Hot Posts

6/recent/ticker-posts

વન નેશન વન ઈલેકશન: શું & One Nation One election, તેનાથી શું ફાયદા થશે ?

 વન નેશન વન ઈલેકશન: શું & One Nation One election, તેનાથી શું ફાયદા થશે ? તેની સમિતિ 

વન નેશન વન ઈલેકશન: One Nation One election : આજકાલ દેશમા વન નેશન વન ઈલેકશન ખૂબ જ ચર્ચા મા છે. આ માટે એક સમિતિની પણ રચના કરવામા આવી છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ વન નેશન વન ઈલેકશન ખરેખર શું છે  તેનાથી દેશને શું ફાયદો થાય ? પીએમ નરેન્દ્ર મોદી આ શા માટે લાગૂ કરવા માગે છે ? તેવા પ્રશ્નો ની માહિતી મેળવીએ.


વન નેશન વન ઈલેકશન: શું 

    • હાલમાં આપણા દેશમા દરેક રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજવામા આવે છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરવામા આવે. એટલે કે લોકસભા અને રાજ્ય ની વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો દ્વારા એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરવામા આવે.

    આઝાદી પછી આપણા દેશમા 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે જ યોજવામા આવી હતી, પરંતુ 1968 અને 1969 માં ઘણા રાજયની વિધાનસભાઓ તેનો કાર્યકાળ પુરો થાય તે પહેલાં જ વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ વિસર્જન કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ અને એકસાથે બન્ને ચૂંટણીઓ યોજવી શકય બની ન હતી.

    ફાયદાઓ શું છે ?

    • એક દેશ એક ચૂંટળી લાગૂ કરવાથી મુખ્ય ફાયદો એ છે કે ચૂંટણીઓ પાછળ થતો મોટો  ખર્ચ બચી જાય છે. અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભા ની ચૂંટણીઓ અલગ અલગ સમયે થતી હોવાથી તેની  પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ થાય છે.
    • એક જ સમયે બન્ને ચૂંટણીઓ કરવાથી આ બીનજરૂરી ખર્ચ બચી જાય છે. ઉપરાંત અલગ અલગ ચૂંટણીઓ યોજવાથી વારંવાર ચૂંટણીની આચારસંહિતા લાગવાથી જે તે રાજ્યોમા વિકાસના કામો ને બ્રેક લાગી જાય છે.

    સમિતિ ના સભ્યો

    વન નેશન, વન ઈલેક્શન ની સમિતિને લઈને કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કરી દીધુ છે. કમિટીના ચેરમેન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. આ સમિતિના સભ્યો  નીચે મુજબ છે.

    👉રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ- ચેરમેન

    👉અમિત શાહ, કેન્દ્રીય મંત્રી- સભ્ય

    👉અધીર રંજન ચૌધરી, લોકસભામાં વિપક્ષ નેતા- સભ્ય

    👉ગુલામ નબી આઝાદ, પૂર્વ વિપક્ષ નેતા રાજ્યસભા- સભ્ય

    👉એન કે સિંહ, નાણાપંચના પૂર્વ ચેરમેનસભ્ય

    👉ડો. સુભાષ સી કશ્યપ, પૂર્વ સેક્રેટરી જનરલ, લોકસભા- સભ્ય

    👉હરીશ સાલ્વે, સીનિયર વકીલ- સભ્ય

    👉સંજય કોઠારી, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર- સભ્ય

    👉મારી સાથે અહીંયા થી જોડાઓ 

    1. અમિત શાહ, કેન્દ્રીય મંત્રી- સભ્ય
    2. અધીર રંજન ચૌધરી, લોકસભામાં વિપક્ષ નેતા- સભ્ય
    3.  ગુલામ નબી આઝાદ, પૂર્વ વિપક્ષ નેતા રાજ્યસભા- સભ્ય
    4. એન કે સિંહ, નાણાપંચના પૂર્વ ચેરમેનસભ્ય
    5. ડો. સુભાષ સી કશ્યપ, પૂર્વ સેક્રેટરી જનરલ, લોકસભા- સભ્ય
    6. હરીશ સાલ્વે, સીનિયર વકીલ- સભ્ય
    7. સંજય કોઠારી, પૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર- સભ્ય

    વન નશન, વન ઈલક્શન સમિતિ લાગુ કરવાની પ્રક્રિયા

    • સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિરાગ ગુપ્તાના મત મુજબ કાયદાપંચે એપ્રિલ 2018 માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ જારી કરી હતી, જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. કાયદાપંચના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરનાર છે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવાની જરૂર પડશે.
    • બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ, આવા સુધારા કરવા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી ની જરૂર પડે છે, પરંતુ એ ‘એક દેશ, એક ચૂંટણી’ સિદ્ધાંત હેઠળ દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરનાર છે, તેથી આ બાબતે તમામ રાજ્ય વિધાનસભાઓની મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. આ પછી પ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા નિયમો લાગુ પડશે .

    આ પણ વાંચો  મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

    આ પણ વાંચો  વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

    ALSO READ TEACHER EXAM 

    GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training ગુજરાત કાઉન્સિલ ઓફ એડયુકેશનગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનીંગ - ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ 


    GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 


    GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF  || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ 


    School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 


    સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ(STP)



      શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી  


    કેળવણી નિરીક્ષક મટીરીયલ

    નીચે ગૂગલ ન્યૂઝ પર ક્લીક કરી વધુ સારુ મટીરીયલ મળશે




      

    Post a Comment

    0 Comments