GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર

GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર

Gujrat
0

GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 




    GCSR પેન્શનના નિયમો 2002

    વય નિવૃત્તિ પેન્શન: (નિ-45)


    1. - નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન. 
    2. - વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
    3. - અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
    4. - જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે. 
    5.  _જજ/કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને 60/62 વર્ષે નિવ્રુત્તિ.. -
    6. -શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..


    નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51] 

    • 👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
    • 👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.

     

    20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ.

    1. 1 ત્રણ માસની નોટીસ જરૂરી.
    2. 2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
    3. નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
    4. 4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે. 
    5. 5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
    6. 6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.


    અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64)


    • 👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
    • 👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
    • 👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
    • 👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી, 
    • 👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી, 
    • 👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
    • 👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.


    વળતર પેન્શન: (નિ. 65 થી 67)




    • .1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
    • 2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.

    આમ ન થઇ શકે તો

    વળતર પેન્શન માટેનો અથવા

    બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.


    ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76)

    • ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
    • તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે. 
    •  જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી

    નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે

    1. + મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
    2. + ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
    3. + હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
    4. + ફરજ માટેની હવાઇ મુસાફરી

    👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.

    રહેમિયત પેન્શન : (નિ. 77 થી 79) 

    કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 




    1.  નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
    2.  ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.

    બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.

    આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.


    કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95)

     ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.

     કોને મળવાપાત્ર:

    • જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
    • છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
    • . કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત) 
    • નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે. 
    • જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.

    કુટુંબ પેન્શન:

     ક્યાં સુધી મળવાપાત્ર:

     💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન. 

    💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે

    💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા

    💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે. 

     💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.

    કુટુંબ પેન્શનની રકમ:

    1. કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે. 
    2. છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે. 
    3. નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
    4. અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર. 
    5.  કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
    6.  મિનિમમ રૂ. 9000 કુ.પે. મળવાપાત્ર છે.

    મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ની ગણતરી: (નિ. 81)


    1. પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ % (અડધો) પગાર જેટલી રકમ ગ્રેજ્યુઇટી મંજુર કરાશે.
    2. આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
    3. ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે,


    સેવાનાં વર્ષ

    મળવાપાત્ર ગ્રેજ્યુઇટી

    💢1  વર્ષથી ઓછી

    👉2 પગાર 

    💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી

    👉6 પગાર 

    💢5 વર્ષ કે વધુ - 11 વર્ષથી ઓછી 

    👉12 પગાર 

    💢11 વર્ષ કે વધુ - 20 વર્ષથી ઓછી 

    👉20 પગાર 

    💢20 વર્ષ કે વધારે

    👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ)


    પેંશન પુસ્તિકા ડાઉનલોડ કરો


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !