સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)

Gujrat
0

ભારતના સંવિધાને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ (પ્રારંભિક શિક્ષણ) મેળવવાનો મુળભુત અધિકાર બક્ષેલો છે. Right to Education Act - ૨૦૦૯ અન્વયે ૬ થી ૧૪ વર્ષની વયજુથના તમામ બાળકોને મફત અને કરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત છે. તે માટે સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યનાં ૬ થી ૧૪ વર્ષની વયજુથના કદી શાળાએ ન ગયેલા અને શાળામાંથી ઉઠી ગયેલા બાળકોને વૈકલ્પિક શિક્ષણની જુદી જુદી યોજનાઓમાં સાંકળી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ બાળકો વયકક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાય તે માટે સ્પેશ્યિલ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.



  સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP) નો હેતુ શું છે ?


  • ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોને પ્રાથમિક શાળામાં નામાંકિત કરવા.
  •  બાળકોને સ્કુલ માટે તૈયાર કરવા. 
  • બાળકોને વિવિધ પ્રવૃતિલક્ષી શિક્ષણ દ્વારા શાળાનો ડર દુર કરવો
  • અતિ છેવાડાના બાળકો જે શાળાએ નથી જતાં તેમને સુરક્ષા અને સલામતી પુરી પાડવી તથા વયકક્ષા અનુસાર શૈક્ષણિક ક્ષમતા વિકસાવવી
  • . બાળકો મધ્યાહ્ન ભોજન યાજનાનો લાભ મેળવે.
  • બાળકો આત્મવિશ્વાસ અને આત્મસુઝ કેળવે.


  STP QUESTION



બાળકો નું વયજૂથ 

STP નો લઘુતમ સમયગાળો 

STP નો મહત્તમ  સમયગાળો 

6 થી 8 વર્ષ 

3 માસ 

24 માસ 

9 થી 11 વર્ષ 

9 માસ 

24 માસ 

12થી 14 વર્ષ 

14 થી વધુ 

12 માસ 

12 માસ 

24 માસ 

24 માસ 


👉સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP) કઈ કચેરી અને કઈ શાખા દ્વારા ચલાવવામાં આવે?

સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે (SSAM )

શાખા : AR  & VE

👉6 થી14 વર્ષના કડી શાળાએ ન ગયેલા અથવા અધવચ્ચે શાળા છોડી દીધેલા બાળકો માટેની વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા માટેનો કયો કાર્યક્રમ છે ?

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)

👉સ્પેશિયલ ટ્રેનિંગ્રામ(STP) સાથે RTE-2012 ની કઈ કલમ(નિયમ) જોડાયેલી છે?

નિયમ  4 (1) (2) 

1. શાળા બહારના બાળકો ને શોધી કાઢવા જોઈએ સ્થાનિક સત્તા મંડળે 

2. ખાસ તાલીમ આપી મેન્સ્ટ્રીમ બાળકો ને કરવા 

👉સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP) માટે શું કહેવાયું છે ?

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP) એવું કહેવાયું છે કે સ્થાનિક સત્તા મંડળે શાળા બહારના બાળકો ને શોધી કાઢવા જોઈએ અને લાગુ પડતા ધોરણ માં મેઇનસ્ટ્રીમ કરવા જોઈએ 

👉સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP) અંતર્ગત કેટલા પ્રકારના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે?

3 માસ 

9/12 માસ 

24 માસ 

👉૩ માસનો બિનનિવાસી પ્રોગ્રામ ક્યારે ચલાવવામાં આવે છે ? તેમાં કઈ ઉંમરના બાળકો હોય છે?

એપ્રિલ થી જૂન દરમિયાન ચલાવવવામાં આવે છે  ઉમર 6 થી 8

 👉3 માસનો બિનનિવાસી પ્રોગ્રામમાં સામાન્ય રીતે કેવા પ્રકારના બાળકો હોય છે?

1 વર્ષ થી ઓછા ડ્રોપઆઉટ 

👉12 માસનો બિનનિવાસી પ્રોગ્રામ કઈ ઉંમરના બાળકો માટે હોય છે? તેમાં કેવા પ્રકારના બાળકો હોય છે?

9 થી 14 વર્ષ  1 વર્ષ થી 2 વર્ષ નો ડ્રોપ આઉટ 

👉 24 માસનો બિનનિવાસી પ્રોગ્રામ કઈ ઉંમરના બાળકો માટે હોય છે? તેમાં કેવા પ્રકારના બાળકો હોય છે?

2 વર્ષ કરતા વધુ ડ્રોપ આઉટ હોય . અને 14 વર્ષ કરતા મોટા બાળકો 

👉સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)ના વર્ગો સામાન્ય રીતે ક્યાં ચલાવવામાં આવે છે?

શાળામાં જ ચલાવવવામાં આવે છે 

👉 સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)ના વર્ગો કોના દ્વારા ચલાવવામાં આવે છે?તેમની લાયકાત શું હોય છે ?

બાલમિત્ર (પુરુષ )

બાળસખી (સ્ત્રી )

PTC અથવા BED 

👉સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)ના બાલમિત્રની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

SMC દ્રારા નિમણૂંક કરવામાં આવે છે .:શાળા વ્યવસ્થાપન સમિતિ 


  શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


કેળવણી નિરીક્ષક મટીરીયલ

નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !