School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો

School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો

Gujrat
0

 ગુજરાત રાજ્ય ની પ્રાથમિક શાળાઓ માં સરળ અને વ્યવસ્થિત વહીવટ માટે 2010 થી શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવેછે . અગાઉ શાળા ના વહીવટ માટે vec વિલેજ એજ્યુકેશન કમિટી અસ્તિત્વ માં હતી .આપણે આ લેખ માં (SMC) શાળા વ્યવસ્થાપક સમિતિ જેને અંગ્રેજી માં School Management Committee એવા નામે ઓળખવામાં આવે છે . શિક્ષણ ની તમામ પરીક્ષાઓમાં આપને ઉપયોગી સાબિત થશે .



શાળા વ્યવસ્થાપક સમિતિ (SMC) બિન સહાયિતા શાળા સિવાયની દરેક શાળાએ નિયત તારીખથી છ મહિનાની મુદ્દતની અંદર શાળા વ્યવસ્થાપક સમિતિ ( SMC) ની રચના કરવી જોઈશે. આ સમિતિની દર બે વર્ષે પુન : રચના કરવી જરૂરી રહેશે. સમિતિ ૧૨ સભ્યોની બનશે .

SMC કમિટી ના સભ્યો 

👉 સમિતિના ૭૫% ટકા સભ્યો બાળકોના માતા-પિતા અથવા વાલીઓમાંથી રહેશે 

ધોરણ - ૧ થી ૪ ના બાળકોના માતા-પિતા/વાલીઓમાંથી 

૨ સભ્યો 

ધોરણ-૫ અને ૬ ના બાળકોના માતા-પિતા/વાલીઓમાંથી 

૩સભ્યો

ધોરણ -૭ અને ૮ના બાળકોના માતા-પિતા/વાલીઓમાંથી 

૪ સભ્યો

મારી સાથે જોડાઓ 

અહીંયા થી જોડાઓ 

અગત્ય ની બાબત :

  1. શાળાએ વંચિત જુથ અને નબળા વર્ગના બાળકોના માતાપિતા અથવા વાલીઓને સદરહુ સમીતીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવું બાકીના ત્રણ સભ્યો નીચે પ્રમાણે રહેશે.
  2. S.M.C.જેમાંથી ૫૦% સભ્યો મહિલા સભ્યો રહેશે
  3.  સમિતિની બેઠક ત્રણ મહિનામાં ઓછામાં ઓછા ૧ વખત મળશે
  4. સમિતિમાં સભ્ય તરીકે હોય તેવા માતા- પિતા તરીકેના ૭ સભ્યો સભ્યોમાંથી સમિતિના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી કરવી.

👉બાકી ના 3 ત્રણ સભ્યો નીચે મુજબ ના રહેશે 


(ક) સ્થાનિક સત્તા મંડળના ચુંટાયેલા સભ્યોમાંથી ૧

(ખ) ગ્રાન્ટ મેળવતી શાળાઓના કિસ્સામાંથી અથવા ટ્રસ્ટમાંથી ૧ સભ્ય 

ખ) શાળાના શિક્ષકોમાંથી નક્કી કરેલ ૧ સભ્ય જે સભ્ય સચિવ રહેશે.

(ગ) સમિતિમાં હોય તેવા માતા-પિતા કે વાલીઓ નક્કી કરે તેવા સ્થાનિક શિક્ષણ શાસ્ત્રી કે શાળાના બાળકોમાંથી ૧ સભ્ય 





  SMC ના કાર્યો:

અધિનિયમમાં જણાવ્યા પ્રમાણેના બાળકના અધિકારો તેમજ રાજ્ય સરકારે, સ્થાનિક સત્તામંડળ, શાળા માતાપિતા અને વાલીની ફરજો સંબંધી માહિતી પણ સરળ અને સર્જનાત્મક રીતે, શાળાની નજીકની વસ્તીમાં કરવી જોઈએ 

  1. RTE ની કલમ-૨૭ માં નિર્દિષ્ટ કરેલી હોય તે સિવાયની બીનશૈક્ષણિક ફરજો શિક્ષકો પર લાદવામાં ન આવે તેના પર દેખરેખ-નિયંત્રણ રાખવું.
  2. શાળામાં નજીકમાંથી તમામ બાળકોની પ્રવેશ - નોંધણી અને સતત હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ.
  3.  અશક્ત બાળકોની ઓળખ અને તેમની પ્રવેશ - નોંધણી અને તેમના માટેની સુવિધાઓનું દેખરેખ-નિયંત્રણ રાખવું જોઈશે. અને પ્રારંભિક શિક્ષણમાં તેમની સહભાગીતા અને તેમણે પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવા અંગેની બાબતો સુનિશ્ચિત કરવી જોઈશે.
  4. શાળામાં મધ્યાહ્ન ભોજનની અમલીકરણ પર દેખરેખ-નિયંત્રણ રાખવું. 
  5. શાળાની આવકો અને ખર્ચનો વાર્ષિક હિસાબ તૈયાર કરવો.


  શાળા વિકાસ યોજના


૧. અધિનિયમ હેઠળ રચાયેલ શાળા વ્યવસ્થાપક સમિતિ (SMC) એ જે નાણાંકીય વર્ષમાં તેની પ્રથમ રચના કરવામાં આવી હોય તે નાણાંકીય વર્ષ પુરુ થવાના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા શાળા વિકાસ યોજના તૈયાર કરવી જોઈએ. 

૨. શાળાવિકાસ યોજના ત્રણ વાર્ષિક પેટા-યોજનાઓની બનેલી ત્રણ વર્ષિય યોજના તરીકે રહેશે. 

૩. શાળાવિકાસ યોજનામાં નીચેનીવિગતોનો સમાવેશ થશે.

  1. દરેક વર્ષ માટે પ્રવેશ નોંધણીના વર્ગદીઠ અંદાજો
  2. અનુસુચિમાં જણાવેલ માપદંડો પ્રમાણે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માટે અલગપણે શિક્ષકોની ગણતરી મુજબ 3 વર્ષનીજરૂરીયાતો
  3. અનુસુચિમાં જણાવેલ માપદંડો અને ધોરણો પ્રમાણે ત્રણ વર્ષની મુદ્દત માટે માળખાકીય સગવડો અને સાધન સમાગ્રીની જરૂરીયાત 
  4. કલમ- ૪ મુજબ જણાવેલી ખાસ તાલીમ પુરી પાડવા માટે વધારાની જરૂરીયાત જેમાં ત્રણ વર્ષથી વધુ મુદ્દત વધારાની નાણાંકીય જરૂરીયાત. 
  5. . શાળાવિકાસ યોજના પર S.M.C. ના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અને સભ્ય સચિવની સહી હોવી જોઈએ વર્ષમાં શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવી હોય તે નાણાકીય વર્ષ પુરું થતાં પહેલા શાળા વિકાસ યોજના સ્થાનિક સત્તા મંડળ ને રજુ  કરવી જોઈએ. 

 SMC અગત્ય ના પ્રશ્નો 


👉SMC નો પત્ર  ખાતું ખોલાવવા અને સમજૂતી પત્ર

DOWNLOD


👉શાળા વ્યવસ્થા સમિતિ મોડ્યુલ  DOWNLOD







  શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


LETEST EXAM  PREPARATION

GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક  આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી  તૈયારી કરી શકો છો 

............Read more............ 

👉ગુજરાત ના પાક સંબધીત પ્રશ્નો 

👉ગુજરાતના મેળા

👉 ગુજરાત ના  બંદરો

KELAVNI NIRIXAK, GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !