ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? રજા ના નિયમોમાં નિયમ, ,રજા પ્રકાર પ્રાપ્ત રજા /હક રજા અર્ધ પગારી રૂપાંતરિત બિન જમા રજા ,પ્રસુતિ રાજા ,દિવસ ,વિશેષ માહિતીની આ પોસ્ટ માં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે . સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.
રજા વિષે કેટલીક સમજવા જેવી બાબતો
- 💢સર્વિસ /નોકરી દરમિયાન ગમે તેટલી રજા જમા હોય પણ રોકડ માં રૂપાંતર 300 રજા નું થાય .
- 💢વેકેશન કર્મચારી ને 30 (2.5)અને નોન વેકેશન ને અર્ધપગારી રજા 20 મળે મહિને 1.66/(5/3) જમા થાય
- 💢પ્રાપ્ત રજા 7/120 = 7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય .7 કે 7 કરતા વધુ મંજુર કરવી .(1,2,3,4,5,6 )એમ મંજુર ન કરવી એક વર્ષ માં ત્રણ વાર આપવી
- 💢ફિક્સ પે માં હોય તેને 12 કે 15 સી .એલ સિવાય કોઈ રજા મળતી નથી (ગ્રાન્ટેડ માધ્યમિક માં 15 c .l છે )
- 💢કાયમી કર્મચારી એટલે ફિક્સ માંથી દૂર થઇ પગાર પંચ મુજબ પગાર હોય (રજા સંદર્ભેજ )
- 💢પ્રસુતિ માટે હયાત બાળકો નો નિયમ છે .(ex એક મહિલા કર્મચારી છે .તેને બે સંતાન છે . સંતાન થયા બાદ નોકરી મળે તો રજા મળવા પાત્ર નથી એમ પિતૃત્વ રજા માં પણ છે
- 💢બે અથવા વધુ જીવિત બાળકો હોય તો પ્રસુતિ ની કોઈપણ રજા મળવાપાત્ર નથી ,
- 💢લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવવા ની સત્તા અધિકારી ને નથી . કર્મચારી ની લેખિત પરવાનગી હોવી આવશ્યક છે
- 💢રજા મંજૂરી થી સવર્ગ નું સંખ્યાબળ ઘટવું જોઈએ નહિ .લઘુતમ આવશ્યક સંખ્યાબળ કરતા ઘટી જાય તેમ રજા મંજુર કરી શકાય નહિ .
- 💢વારંવાર કોઈ કર્મચારી તબીબી કારણ ધરી રજા માંગે તો તબીબી મંડળ નું ધ્યાન દોરવું
નિયમ |
રજા પ્રકાર |
દિવસ |
વિશેષ માહિતી |
👉46 |
💥પ્રાપ્ત રજા /હક રજા |
30 |
💥શિક્ષકો ને મળતી નથી (નોન વેકેશનલ ) 💥સત્ર 1ની 15 સત્ર 2 ની 15=30 💥નોકરી દરમિયાન 300 જમા થાય . 💥મહિનામાં 2.5 (અઢી )રજા મંજુર થાય દર મહિને આજ રીતે ગણતરી 💥પ્રાપ્ત રજા 7/120 = 7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય 💥વર્ષ માં ત્રણ વાર ભોગવી શકાય |
👉50(2) |
💥પ્રાપ્ત રજા |
(વેકેશન વાળા કર્મચારી |
💥વેકેશન માં કામ કર્યું હોય 💥3 દિવસ વેકેશન માં કામ કરો ત્યારે 1 દિવસ પ્રાપ્ત મળે 💥1/3 રજા જમા થાય 💥(ફિક્સ પગાર ના કર્મચારી ને પ્રાપ્ત રજા ન મળે તેને વળતર રજા મળે એપણ પુરેપુરી મળે ) |
👉57(1) |
💥અર્ધ પગારી |
20 |
💥મહિને 5/3 અથવા 1.66 જમા થાય |
👉58 |
💥રૂપાંતરિત |
|
💥7 દિવસ થી લઇ 90 દિવસ ભોગવી શકો (વિવેકાનું સાર ફેરફાર મંજુર કરનાર કરી શકે ) 💥સમગ્ર નોકરી દરમિયાન 240 રજા વાપરી શકો |
👉59 |
બિન જમા રજા |
360 |
💥રજા જમા ન હોય ત્યારે વાપરી શકાય . 💥સળંગ 90 અને સમગ્ર નોકરી દરમિયાન 360 મળે |
👉60 |
💥કપાત /અસાધારણ રજા |
36 માસ (1080 દિવસ ) |
💥સળંગ 3 મહિના /આખી નોકરી દરમિયાન 36 માસ |
👉69 |
💥પ્રસુતિ |
180 |
💥6 મહિના 💥0થી 1 વર્ષ દરમિયાન પગાર મળતો નથી .(ફક્ત પ્રસુતિ રજા ફૂલ પગાર માં નડતી નથી ) 💥1 વર્ષ અને 2 વર્ષ કરતા ઓછી નોકરી અડધો પગાર મળે 💥2 વર્ષ કરતા નોકરી વધુ હોય તો ભાપગારી 💥હયાત બે બાળકો નો નિયમ છે . |
👉70 |
💥પિતુત્વ |
15 |
💥બાળક ના જન્મ થી 6 મહિના |
👉71 |
💥કસુવાવડ /ગર્ભ પાત |
45/7 |
💥કુદરતી કસુવાવડ 45 દિવસ સુધીની રજા મળવાપાત્ર (અધિકારી નક્કી કરે ) 💥કૃત્રિમ (બાળક નથી જોઈતું તો 7 દિવસ ) 💥5 વર્ષ માં એકજ વાર (કુદરતી કસુવાવડ માં આ નિયમ લાગુ પડતો નથી ) |
|
|
|
આ pdf DOWNLOD કરો
👉કેજ્યુઅલ લીવ
👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.
👉કુલ વર્ષ ની પ્રાથમિક માં 12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ
[[કેજ્યુઅલ લિવ CL રજા ના પ્રકાર માં નથી અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.
આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]
👉 વેકેશન ની આગળ પાછળ રજા ભોગવતા પેહલા પૂર્વ મંજૂરી અવશ્ય લેવી
👉 3 દિવસ થી વધુ નહિ તેટલી પરચુરણ રજા ભોગવી શકાશે (અપવાદ -10)
👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦(૨) ▸ કેન્સલ કરી શકે છે
👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.
👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.
👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ
👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.
પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.
👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.
👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.
» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |