DIET (District Institute of Education and Trainning )// DIET ડાયેટ ની સંપૂર્ણ વિગત ગુજરાતી માં
1986 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં 1990 થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો gcert ના નેજા હેઠળ કાર્ય કરે છે. અહીંયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન DIET (District Institute of Education and Trainning ) ની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ,DIET (District Institute of Education and Trainning ) ના ધ્યેયો ,તેની મુખ્ય કામગીરી ,તેના વિભાગ અને સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે GPSC ,કેળવણી નિરીક્ષક ,HTAT ,TAT ,TET શિક્ષણ ની તૈયારી કરતા તમામને આ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નું આર્ટિકલ ખુબજ ઉપયોગી નીવડશે
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુખ્ય કામગીરી |
(૧) તાલીમ (૨) સાધન-સહાય વિસ્તરણ (3) સંશોધન (૧) તાલીમ : તાલીમના મુખ્યત્વે બે પ્રકાર છે (અ) પૂર્વ સેવાકાલીન તાલીમ – જે નિર્ધારિત સમયમર્યાદામાં આપવાની હોય છે. (બ) સેવાકાલીન તાલીમ – એ નિરંતર તાલીમ હોય છે. (૨) સાધન-સહાય વિસ્તરણ : 💥પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સાધન-સહાય વિસ્તરણ એ ડાયેટની જ્વાબદારીયુક્ત કામગિરી બની છે . 💥અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ આયોજનો પૂરા પાડવા. 💥અભ્યાસક્રમ આધારિત પૂરક સાહિત્ય નિર્માણ કરવું. 💥વર્તમાન પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન વ્યવસ્થા પૂરી પાડવી. 💥 શિક્ષક-પ્રશિક્ષણ માટે સાહિત્ય-માર્ગદર્શિકા તૈયાર કરવી. 💥ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો, જેમાં ઓડિયો-વિડિયો, સી.ડી, પ્રોગ્રામિંગ વગેરે. 💥સમયાંતરે ગુણવત્તા ચકાસણી સંબંધિત રિપોર્ટ તૈયાર કરવા, 💥શૈક્ષણિક આયોજન તૈયાર કરવા, શૈક્ષણિક કાર્યક્રમોનાં રિપોર્ટ તૈયા૨ ક૨વા, 💥ડેટાબેઝ (જિલ્લાનો) તૈયાર કરવો, (૩) સંશોધન : 💢જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો માટે સંશોધન કાર્યએ અગત્યની કામગીરી પુરવાર થઈ છે. 💢ડાયેટ ફેકલ્ટી દ્વારા સંશોધન હાથ ધરવા. 💢પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કાર્ય કરતા શિક્ષકો-નિરીક્ષકો અન સ્ટેક હોલ્ડર્સ દ્વારા સંશોધન હાથ ધરવા. 💢સંશોધનકાર્ય સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવું. 💢સિદ્ધિ સર્વેક્ષણ • કરવા. 💢ક્ષેત્રિય શૈક્ષણિક સર્વેક્ષણ કરી જરૂરિયાતોનો પરિચય મેળવવો, • 💢નિરીક્ષણમાં નવીનતાઓ શોધવી તથા ક્ષેત્રોમાં વિસ્તારવી. ♦ 💢સંસ્થાની પત્રિકા, બુલેટિન, સામયિકો પ્રસિદ્ધ કરવા, તેના લેખો દ્વારા શિક્ષણ ક્ષેત્રોની માહિતી આપવી. 💢 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદને સામગ્રી વિકાસ, પરીક્ષણ અને મોનીટરીંગ માટે મદદ કરવી, 💢આમ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની કામગીરી વ્યાપકપણે વિસ્તરેલી છે.
|
ધ્યેયો
✅પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રોમાં હાથ ધરાતા કાર્યક્રમો માટે પાયાના સ્તરે શૈક્ષણિક તાલીમ અને સાધનરૂપ સહાય પૂરી પાડવી. ✅જિલ્લાની જરૂરિયાત પ્રમાણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્ય ક૨શે. ✅સંસ્થા (ડાયેટ)ની પોતાની કામગીરીની ઉત્કૃષ્ટતા માટે સતત પ્રયત્નો કરવા.
✅ ડાયેટ, પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણનાં ક્ષેત્રમાં રાષ્ટ્રીય ધ્યેયો સિદ્ધ કરવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ બની રહેશે. |
DIET ના વિભાગો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના વિભાગ ખુબજ અગત્ય ના છે . કુલ 7 વિભાગ છે પરીક્ષાઓમાં ઘણીવાર આ વિભાગ નું અંગેજી નામ પરીક્ષા લેનાર પૂછતાં હોય છે . આપણે પેહલા તે જોઈશું
pre service teacher education |
PSTE |
પૂર્વ સેવા શિક્ષણ શાખા |
|
W E |
કાર્યાનુભવ શાખા |
district resaurce unit |
DRU |
જિલ્લા સંસાધન શાખા |
|
IFIC |
સેવા અંતર્ગત શિક્ષણ શાખા |
|
MDE |
પાયા ની સામગ્રી વિકાસ શાખા |
|
E T |
શેક્ષણિક તકનીકી શાખા |
|
|
ગણિત વિજ્ઞાન એકમ |
ડાયેટ ના વિભાગો ની વિગતવાર સમજૂતી જોઈએ
( 1) pre service teacher education (PSTE) (પૂર્વ સેવા શિક્ષણશાખા)
- 💥આ વિભાગ દ્વારા સેવા પ્રશિક્ષણ નું કાર્ય થાય છે છે
- 💥મોટાભાગે પીટીસીનો વહીવટ આ વિભાગ સંભાળે
- 💥વિજ્ઞાન મેળા, યોગ શિબિર વાંચનશિબિર વગેરે નું આયોજન પણ કરે છે આ શાખા ડાયેટ ની પ્રયોગશાળા છે.
- 💥વર્ષ 2012 થી PTC નું નામ બદલી D.EL.ED ક૨વા માં આવ્યું છે.
(2) કાર્યનુભવ શાખા( W E)
- ➰આ વિભાગ કોઠારી શિક્ષણ પંચ દ્વારા સૂચવેલા તેમજ ઈશ્વરભાઈ પટેલ સમિતિએ સૂચવેલા સમાજ ઉપયોગી અંગે સલાહ આપવાનું કાર્ય કરે છે.
- ➰ટીએલએમ નું નિર્માણ કરવું. તાલીમાર્થી ઓ અને શિક્ષકો ને ટીએલએમ બનાવવા માં માર્ગદર્શન આપવું અને તેનું પ્રદર્શન ગોઠવવું.
(3) જિલ્લા સંસાધન શાખા (district resaurce unit ) DRU
- 💢શિક્ષણ માટે વિવિધ સ્રોતમાંથી સરળ સ્રોત જિલ્લાને મળે તેઓ આ શાખા નો ઉદ્દેશ છે
- 💢સાક્ષરતા અભિયાન માટે સાહિત્ય નિર્માણ,આયોજન ,નવ સાક્ષો માટે તાલીમ સાહિત્ય વગેરે નિર્માણ કરવા નું કામ કરે છે
- 💢જન જાગૃતિ ના કાર્યક્રમો કરવા.
- 💢શાળા માં ચાલતા વૈકલ્પિક શિક્ષણ,શાલેય શિક્ષણવગેરે માટે આયોજન કરવું તાલીમ આપવી
- 💢 જેંડર શિક્ષણ,નશીલા પદાર્થો સામે અભિયાન,નવસાક્ષરતા નો પ્રચાર જેવા કાર્યો કરવા
(4) સેવા અંતર્ગત શિક્ષણ શાખા (IFIC)
- 💥પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે સેવાકાલીન તાલીમનું આયોજન કરવાનું કામ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે
- 💥આચાર્ય નવસંસ્કરણ, મૂલ્યાંકન પ્રશ્નપત્ર રચના, નવનિયુક્ત તાલીમ,સંકલિત શિક્ષણ, યોગ શિક્ષણ, કલા શિક્ષણ, આંગણવાડી કાર્યક૨ તાલીમ, બાળમિત્ર વર્ગ તાલીમ અલગ અલગ તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવે છે
- 💥સંસ્થા નું મુખપત્ર તૈયાર કરી તમામ શાળા ઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોચાડવું.
(5) પાયા ની સામગ્રી વિકાસ શાખા(MDE)
- ➰આ વિભાગ દ્વારા શિક્ષણ માટે સહાયક સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં આદિવાસી બોલી શબ્દો ગુજરાતી ભાષાના શબ્દ,સંશોધન પુસ્તિકાઓ, અભ્યાસ ક્રમ ના મોડ્યુલ, તાલીમ માર્ગદર્શિકાઓ વગેરે સાહિત્યની રચના કરવામાં આવે છે
- ➰સંશોધન માટે જરૂરી સામગ્રી તૈયાર કરવી.
- ➰મૂલ્યાંકન માટે પ્રશ્નબેંક અને પરીક્ષણ યોજના તૈયા૨ ક૨વી.
(6) શૈક્ષણિક તકનીકી શાખા (E T )
- 💢કોમ્પ્યુટર નો ઉપયોગ, આઇસીટીનો ઉપયોગ, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીનું નિર્માણ, વગેરે કાર્ય આ શાખામાં કરવામાં આવે
- 💢આયોજન અને વ્યવસ્થાપન શાખા(P &M)
- 💢આ શાખા સમગ્ર વર્ષના કાર્યક્રમોનું સંકલન કરવાનું કાર્ય કરે છે તેમજ અન્ય ડાયટની શાખાઓનું પણ સંકલન કરવાનું કાર્ય કરે છે
- 💢શૈક્ષણિક કાર્યક્રમો ના અહેવાલ બનાવી ને પ્રકાશિત કરવા.
- 💢ક્રિયાત્મક સંશોધન માટે જરૂરી વિષયો તૈયાર કરવા.
(7) ગણિત વિજ્ઞાન એકમ
- 👉ગણિત વિજ્ઞાન પ્રદર્શનો યોજ્વા તેમજ ગણિત વિજ્ઞાન મંડળ ની પ્રવૃતિ ઓ કરવી .
- 👉ઇન્સપાયર એવોર્ડ ને લગતી કામગીરી સંભાળવી.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|