Hot Posts

6/recent/ticker-posts

જિલ્લાફેર એકતરફી ઓનલાઇન(Online) બદલી : પ્રકરણ-M

 પ્રકરણ-M

    જિલ્લાફેર એકતરફી ઓનલાઇન(Online) બદલી :


     નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ નકકી કરે ત્યારે જે જિલ્લામાં વિભાગ/વિષય મુજબના જ્યારે પ્રતિક્ષા યાદીના રજિસ્ટર નથી એટલે કે તેઓના જિલ્લામા જિલ્લાફેર બદલીથી આવનારની અગ્રતા સામાન્ય શ્રેયાનતા મુજબ જે તે વિભાગ/વિષયની શ્રેયાનતા રજીસ્ટરે એક પણ અરજી બાકી રહેવા પામેલ નથી તેવાં જિલ્લાઓએ વિદ્યાસહાયક/શિક્ષકની જે તે વિભાગ/વિષયની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા જે પણ પૂર્ણ થયેલ હોય તેની જિલ્લાફેર એકતરફી બદલી ઓનલાઈન પદ્ધતિથી કરવાની રહેશે. જે જિલ્લામાં વિભાગ વિષય/માધ્યમ વાર શ્રેયાનતા યાદી પૂર્ણ થતા ખાલી જ્ગ્યા રહેલ હોઇ તે જિલ્લામાં સામાન્ય સંજોગોમાં તે જ વર્ષે ઓનલાઇન જિલ્લાફેર બદલી કેમ્પ કરવાનો રહેશે. જયારે બદલી કેમ્પ જાહેર થાય તે માસની પહેલી તારીખની સ્થિતિએ વિભાગ/વિષયવાર ચોખ્ખી તમામ ખાલી જગ્યાઓ જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે. ઉક્ત તમામ ખાલી જગ્યાઓની ૫૦ ટકા જગ્યાઓ પ્રકરણ-(E)(અ) મુજબની અગ્રતાથી ભરી શકાશે. બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે જિલ્લાફેર બદલીથી ભરવાની રહેશે.

    ઓનલાઇન બદલી વર્તમાનપત્રમાં જાહેરાત

    • જિલ્લામા ચોખ્ખી તમામ ખાલી જગ્યા મુજબ જિલ્લાફેર ઓનલાઇન બદલી માટે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન અરજીઓ મંગાવી ઓનલાઇન (Online) પદ્ધતિથી બદલી કરવાની રહેશે.
    • જે તે જિલ્લાની તાલુકાવાર ચોખ્ખી ખાલી જગ્યાવાળી શાળાઓની યાદી, પ્રાથમિક વિભાગની ખાલી જગ્યાવાળી શાળાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિષયવાર ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે

    .(૧. ભાષા, ૨.ગણિત-વિજ્ઞાન ૩.સામાજિક વિજ્ઞાન) ની મંજૂર થયેલ મહેકમ મુજબ ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.

     👉જિલ્લાફેર એકતરફી ઓનલાઇન બદલી કેમ્પ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે શાળાવાર વિભાગ/વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓની ચકાસણી કરાવી ખરાઇ કરીને સંકલિત કરી જિલ્લા કક્ષાએથી ભરવાપાત્ર જગ્યાઓ જ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.

    રહેશે.




    ઓનલાઇન અરજી સબમિટ

    1. જે વિદ્યાસહાયક/શિક્ષક જિલ્લાફેર એકતરફી બદલી કરાવવા ઇચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ/વેબપોર્ટલ પર માગેલ વિગતો ભરી ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે. વિદ્યાસહાયક/શિક્ષક જિલ્લાફેર એકતરફી ઓનલાઇન બદલી કેમ્પ બે ભાગમાં કરવાનો રહેશે. જેમાં પ્રથમ ભાગમાં વિદ્યાસહાયક/શિક્ષકએ જિલ્લાની પસંદગી કરવાની રહેશે. જિલ્લા પસંદગી દરમિયાન દર્શાવેલ તમામ જિલ્લામાંથી વધુમાં વધુ કોઇ પણ ત્રણ જિલ્લા અગ્રીમતાના ધોરણે પસંદ કરવાના રહેશે. અને બીજા ભાગમાં પસંદ કરેલ જિલાની શાળાઓ અગ્રિમતાના ધોરણે પસંદગી કરવાની રહેશે. જો કોઇ વિદ્યાસહાયક શિક્ષક પ્રથમ ભાગમાં જિલ્લા પસંદ કર્યા બાદ બીજા ભાગમાં પસંદ કરેલ જિલ્લાની એક પણ શાળા પસંદ નહિ કરે તો તેની અરજી જે તે વર્ષ માટે રદ ગણાશે.

    👉પ્રથમ રાઉન્ડના અંતે બાકી રહેલ ખાલી જગ્યા તથા પ્રથમ રાઉન્ડમાં બદલી થવાના કારણે ખાલી પડેલ જગ્યાઓની યોગ્ય ચકાસણી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જનરલ રાઉન્ડ માટે ઓનલાઇન ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. સામાન્ય તબકકા(General Round)માં પણ પ્રથમ તબકકામાં(First Round)ની જેમ પ્રક્રિયા અનુસરવાની રહેશે. પરંતુ પ્રથમ તબકકામાં(First Round)માં જેઓની અરજી રદ કરવામાં આવેલ છે. તે સામાન્ય તબકકા(General Round)માં ભાગ લઇ શકશે નહિ.

    ખાતાકીય તપાસ 

    •  👉વિદ્યાસહાયક/શિક્ષક સામે કોઇ ખાતાકીય તપાસ ચાલુ, સૂચિત કે પડતર હશે કે પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય કે સરકારી લેણુ બાકી હોય કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી અહેવાલમાં વિરુધ્ધ નોંધ હોય તેઓની કોઇ પણ પ્રકારની જિલ્લાફેર બદલીની માગણી ગ્રાહ્ય રાખી શકાશે નહિ. પરંતુ જિલ્લામાં આંતરિક બદલી થઇ શકશે અને તેની વિગતો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે.
    • 👉જિલ્લાફેર બદલી અન્વયે વિદ્યાસહાયક/શિક્ષકને છૂટા કરતા પહેલા તેમની પાસેથી મકાન. બાંધકામ પેશગી/વાહન પેશગી સિવાય અન્ય સરકારી લેણાની વસુલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગી/ વાહન પેશગીની બાકી વસુલાતની વિગતો વિદ્યાસહાયક/શિક્ષકના એલ.પી.સી.માં દર્શાવવાની રહેશે તથા મકાન બાંધકામ પેશગી/વાહન પેશગીની મૂળ ફાઇલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે.

    અરજીની  પ્રિન્ટ

    1. 👉સબમિટ થયેલ અરજીની બે પ્રિન્ટ કાઢી કચેરીની નકલ સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર-પુરાવા જોડીને રજૂ કરવાની રહેશે.
    2. 👉સબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના લોગીન(Login)માં જઈ જરૂરી આધારપુરાવાની ચકાસણી કરી અરજી સ્વીકાર્યા અંગેની પહોંચ સબંધિત વિદ્યાસહાયક/શિક્ષકને આપવાની રહેશે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અરજી માન્ય/અમાન્યનો અભિપ્રાય આપી અમાન્ય હોય તો પોતાના લોગીન(Login)માં જઈ ઓનલાઈન યોગ્ય કારણો નોધવાના રહેશે તથા દિન-૩ માં માન્ય ન કરવાના કારણો સાથેની માન્ય/અમાન્ય તમામ અરજીઓ ઓનલાઈન(Online) તથા હાર્ડકોપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે.
    3.  👉સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી બાબતે જો કોઇ વાંધો રજૂ થયેલ હોય તો તે અંગે નિયમોનુસાર નિર્ણય લઇ તેઓને આપેલ પોતાના જિલ્લાના લોગઇનમાં જઇ વાંધાવાળી તથા બીજી આવેલ તમામ અરજીઓ અંગે ખરાઇ કરી માન્ય/અમાન્યનો સ્પષ્ટ નિર્ણય કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે. જેનો લેખિતમાં હુકમ કરી સંબંધિત વિદ્યાસહાયક/શિક્ષકને જાણ કરવાની રહેશે.

     ઉપર મુજબની કામગીરી પુર્ણ થયા બાદ વેબસાઇટ/વેબપોર્ટલ દ્વારા નિયમોનુસાર બદલીપાત્ર સબંધિત વિદ્યાસહાયક/શિક્ષકના બદલી હુકમ(Order) તૈયાર થશે.

    👉બદલી માટે અરજી કરેલ અને નિયમોનુસાર બદલીપાત્ર થતા વિદ્યાસહાયક/શિક્ષકએ વેબસાઇટ ઉપરથી બદલી ઓર્ડરની પ્રિન્ટ જાતે મેળવી લેવાની રહેશે.

    બન્ને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર બદલીના હુકમોની પ્રિન્ટ કરી ફાઇલે રાખવાના રહેશે તથા સમગ્ર બદલી હુકમોની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ખરાઇ કરવાની રહેશે.

     નિર્ણય

    • 👉ઓનલાઇન બદલી પ્રક્રિયામાં કોઇપણ વહીવટી ક્ષતિ ઊભી થાય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિર્ણય લેશે અને ટેકનિકલ ક્ષતિ ઊભી થાય તો તેનો આખરી નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ લેવાનો રહેશે.
    •  👉ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પમાં વિદ્યાસહાયક/શિક્ષકએ માંગણી કરેલ શાળાઓમાંથી જો કોઈ પણ શાળાનો હુકમ જનરેટ ન થાય એટલે કે તેણે પસંદ કરેલ શાળાઓમાંથી કોઈ પણ શાળાનો હુકમ ન મળે ત્યાં સુધી નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા જાહેર કરવામાં આવતા તમામ જિલ્લાફેર ઓનલાઈન બદલી કેમ્પમાં તે ભાગ લઇ શકશે. પરંતુ એક વાર પસંદ કરેલ શાળાનો હુકમ મળે તે કોઈ પણ સંજોગોમાં રદ થઇ શકશે નહી.
    • 👉કમ્પ્યુટરાઇઝડ બદલી હુકમમાં જે જિલ્લામાં બદલીથી જવાનું છે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રિન્ટ થયેલી સહી માન્ય ગણાશે.
    •  👉નગરપાલિકા/મહાનગર પાલિકા વિસ્તારની નગર શિક્ષણ સમિતિઓ માટે શાસનાધિકારીશ્રીએ ઉપર મુજબની કાર્યવાહી કરવાની રહેશે.



    બદલી ઠરાવ ની વ્યાખ્યા ઓ માટે અહીંયા ક્લીક કરો 

    જિલ્લાફેર એકતરફી ઓફલાઇન(Offline) બદલી 


    JILLA FER SINIYORITI LIST 


    Post a Comment

    0 Comments