બંધારણ માં શેક્ષણિક જોગવાઈઓ // Educational Provisions in the Constitution

બંધારણ માં શેક્ષણિક જોગવાઈઓ // Educational Provisions in the Constitution

Gujrat
0

ગુજરાત રાજ્ય સરકાર ની શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં   બંધારણ માં શેક્ષણિક જોગવાઈઓ અને બંધારણ હોય છે ,અહીંયા આ  બાબત ને ધ્યાને રાખી કેટલીક જોગવાઈઓ જે જે રાજ્ય સરકાર ની પરીક્ષા માં પુછાતી હોય છે ,આ લેખ માં આવી બંધારણ માં શિક્ષણ ની જોગવાઈ ને આવરી લેવામાં આવી છે .



બંધારણમાં શૈક્ષણિક જોગવાઇઓ

ભારતીય બંધારણની કલમ -15 મુજબ શૈક્ષણિક સંસ્થા કોઈપણ વ્યક્તિને ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મ સ્થળના કારણે ભેદભાવ કે પ્રતિબંધિત કરી શકાશે નહીં

ભારતીય બંધારણના આર્ટિકલ-51 (ક) માં માતા પિતા કે વાલીએ 6 થી 14 વર્ષના બાળકોને શૈક્ષણિક તકો પૂરી

બંધારણની કલમ-45 મુજબ - રાજ્ય બંધારણના અમલની શરુઆતથી 10 વર્ષના સમયગાળાની અંદર 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફ્ત અને ફરજિયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરશે.

2002માં 86માં બંધારણીય સુધારા અન્વયે શિક્ષણનો અધિકાર નામનો કાયદો ઘડવામાં આવ્યો અને તેને એપ્રિલ 2010 થી અમલમાં મૂકવામાં આવ્યો. આ સુધારા અન્વયે કલમ-21(ક) ઉમેરવામાં આવી. આ કલમ મુજબ દેશના તમામ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી સરકારની છે અને બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો.

 ભારતીય બંધારણમાં સ્ત્રીશિક્ષણ: બાબતે આર્ટિકલ-15(3) મુજબ ‘રાજ્ય નાગરિકોને જાતીયતાને આધારે ભેદભાવ નહીં કરે અને જરૂર જણાય તો સ્ત્રીઓ તેમજ બાળકોના ઉત્કર્ષ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરી શકશે.’

ભારતીય બંધારણની કલમ-29(2) મુજબ રાજ્ય સંચાલિત, રાજ્યની સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણના અધિકારના અમલથી આર્થિક સહાય લેતી કે નહી લેતી શાળાઓને આ લાગુ પડે છે.

બંધારણના અમલથી 1976 સુધી શિક્ષણનો સમાવેશ રાજ્ય યાદીમાં હતો. ઈ.સ. 1976 માં 42માં બંધારણીય અન્વયે શિક્ષણને સંયુક્ત યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ સુધારાથી શિક્ષણની જવાબદારી કેન્દ્ર અને સરકારોની સંયુક્ત બની.

કલમ -46 મા જણાવ્યા અનુસાર રાજ્યએ સમાજના નબળા વર્ગો વિશેષ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક તથા આર્થિક હિતોનું વિશેષ ધ્યાન આપી સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણથી રક્ષણ કરવું .

સમાજના નબળા વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકો માટે શિક્ષણની જોગવાઈઓ માં બંધારણની કલમ-17 મુજબ અસ્પૃશ્યતા ને લગતી બાબતો પ્રતિબંધિત છે. સમાજમાં અને શાળામાં આ પ્રકારનાં ભેદભાવ બાળકો વચ્ચે રાખવા ગેરબંધારણીય છે.

બંધારણમાં લઘુમતી શબ્દ અલ્પસંખ્યક માટે ઉપયોગમાં લેવાય છે. તે ધર્મ કે ભાષાકીય જૂથ હોઇ શકે. ભારતીય બંધારણમાં લઘુમતી સમુદાય માટે કલમ-30 માં જોગવાઈ કરવામાં આવી છે. કલમ 30(1) મુજબ તમામ ધાર્મિક કે ભાષાકીય લઘુમતી જાતિઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર રહેશે. કલમ 30(2) શિક્ષણ સંસ્થાઓને આર્થિક સહાય આપવાની બાબતમાં રાજ્ય કોઈપણ સંસ્થા પ્રત્યે તે ધાર્મિક કે ભાષાકીય લઘુમતીઓ દ્વારા સંચાલિત સંસ્થા છે તેવા કારણસર ભેદભાવ રાખી શકશે નહિ.

ભારતીય બંધારણની કલમ -28માં ઘોષણા કરવામાં આવી છે કે રાજ્યના નાણાંમાંથી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તેમજ સહાય દ્વારા ચાલતી અથવા રાજયે માન્ય કરેલી શિક્ષણ સંસ્થાઓમાં હાજરી આપનાર કોઈપણ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં કે સંસ્થા સાથે સંકળાયેલા મકાનમાં ચાલતી ધાર્મિક વિધિમાં હાજર રહેવાની ફરજ પાડી શકાય નહીં.

ભારતીય બંધારણમાં આર્ટિકલ-343માં હિન્દીને સંઘની ભાષા જાહેર કરી છે. સંઘ સરકારના પત્રવ્યવહારનું માધ્યમ હિન્દીમાં સ્વીકાર્યું છે. આ ઉપરાંત આર્ટિકલ-351માં તેના વિકાસ પ્રચાર માટેની વિશેષ વ્યવસ્થા કરવાની જવાબદારી રાજ્યની કરી છે. 

માતૃભાષામાં શિક્ષણ ભારતીય બંધારણના આર્ટિકલ-350 (ક)માં જોગવાઈ કરવામાં આવી છે, તે અનુસાર પ્રાથમિક શાળાના બાળકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે પૂરી પાડવી.


  શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


કેળવણી નિરીક્ષક મટીરીયલ

નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !