણું બાકી હોય તેઓની કોઈ પણ પ્રકારની જિલ્લાફેર બદલીની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહી. પરંતુ જિલ્લામાં આંતરિક બદલી થઇ શકશે અને તેની વિગતો આંતરિક બદલી જે તાલુકામાં થાય તે સબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે.
👉જિલ્લાફેર બદલી અન્વયે વિદ્યાસહાયક/શિક્ષકને છૂટા કરતાં પહેલા તેમની પાસેથી મકાન બાંધકામ પેશગી/વાહન પેશગી સિવાય અન્ય સરકારી લેણાની વસૂલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગી/વાહન પેશગીની બાકી વસૂલાતની વિગતો વિદ્યાસહાયક /શિક્ષકના છેલ્લા પગારના પ્રમાણપત્ર(એલ.પી.સી.)માં દર્શાવવાની રહેશે તથા મકાન બાંધકામ પેશગી/વાહન પેશગીની મૂળ ફાઇલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે.
- 👉જિલ્લાફેર બદલીની કાર્યવાહી જાહેર કેમ્પ દ્વારા કરવાની રહેશે. જે માસમાં કેમ્પ જાહેર થાય તે માસની પહેલી તારીખે જે જગ્યા ખાલી હોય તે જગ્યાઓ કેમ્પમાં વિભાગ/વિષય મુજબ નોટિસ બોર્ડ પર દર્શાવવાની રહેશે. કેમ્પમાં શાળા પસંદગી ન કરનાર તથા કેમ્પમાં ગેરહાજર રહેનાર ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકનો પ્રવરતા(સિનિયોરીટી) ક્રમ કાયમી રદ ગણી, ત્યાર પછીના અગ્રતા શ્રેયાનતા વાળા ઉચ્ચ પ્રાથમિક/પ્રાથમિક શિક્ષકની બદલી કરવાની રહેશે. આ સ્થિતિમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના બે ગણાં શિક્ષકોને પ્રવરતા(સિનિયોરીટી) યાદીમાથી બોલાવવાના રહેશે. તેમ છતાં પણ જગ્યા ખાલી રહે તો બીજા તબકકો(Second Round) કરી પ્રવરતા(સિનીયોરીટી) યાદીમાં ઉપલબ્ધ શિક્ષકોને જ જિલ્લાફેરની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે.
- 👉જિલ્લાફેર બદલીમાં પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે તે વર્ષની અગ્રતા/ શ્રેયાનતા યાદી પૂરી થયા બાદ જ પછીના વર્ષની અગ્રતા શ્રેયાનતા યાદીમાંથી જિલ્લાફેરની નિમણુંક આપવાની રહેશે. બદલી માટે અગ્રતા તથા સામાન્ય એમ બંને પ્રકારની શ્રેયાનતા યાદી અલગઅલગ બનાવવાની હોવાથી અગ્રતા ક્રમવાળી જે તે વર્ષની યાદી પૂરી થઇ જાય અને છતાંય તે વિભાગ વિષય માટે બદલીથી ભરવાની જગ્યાઓ ઉપલબ્ધ હોય તો તે પછીના બીજા વર્ષની અગ્રતાની યાદીમાંથી પણ તે જગ્યાઓ ભરી શકાશે.
- 👉ઉપરોક્ત તમામ ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા વધારાના ઉમેદવાર પરત જશે. પરંતુ તેઓનો હકક આગામી કેમ્પ માટે ચાલુ રહેશે.