નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

Gujrat
0

 નોકરીની સામાન્ય શરતો

    વય મર્યાદા

  • (૧) ગુજરાત મુલ્કી સેવા, વર્ગીકરણ અને ભરતી (સામાન્ય )નિયમો, ૧૯૬૭ માં જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાયના કિસ્સાઓમાં પેન્શન પાત્ર નોકરીની જગ્યા ઉપર અઢાર (૧૮) વર્ષ કરતા ઓછી ઉંમર અને અઠ્ઠાવીસ(૨૮) વર્ષ કરતાં વધુ ઉંમરની કોઈ વ્યકિતની નિમણૂંક કરી શકાશે નહિ. (નિયમ-૧૦)
  • (૨) પૂરતાં કારણો જણાવી રાજય સરકારની અગાઉથી મંજૂરી મેળવ્યા વગર કોઈપણ નિમણૂંક અધિકારી ઠરાવેલ વયમર્યાદા | અથવા ઠરાવેલ લાયકાત ન ધરાવતી ચૂકેલ વ્યકિતની નિમણૂંક કરી શકે નહિ(વ.ભ.નિ.૮-૩)
આ પણ વાંચો 
  • શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર

(૧) કોઈપણ વ્યકિતને સરકારી નોકરીમાં કાયમી જગા ૫૨ કાયમી રીતે નિમણૂંક આપવામાં આવે તે પહેલાં અથવા નિમણૂંકની તારીખથી છ માસ પૂરા થતાં પહેલાં એ બેમાંથી જે વહેલું હોય તે પહેલાં નિયમોના પરિશિષ્ટ-૩માં નિયત કરવામાં આવેલા નમૂનામાં યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. (નિયમ ૧૧-૧)

    (૨) અંશકાલીન કર્મચારીઓએ પણ પૂર્ણકાલીન કર્મચારીઓની માફક એ જ રીતે અને એ જ શરતોએ શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. (નોંધ-૨ નિયમ૧૧)

    (૩) તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલા હોય તેવા કર્મચારી તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયા બાદ એક માસની અંદર આ બાબતમાં નિયમ-૧૧ નીચેની નોંધ-૩,૪ અને ૫ દ્વારા અને પરિશિષ્ટ-૩ નાં નિયમ-૧૭ દ્વારા નિયત ક૨વામાં આવેલી કાર્યપદ્ધતિ અનુસાર અપીલ કરી શકે છે અને અપીલનો નિર્ણય આવતાં સુધી આવા કર્મચારીને નોકરીમાં ચાલુ રાખી શકાશે. (નોંધ-૩,૪ અને ૫-નિયમ-૧૧)

    (૪) તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયાની તારીખથી સરકારી કર્મચારી એક માસમાં અપીલ ન કરે તો એક માસની મુદત પછી તેને તાત્કાલિક છૂટો કરવો અને આ મુદ્સ વીત્યા પછી તેને અપીલની પરવાનગી આપવી નહિ. (નોધ-૫ (૨)-નિયમ-૧૧)

    આ પણ વાંચો :

    વન નેશન વન ઈલેકશન: શું & One Nation One election, તેનાથી શું ફાયદા થશે ? તેની સમિતિ સમિતિ અગત્ય ની છે .

    તબીબી પ્રમાણપત્ર ઉપર સહી

    જુદા- જુદા કર્મચારીઓના કિસ્સામાં કયા તબીબી અધિકારી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર આપવા માટે નિર્ધારીત કરવામાં આવ્યા છે તે નિયમો પરિશિષ્ટ-૩માં દર્શાવેલ છે. આવા તબીબી અધિકારીની સહીથી શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર આપવાનું રહે છે અને મહિલાઓની બાબતમાં આ પ્રમાણપત્ર ગુપ્ત રાખવાનું હોય છે. (નિયમ-૧૨)

    હંગામી નોકરી છ માસની અંદર તબીબી પ્રમાણપત્રની રજુઆત

    • (૧) સરકારી નોકરીમાં છ માસની હંગામી (અવેજી સેવા સહિત) નોકરી પૂરી કરી હોય તેવા કર્મચારીને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર રજૂ ન કરે તો નોકરીમાં ચાલુ રાખી શકાય નહિ. (નિયમ-૧૫-૧)
    • (૨) કર્મચારીએ રજૂ કરેલ પ્રમાણપત્ર તે રજૂ કર્યાની તારીખ પછી જે પગાર બિલમાં તેમનો પગાર આકારવામાં આવે તેવા પહેલા પગાર બિલ સાથે તે સામેલ કરવાનું હોય છે. અથવા યોગ્ય અને પૂરતા કારણોસર આમ થઈ શકે તેમ નહોય તો ત્યાર પછીના આવા પગાર બિલ સાથે તે સામેલ કરવાનું રહે છે. (નોંધ- નિયમ-૧૫-૨)

    સેવાપોથીમાં તબીબી, તપાસની નોંધ

    કર્મચારીની તબીબી તપાસ કરવામાં આવી છે અને તે નોકરી માટે યોગ્ય જણાયેલ છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવતાં, તે હકીકતની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવશે અને નોકરીની કારકિર્દી બાબતમાં જે દસ્તાવેજો રાખવામાં આવતા હોય તે દસ્તાવેજોની સાથે તે સલામત કબજામાં રાખવામાં આવશે.

    (નિયમ-૧૬)

    ALSO READ TEACHER EXAM 

    GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training ગુજરાત કાઉન્સિલ ઓફ એડયુકેશનગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ 


    GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 


    GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF  || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ 


    School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 


    સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)


    બંધારણ (સંવિધાન) ને વફાદાર રહેવા અંગે સોગંદ

    સરકારી નોકરીમાં દાખલ થનાર દરેક નવી વ્યકિતએ ભારતના બંધારણ પ્રત્યે વફાદારી અંગે નિયત નમૂનામાં સોગંદ લેવા જોઈએ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈએ આવા સોગંદ અથવા પ્રતિજ્ઞા ખાતાના અથવા કચેરીના વડા અથવા આ અંગે જેમને અધિકૃત કરવામાં આવે તે રાજપત્રિત અધિકાર સમક્ષ લેવા જોઈએ.

    જન્મ તારીખ અને નામમાં ફેરફાર

    • (૧) જન્મ તારીખની નોંધ કરતી વેળાએ નિયમ-૪૦(૨) અન્વયે નિયત કરવામાં આવેલ પદ્ધતિ અપનાવવાની હોય છે.
    • (૨) દસ્તાવેજી પુરાવાને લક્ષમાં લઈને જન્મ તારીખના ખરાપણાની ખાત્રી કરી લેવી અને જેના ૫૨ આધાર રાખેલ હોય તે દસ્તાવેજનો પ્રકાર જણાવતું પ્રમાણપત્ર સેવાપોથીમાં આપવું જોઈએ.
    • (૩) કર્મચારીઓની સેવાપોથી તૈયાર થઈ ગયા પછી અજમાયશી સમયગાળો પૂરો થયા પછી કે પાંચ વર્ષની સળંગ નોકરી થઈ ગયા પછી, એ બેમાંથી જે વહેલો હોય તે સમયગાળો પૂરો થયા પછી, જન્મતારીખમાં ફેરફાર કરવાની વિનંતીઓ સ્વીકારવી નહિ, જે કિસ્સામાં અજમાયશી સમયગાળો ન હોય તેવા કિસ્સામાં પાંચ વર્ષની નોકરી પૂરી થયા બાદ આવી વિનંતી સ્વીકારવી નહિ. (નિયમ- ૪૦(૧),નિયમ-૪૦ (૨) (જી)
    • (૪) અમુક કિસ્સામાં કર્મચારી નિવૃત્તિ વયે નિવૃત્ત થતા હોવા છતાં તેમને નિવૃત્ત કરવામાં આવતા નથી અથવા તો એફીડેવીટ કરાવેલ જન્મતારીખના આધારે તેની સેવા ચાલુ રાખવામાં આવે છે. અને પાછળથી તેમની વધારાની સેવા નિયમિત કરવાની રજૂઆતો કરવામાં આવે છે. સ૨કારે આ બાબતમાં નિર્ણય લીધો છે કે, આ પ્રકારના કોઈપણ કેસોને નિયમિત કરવા નહિ કે વધારાની સેવાનું વેતન ચૂકવવું નહિ. આ અંગે તમામ જવાબદારી જે તે વિભાગની રહે છે અને કોઈપણ ખોટી એફીડેવીટ રજૂ કર્યા બદલ જવાબદાર કમર્ચારી સામે ફોજદારી કાર્યવાહી પણ કરવાની રહે છે.(ઉપરોકત ઠરાવ તા.૧૯/૦૪/૯૩) જન્મ તારીખ બદલવાની રજૂઆત પરત્વે દરખાસ્ત રજૂઆત કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ તેમજ ચેકલીસ્ટનો સમાવેશ કરતો સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૧/૯૮ના ઠરાવ ક્રમાંક આરટીઆર/૧૦૯૭/૩૧૪/ક નિયમોમાં આપવામાં આવ્યો છે.
    • (૧) જન્મ તારીખ સુધારવા માટેની દરખાસ્તની ચકાસણીની કાર્યવાહી ચેકલીસ્ટની વિગતો આવરી લઈને ચેકલીસ્ટમાં દર્શાવેલા ક્રમ મુજબ ક૨વી.
    • (૨) જે કિસ્સામાં સ્થાયી સૂચનાઓ મુજબ જન્મ તારીખ સુધારવાની દરખાસ્ત ગ્રાહ્ય રાખવા પાત્ર ઠરતી નથી. તેવી સ્પષ્ટ ખાતરી સંબંધિત વહીવટી વિભાગને તેમની ચકાસણી બાદ થાય તો ફકત તેવા કિસ્સામાં દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગને રજૂ કર્યા સિવાય સંબંધિત વહીવટી વિભાગ તે મુજબની વિગતો રેકર્ડ કરીને દરખાસ્તનો નિકાલ કરી શકે છે.

    કર્મચારીના નામમાં ફેરફાર


    (૧) જે કર્મચારીઓ તેમના નામમાં ફેરફાર કરવા ઈચ્છતા હોય તેમણે નીચે દર્શાવવામાં આવેલ નમૂના અનુસાર મેનેજર, સરકારી પ્રેસ અને લેખન સામગ્રી રાજયપત્રમાં નોટિસ પ્રસિદ્ધ થયા બાદ કર્મચારીએ રાજયપત્રનાં સંબંધિત પૃષ્ઠનું તારણ કચેરીના વડાને ઔપચારિક અરજી સાથે રજૂ કરવું. કર્મચારી તરફથી રાજયપત્રમાં પ્રસિદ્ધ થયેલ નોટિસનું તારણ મળ્યા બાદ કચેરીના વડાએ કર્મચારીઓને સંબંધ કરતા હોય તેવા સઘળા દસ્તાવેજોમાં સુધારો કરવો. (ઠ.તા.૫/૬/૭૨)

    પ્રથમ નિમણૂંકોના હુકમોમાં સમાવિષ્ટ કરવાના મુદ્દાઓ


    વ્યકિતને સ૨કા૨માં પ્રથમ નિમણૂંક આપવામાં આવે ત્યારે નિમણૂંકના હુકમમાં પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે. (GCSR-Page-૩૦)


    પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બને


    કર્મચારી દિવસના બપોર પહેલાં કોઈ જગાની ફરજોનો હવાલો સંભાળે કે સુપ્રત કરી દે તો જે તારીખથી તે જગાનો હવાલો સંભાળી લે કે સુપ્રત કરે તે દિવસથી નહિ તો તે પછીના દિવસથી તે જગાનો પગાર અને ભથ્થા મેળવવા હકકદાર થાય છે અથવા હકકદાર હો તો બંધ થાય છે. (નિયમ-૨૮)

    હવાલાની લેવડદેવડ


    (૧) હવાલો સોંપવામાં એકથી વધુ દિવસ લાગે ત્યારે છેલ્લો દિવસ અહેવાલમાં અને એ માટેનો ખુલાસો રજૂ કરવો. (નિયમ-૩૦)

    (૨) કોઈપણ જગાના હવાલાની લેવડદેવડ તે જગાના મુખ્ય મથકે હવાલો સુપ્રત કરનાર.

    (૩) શિક્ષણ ખાતા હેઠળની સંસ્થાના વડા, અધિકારી સિવાયના કર્મચારીની જગાના હવાલાની લેવડદેવડ મુખ્ય મથક સિવાયના બીજે સ્થળે કરવાની મંજૂરી આપી શકાશે. (નિયમ-૩૧ એ)

    કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારના નિયમનને પાત્ર છે.


    કોઈ બાબતમાં અન્યથા સ્પષ્ટ રીતે જોગવાઈ કરવામાં આવી ન હોય તો કર્મચારીનો બધો સમય સરકારના નિયમન પાત્ર ગણાશે અને યોગ્ય અધિકારી જણાવે તેવી કોઈપણ વધુ વળતરની માગણી કર્યા સિવાય તેને કોઈ કામે લગાડી શકાશે.ભલે તેની પાસેથી લેવામાં આવતી ફ૨જો એવી હોય કે જેનું વળતર સામાન્યતઃ ભારતના અથવા રાજયના સંચિત નિધિમાંથી અથવા સંસ્થાપિત હોય અથવા ન હોય અથવા જે મંડળ પૂર્ણતઃ કે અંશતઃ સરકારની માલિકી અથવા નિયંત્રણ હેઠળ હોય તેના ફંડમાંથી આપવામાં આવતું.

    નોટિસ દ્વારા હંગામી કર્મચારીની નોકરીની સમાપ્તિ


    (૧) હંગામી કર્મચારીની નોકરીની સમાપ્તિ નોટિસ નિમણૂંક કરનાર અધિકારી દ્વારા ગમે તે સમયે લેખિત નોટિસથી સમાપ્ત થવાને પાત્ર છે. (નિયમ-૩૫)

    (૨) હંગામી કર્મચારી પણ આ પ્રમાણે સત્તાધિકારીને નોટિસ આપીને છૂટા થઈ શકે છે.

    (૩) જો હંગામી કર્મચારીની નોકરી એક વર્ષ કે તેથી ઓછા સમયની હોય તો આ નોટિસની મુદત

    સાત દિવસની હોવી જોઈએ અને એક વર્ષથી વધુ સમયની નોકરી હોય તો તે.

    કર્મચારીઓની અન્યત્ર નોકરી મેળવવા માટેની અરજીઓ.


    (૧) કર્મચારીઓ આવી અરજીઓ સીધેસીધી અથવા ખાતા મારફત કરી શકે છે. પરંતુ જો અરજી બારોબાર કરી હોય તો તે અંગેની જાણ સંબંધિત વિભાગ | ખાતા કચેરીને અરજી મોકલ્યાની તારીખથી દિન-૭ માં કરવાની હોય છે.

    (૨) જો આવા કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય તપાસ ચાલુ પડતર કે સૂચિત હોય અથવા ફોજદારી કેસ થયેલ હોય તો સંબંધિત કચેરીએ તે અંગેની જાણ અલગ ખાનગી પત્રથી જયાં  અરજી મોકલવામાં આવી હોય તે ભરતી કરતી સત્તા કચેરી (નોકરીદાતા) ને તાત્કાલિક કરવી જોઈએ અને આ કાર્યવાહી કરવાની જવાબદારી કર્મચારીની આવી અરજી રવાના કરતા સત્તાધીશ કચેરીની રહે છે.

    રાજીનામું


    (૧) નોકરીમાં રહેવાની જેમની ઈચ્છા ન હોય તેવા કર્મચારીઓને નોકરીમાં ચાલુ રાખવા તે સરકારના હિતમાં નથી. તેથી સામાન્ય નિયમ એવો છે કે, નોકરીમાંથી અપાતું રાજીનામું નીચે જણાવેલા સંજોગોમા અપાયું હોય તે સિવાય સ્વીકારવું.

    (અ) સંબંધિત કર્મચારીને મહત્વની કામગીરીમાં રોકવામાં આવ્યા હોય અને તે જગા ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં સમય લાગે તેમ હોય તો રાજીનામું સીધેસીધું નહિ, પરતું તે જગા ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ત્યારે જ સ્વીકારવું.

    (૨) રાજીનામું કઈ તારીખથી અમલમાં આવે તેનો નિર્ણય સત્તા ધરાવતા અધિકા૨ી ક૨શે. ઉપર ફકરા-૩૪.૧ દ્વારા આવરી લેવાયેલ કેસોમાં તારીખ, જે જગા ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા જે તારીખથી કરવામાં આવે તે રહેશે. કર્મચારી રજા ઉપર હોય ત્યાં સત્તા ધરાવતા અધિકારી પોતે રાજીનામું તુરંત અમલમાં આવે તે રીતે સ્વીકારશે અથવા રજા સમાપ્ત થાય ત્યાર પછીની તારીખથી અમલમાં આવે તે રીતે સ્વીકારશે એ નકકી કરવું. કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપવા ઈચ્છે ત્યારે તેણે આપવાની થતી નોટિસની મુદત નિયત કરવામાં આવી હોય ત્યાં સત્તા ધરાવતા અધિકારી નોટિસની મુદ્દત પેટે રજાની મુક્ત ગણવા અંગે નિર્ણય કરી શકશે. બીજા કેસોમાં પણ રાજીનામું તુરંત અમલમાં આવે કે ભવિષ્યની બીજી કોઈ તારીખે અમલમાં આવે તે અંગે નિર્ણય કરવાની સત્તા ધરાવતાં અધિકારીને છૂટ છે. રાજીનામું ભવિષ્યની બીજી કોઈ તારીખે અમલમાં આવે ત્યારે તેવી તારીખ નિર્દિષ્ટ કરવી જોઈએ.

    (૩) નિમણૂંક આપનાર સત્તાધિકારીને લેખિતમાં એક માસની નોટિસ આપી રાજય સરકારની નોકરીમાંથી ગમે તે સમયે એક વર્ષથી વધુ સમય માટે નોકરી કરી હોય તેવા કર્મચારી રાજીનામું આપી શકે છે. (નિયમ-૩૬-૧)

    (૪) કર્મચારીનું રાજીનામું અમલી બને તે પહેલાં અથવા તેનો અસ્વીકાર કરતાં અગર પૂર્વમંજૂરી સિવાય ફરજ પરથી ગેરહાજર રહે ત્યારે સક્ષમ અધિકારી તેની ગેરહાજરીને બિનપગારની રજા ગણી તેની વિરૂદ્ધ ફરજ પરથી અનધિકૃત ગેરહાજરી બદલ શિસ્તભંગના પગલાં લઈ શકશે. (નિયમ-૩૬-૪)

    ગ્યાની કક્ષાએ લાગુ પડતી જોગવાઈઓ વર્ગ-૧ ની જગ્યાઓ 


    (૧) વર્ગ-૧નાં અધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ. (૨) પાંચ વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.

    (૩) જો કોઈ અધિકારીએ અમુક ક્ષેત્રીય જગ્યાઓ પર કોઈ એક મથક પર ત્રણ વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે સેવા બજાવેલી હોય તો તે અધિકારીને તે જ મથકે હેસિયતથી ફરી નીમવા નહિ.

    વર્ગ-૨ ની જગ્યાઓ.

    (૧) વર્ગ-૨ નાં ધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ. (૨) પાંચ વર્ષ પૂરાં કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.
    જયારે અન્ય સંવર્ગોના વર્ગ-૨ના અધિકારીઓને તેમના વતનના તાલુકામાં સ્થાયી થયા હોય તે તાલુકામાં સ્થાયી હોય તે તાલુકામાં નિમણૂંક આપવી નહિ.

    (૪) જો કોઈ અધિકારીએ અમુક ક્ષેત્રીય જગ્યાઓ પર કોઈ એક મથક પર ત્રણ વર્ષ કે તેથી વધુ મુદ્દત માટે સેવા બજાવેલી હોય તો તે અધિકારીને તે જ મથકે હેસીયતથી ફરી નીમવા નહિ.

    સંવર્ગ-૩ ના કર્મચારીઓ

    (૧) એક સામાન્ય સિદ્ધાંત તરીકે વર્ગ-૩ નાં અધિકારીઓને એક સ્થળે ત્રણ વર્ષ પૂરા કરે તે પહેલાં બીજા સ્થળે બદલવા નહિ અને પાંચ વર્ષ પૂરા કરે તે પછી તેમને તે જ સ્થળે ચાલું રાખવા નહિ.

    (૨) જે કર્મચારીઓનો સંવર્ગ રાજય કક્ષાનો હોય દા.ત. સંગ્રહાલય નિયામકની કચેરી હેઠળના સંવર્ગો, ચેરીટી કમિશ્રનર કચેરી હેઠળના સંવર્ગો, તેમને પાંચ વર્ષ પછી અન્ય જિલ્લામાં બદલી કરવી અને જેમનો સંવર્ગ જિલ્લા કક્ષાનો હોય તેમને પાંચ વર્ષ પછી અન્ય તાલુકામાં બદલી કરવી.

    (૩) જો એક જ ખાતાની બીજી કોઈ કચેરી એક જ સ્થળે આવેલી ન હોય તો આવા કર્મચારીઓની બદલી અન્ય પ્રકારની કામગીરીવાળા ટેબલ પર કરવી.

          સંવર્ગ-૪ ના કર્મચારીઓ


    (૧) સામાન્ય સંજોગોમાં વર્ગ-૪ ના કોઈપણ કર્મચારીને એક સ્થળેથી બીજા સ્થળે બદલવા નહિ. (૨) પરંતુ વહિવટી અને જાહેર હિતના કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે બદલી કરવામાં કોઈ બાધ રહેશે નહી.


    આ પણ વાંચો :

    માન્ય મંડળના હોદ્દેદારો 


    (૧) સામાન્ય સંજોગોમાં માન્ય મંડળના માન્ય હોદ્દો ધારણ કરતા અધિકારી / કર્મચારીની બદલી તેમના હોદાની મુદત પૂરી ન કરે ત્યાં સુધી ન કરવી.

    (૨) માન્ય મંડળના માન્ય હોદ્દો ધારણ કરતા અધિકારી કર્મચારી વડા મથક સિવાય અન્ય જગ્યાએથી ચૂંટાય | નિયુકત થાય તેવા સંજોગોમાં તે વડા મથકે આવવાની ઈચ્છા વ્યકત કરે તો માંગણી મુજબ બદલી કરી આપવી.

    (3)ખાતાના વડાની કચેરીઓ | જિલ્લા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને બઢતી મળે ત્યારે જો વહીવટી હિતને બાધ ન આવતો હોય તો, તેઓ જે જગ્યાએ ફરજો બજાવતા હોય તે સ્થળે જો ખાલી જગ્યા ઉપલબ્ધ હોય તો ત્યાં જ મુકવા તેમજ અન્ય સ્થળોએ મુકવાને વિનંતી હોય તો ત્યાં મુકવા.

    ચૂંટણી


    (૧) ચૂંટણી દરમ્યાન કોઈ અધિકારી કે કર્મચારીની બદલી કરી શકાશે નહીં. આ પ્રતિબંધ ચૂંટણીની જાહેરાતની તારીખથી તમામ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

    (૨) મતદારોને ઓળખપત્ર આપવાની કામગીરી પણ ચૂંટણીની કામગીરીનો એક ભાગ છે. આ પ્રક્રિયા સાથે જોડાનારાની પણ આરંભથી અંત સુધી બદલી કરી શકાશે નહીં.
      

    ફરિયાદ 


    (૧) કોઈ અધિકારી / કર્મચારીની બદલી ક૨વાની કે થયેલ બદલી બંધ કરવાની કે તેની વિરૂદ્ધ રજૂઆતના ટેકામાં આપવામાં આવેલ કારણો / વિગતોના ખરા / ખોટાપણાની કાળજીભરી વિચારણા કર્યા સિવાય કોઈ કાર્યવાહી શરૂ કરવી નહીં.

    (૨) જાહેર જનતાના પ્રતિનિધિ કે કોઈ જવાબદાર વ્યકિતએ જરૂરી વિગત સાથે કોઈ કર્મચારી સામે ગંભીર ફરિયાદ કરી હોય તેવા કિસ્સામાં પ્રથમ દર્શનીય તથ્ય જણાય પછી આગળની કાર્યવાહી હાથ ધરવી. ફકત ફરિયાદ માત્રના કારણોસર તેમની બદલી કરવી નહીં.
    ૧) કોઈ અધિકારી / કર્મચારીની બદલી કરવાની કે થયેલ બદલી બંધ કરવાની કે તેની વિરૂદ્ધ રજૂઆતના ટેકામાં આપવામાં આવેલ કારણો / વિગતોના ખરા / ખોટાપણાની કાળજીભરી વિચારણા કર્યા સિવાય કોઈ કાર્યવાહી શરૂ કરવી નહીં.

    (૨) જાહેર જનતાના પ્રતિનિધિ કે કોઈ જવાબદાર વ્યકિતએ જરૂરી વિગત સાથે કોઈ કર્મચારી સામે ગંભીર ફરિયાદ કરી હોય તેવા કિસ્સામાં પ્રથમ દર્શનીય તથ્ય જણાય પછી આગળની કાર્યવાહી હાથ ધરવી. ફકત ફરિયાદ માત્રના કારણોસર તેમની બદલી કરવી નહીં.

    (૩) જો કોઈ અધિકારી /કર્મચારી અમુક સ્થળે પોતાની બદલી માટે સક્ષમ સત્તા મારફત વિધિસર રજુઆત કરવાને બદલે રાજકીય વગ કે કોઈ બિન સરકારી વ્યકિતનો ઉપયોગ કરી દબાણ લાવવાનો પ્રત્યન કરે તો તેને ગંભીર નોંધ લઈ શરત ભંગમાં ઠરાવમાં દર્શાવ્યા પ્રમાણે પગલાં લેવા અને આવી વર્તણુંકની તેમના ખાનગી અહેવાલમાં પ્રતિકુળ નોંધ કરવી. વિશેષમાં આ સંદર્ભે રજુઆત કરનાર મહાનુભાવો સાથે વિશેષ પત્રવ્યવહા૨માં ઉતારવાની જરૂર નથી.

    (૪) અરજી મેળવ્યા સિવાય કોઈપણ પ્રત્યક્ષ કે પરોક્ષ માંગણી અન્વયે કે રજુઆત અંગે કોઈપણ સંજોગોમાં વિચારણા કરવી નહીં.

    (૫) બદલીના હુકમ વાળી જગ્યાએ કોઈપણ સત્તા દ્વારા તેને હાજર કરવાનો ઈન્કાર કરી શકાય નહીં.

    (૬) એક વાર બદલીના હુકમ થઈ ગયા પછી બદલીવાળી જગ્યાએ હાજર થયા પહેલા કોઈપણ જાતની રજા પર ઉતરી શકાશે નહીં.

    સેવાપોથી


    (૧) ખાતાના વડા સિવાયના દરેક કર્મચારીની કાયમી જગા પર કાયમી કે હંગામી હેસિયતથી અથવા હંગામી જગા પર પ્રથમ નિમણૂંક આપવામાં આવે ત્યારે ૪૧.૧માં દર્શાવેલ કર્મચારી સિવાયના કર્મચારીઓ માટે તેની સેવાપોથી ૨ નકલમાં રાખવી. (નિયમ-૩૮.૧)

    (૨) જે કચેરીમાં કર્મચારી નોકરી કરતો હોય તે કચેરીના વડાના કબજામાં એક નકલ અને બીજી નકલ જેતે કર્મચારીને આપવી. (નિયમ-૩૮.૨)

    (૩) કચેરીના વડાના કબજામાં રહેલ સેવાપોથીમાં દરેક વિગતની નોંધ કરી તેમાં સહી કરી પ્રમાણિત કરવી તે જોવાની તેમની ફરજ છે. (નિયમ-૩૮.૨)

    (૪) કર્મચારી પાસે રહેલ બીજી સેવાપોથીમાં તમામ નોંધો કરવામાં આવ્યાનો તેમજ અધ્યતન હોવા બાબતનો સંતોષ થયા બાબતનો એકરાર દરેક કર્મચારી પાસેથી મેળવી લેવો અને તે બાબતનું પ્રમાણપત્ર દરેક અધિકારીએ ભરેલ નામનિયુકતિના નોમિનેશન ફોર્મની નકલ સેવાપોથીમાં રાખવી (નિયમ-૩૮.૩)

    (૫) સામાન્ય ભવિષ્યનિધિ, પેન્શન, સરકારી વિમા યોજના વગેરે બાબતે કર્મચારીએ ભરેલ નામનિયુકતિના નોમિનેશન ફોર્મની નકલ સેવાપોથીમાં રાખવી. (નિયમ-૪૦.૬)

    (૬) ખાતાના વડા અધિકારીએ હુકમ કર્યા સિવાય સેવાપોથીમાં ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રો નોંધવા કે દાખલ કરવા નહીં. (નિયમ-૪૨)

    (૭) પોતાના વહીવટી નિયંત્રણ હેઠળના કર્મચારીને દર વર્ષે સેવાપોથી બતાવવાની કચેરીના વડાની ફરજ રહેશે. (નિયમ- ૪૩)

    (૮) જયારે કર્મચારીની એક કચેરીમાંથી બીજી કચેરીમાં બદલી થાય ત્યારે બદલીનો પ્રકાર અને કારણ સાથે તેમજ તે અગાઉની તમામ નોંધ પૂર્ણ કરીને જ બદલી થયેલ કચેરીના વડાને મોકલવી. (નિયમ-૪૪)

    (૯) સેવાપોથી મળતાં તેમાં ખામી કે ત્રૂટિ જણાય તો તેને સ્વીકારતા પહેલા સેવાપોથી મોકલી આપનાર અધિકારીને પરત કરવી.જેની બદલી થઈ હોય તેવા બિન રાજયપત્રિત કર્મચારીને સેવાપોથી સોંપવી નહીં. (નિયમ-૪૪)

    (10) સેવામાંથી નિવૃત થતા, રાજીનામું આપતા અથવા છુટા કરવામાં આવતા કર્મચારીને સેવાપોથી કે સેવારોલ આપવા નહીં. (નિયમ-૪૯)

    (11) સેવાપોથી કે.વ.શાળા/પે સેન્ટર શાળાના મુખ્યશિક્ષકને વહીવટી સરળતા ખાતર તાલુકાકક્ષાએથી સોંપણી કરવાની રહેશે, પરંતુ તમામ નોંધ તાલુકા કચેરીની સૂચના મુજબ કરવાની રહેશે. નોંધ નીચે સહી તાલુકા કક્ષાના અધિકારી ની થશે.


      શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


    કેળવણી નિરીક્ષક મટીરીયલ

    નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે




      


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !