important question for gujrat sheame : all in one question &answer

important question for gujrat sheame : all in one question &answer

Gujrat
0

 important question for gujrat sheame : all in one question &answer

રાજ્ય ની સ્પર્ધાત્મક પરીક્ષા ઓ જેવીકે tat,tet,htat ,kelvni nirixk અન્ય પરીક્ષાઓમા સરકારની વિવિધ યોજના ને લગતા પ્રશ્ન પુછાતા હોય છે .અહીંયા શિક્ષણ ને લગતી યોજના ના પ્રશ્ન અને ઉત્તર આપવામાં આવ્યા છે .જે સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી થશે .



Q .1 દૂધ સંજીવની યોજના ક્યારે ?ક્યાંથી અને કોણે ચાલુ કરી હતી ?

  • ANS .દૂધ સંજીવની યોજના 2 ઓક્ટોમ્બર 2009 ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ ડેડીયા પાડા (નર્મદા )થી શરૂઆત કરી અને પ્રાથમિક શાળા ના બાળકો ને 200ml ફ્લેવર વાળું દૂધ આપવામાં આવે છે .



Q .2 ગુજરાત માં કુલ કેટલી કૃષિ યુનિવર્સીટી છે .નામ જણાવો ?

  • ગુજરાત માં કુલ ચાર કૃષિ યુનિવર્સીટી આવેલી છે 
  •  1.આણંદ કૃષિ યુનિવર્સીટી 
  •  2.નવસારી કૃષિ યુનિવર્સીટી 
  •  3. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી 
  •  4.જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી 

Q .3 ગુજરાત ઓપન સ્કૂલ (GSOS )શું છે ?

  • જુલાઈ 2010 થી રચના કરવાંમાં આવી છે . GSOS અભ્યાસ કેન્દ્ર દ્રારા નોંધાયેલ ધોરણ 10 અને 12 ના ઉમેદવારો ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાંમાં આવે છે .ધો 10અને 12 વિદ્યાર્થી ઓને નિયત કરેલી ફી ચુકવવાની હોય છે .
Q .4 સરસ્વતી સાધના યોજના વિષે જણાઓ ?
  • વર્ષ 2019 થી આ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. ધોરણ નવ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને મફત સાઇકલ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધારે ન હોવી જોઈએ.

Q .5 વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના વિષે સવિસ્તાર વર્ણન કરો ?

  • વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ આ યોજના માટે 1,50,000 થી પછી આવક ધરાવતા ફેમિલીના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે છે  ગુજરાતના ગામડામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે છે ધોરણ 9 માં 20000, ધોરણ 10 માં 20,000, તો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં 30,000 અને ધોરણ 12 માં 30,000 શિષ્યવૃત્તિ મળે છે



Q .6 પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના વિષે સવિસ્તાર વર્ણન કરો ?

  • →11 જુલાઈ 2023 થી આ યોજનાની શરૂઆત ક૨વામાં આવી
  • →ધોરણ 9 થી 11 માં ભણતા બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 
  • → આ યોજના હેઠળ ધોરણ નવ ના વિદ્યાર્થીઓના દર વર્ષે 75000 ની આર્થિક સહાય મળશે 
  • → ધોરણ 11 ના વિદ્યાર્થીને વાર્ષિક 1,25,000 ની સહાય આપવામાં આવશે
  • →આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી ચાલશે અરજદારના માતા પિતાની વાર્ષિક આવક 2.5 લાખથી વધારે ના હોવી જોઈએ


Q .7 વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વિષે સવિસ્તાર વર્ણન કરો ?

💥વર્ષ 2002- 2003 થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ધોરણ એકમાં વિદ્યાર્થીની પ્રવેશ લે ત્યારે રૂપિયા 2000 ના નર્મદા શ્રી નિધિ બોન્ડ આપવામાં આવતા હતા(નોંધ :શરૂઆત માં 1000) ધોરણ આઠ પાસ કરનાર વિદ્યાર્થીનીઓને પાકતી મુદતે વ્યાજ સહિત બોન્ડ ની રકમ ચૂકવવામાં આવતી હતી.
 💥હાલમાં વાલી દિકરી યોજના અમલમાં હોવાને લીધે 19 વર્ષ બાદ આ યોજના બંધ કરવામાં આવેલ છે. જે ગામમાં સ્ત્રી સાક્ષરતા દર 35% થી ઓછો હોય તે કન્યાઓને આ યોજનાનો લાભ મળે છે.
💥નગરપાલિકાઓમાં બીપીએલ પરિવારની કન્યાઓ ને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવતા હતા.



Q .7 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિષે માહિતી 

  • 💥 આ યોજના સપ્ટેમ્બર 2017 માં શરૂ કરવામાં આવી હતી 
  • 💥 આ યોજના હેઠળ ત્રણ પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે
  •  (1) ટ્યુશન ફી સહાય 
  •  (2) હોસ્ટેલ ફી સહાય
  •  (3) બુક સહાય
  • 💥જે વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં છે તેમને પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયા ની નાણાકીય સહાય મળશે  વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સુવિધા કે સરકારી હોસ્ટેલ ના હોય તો સરકાર 10 મહિના માટે રૂપિયા બસો પ્રતિ માસની સહાય આપશે 
  • 💥80% સાથે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરનાર અને ડિપ્લોમા અભ્યાસક્રમ પસંદ કરેલ તમામ વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 અથવા 50% ફી બે માંથી જે ઓછી હશે તે મળશે.



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !