આઠમું પગાર પંચ નહી આવે: સંસદમાં સરકારનો સ્પષ્ટ સંકેત
ફોર્મ્યુલા બદલાવ :પગાર પંચ
કેન્દ્રના કર્મચારીઓ તથા તેના આધારે રાજયોના કર્મચારીઓને પણ દર 10 વર્ષે મળતા નવા વેતન પંચના લાભોમાં હવે મોદી સરકાર ફોર્મ્યુલા બદલવા જઈ રહી છે અને અત્યાર સુધી જે સાત પગાર પંચ રચાયા હતા તે ફોર્મ્યુલા મુજબ આઠમું પગાર પંચ રચાય તેવી શકયતા નથી. ગઈકાલે સંસદમાં આ અંગે પુછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કર્મચારીઓના પગાર-ભથ્થા તથા અન્ય નોકરીની શરતોમાં જે રીતે ફેરફાર કરવા સાતમું પગાર પંચ 2014માં આવ્યુ હતું પણ મોદી સરકાર તે ફોર્મ્યુલામાં બદલાવ કરવાનું વિચારી રહી છે. સાતમા પગાર પંચનો અમલ 2016થી થયો હતો અને તેના આધારે હાલ કેન્દ્રના અને મોટાભાગના રાજયોના કર્મચારીઓને પગાર-ભથ્થા વિ. મળે છે.
WHAT UP JOIN | |
FECEBOOK |
કેન્દ્રના નાણા રાજયમંત્રી શ્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે કર્મચારીઓ તથા પેન્શનરોના પગાર ધોરણો અંગે આઠમું પગાર પંચ લાવવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. દર 10 વર્ષે આ પ્રકારના વેતન આયોગ આવે છે પણ હાલ સરકાર તેના પર કોઈ કામ કરી રહી નથી અને હાલ પગાર સ્ટ્રકચરમાં બદલાવ કરવાની પણ યોજના નથી.
પર્ફોમન્સ આધારીત વ્યવસ્થા: પગાર
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કર્મચારીઓના પગાર-ભથ્થા વિ. નિશ્ર્ચિત કરવા કોઈ નવી ફોર્મ્યુલા જરૂરી છે અને અમો હાલ તેના પર કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે એ પણ નિશ્ર્ચિત કર્યુ છે કે હવે પર્ફોમન્સ આધારીત વ્યવસ્થા જરૂરી છે અને કર્મચારીઓને તેમના કામના દેખાવના આધારે રેટીંગ મળશે અને તે પ્રમાણે તેના પગાર-ભથ્થામાં વધારો થશે.
સરકાર પેન્શનરોને પણ આ પ્રકારે કોઈ ફોર્મ્યુલા હેઠળ લાવવા અને તેમની આર્થિક સલામતી પણ જોખમાય નહી તે જોવા માંગે છે અને તેના માટે કોઈ નવા વેતન પંચની જરૂર નથી. જો કે હાલના પગાર પંચની જોગવાઈ મુજબ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે. હાલ કેન્દ્રીય કર્મચારીઓને જૂન-2023 મુજબ 42% મોંઘવારી ભથ્થુ મળે છે. જેમાં 4%નો વધારો થશે.
આ પણ વાંચો