ઈન્સ્પાયર્ડ એવોર્ડ યોજના // Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

ઈન્સ્પાયર્ડ એવોર્ડ યોજના // Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

Gujrat
0

ઈન્સ્પાયર્ડ એવોર્ડ યોજના  // Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સ્પાય નામનો એક નવતર કાર્યક્રમ શરૂ ક૨વામાં આવ્યો છે.



INSPIRE = innovation in science pursuit for ispired research

MANAK- million minds augmenting national aspiration and knowledge.

પ્રશ્ન : આ યોજના ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

  • જવાબ : આ યોજના ની શરૂઆત વર્ષ 2009-2010 માં કરવા માં આવી હતી.

પ્રશ્ન : એવોર્ડ માટે પસંદગી પામનાર વિદ્યાર્થી ને કેટલી રકમ આપવામાં આવે છે ?

  • જવાબ : પેહેલા 5000 હજાર હતી . અત્યારે 10000 હજાર છે . રકમ ઓનલાઇન dbt માધ્યમ થી ચૂકવવા માં આવે છે .

પ્રશ્ન: યોજના નો મુખ્ય ઉદેશ શો છે ?

  • જવાબ : 10 થી 15 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય તે માટેની યોજના

પ્રશ્ન: કેટલા આઈડિયા ને રાષ્ટ્રીય પ્રદશન માં બતાવવામાં આવશે અને એવોર્ડ કોને આપવામાં આવશે ?

  • જવાબ : આ યોજના અંતર્ગત ભારતમાંથી અંદાજે દસ લાખ idea નોમિનેટ થશે જે પૈકી એક લાખ શ્રેષ્ઠ આઈડિયા કે ઇનોવેશનને એવોર્ડ માટે પસંદ કરવામાં આવશે.1000 બેસ્ટ આઇડિયા ને રાષ્ટ્રીય પ્રદર્શન માં બતાવવામાં આવશે તેમજ top 60 આઇડિયા ને એવોર્ડ આપવામાં આવશે. જે શાળા 6થી 10 ધોરણની છે ત્યાં પાંચ બાળકોને નોમિનેટ કરી શકાશે.

અન્ય વિગતો 

  • 👉વર્ષ 2013 થી આ યોજના નું નોમિનેશન ઓનલાઇન ક૨વા માં આવે છે.
  • 👉આ યોજના 2017 થી 2022 સુધી અમલ માં હતી. વર્ષ 2023 માં તેમાં ફેરફાર કરવા માં આવ્યા છે.
  • 👉શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત "ઇન સ્કુલ પ્રોગ્રામ"
  • 👉શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇન સ્કુલ'' યોજના વર્ષ 2014-15 થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

શાળાની પસંદગીના ધોરણોઃ

  1. (૧) પ્રથમ પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે
  2. (૨) શાળા ઓછામાં ઓછી ૩ વર્ષથી કાર્યાન્વિત હોવી જોઇએ. 
  3. (૩) મહાનગર પાલિકામાં શાળાના વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા ૫૦૦ અને તાલુકા સ્તરે ૨૫૦ સંખ્યા હોવી જોઇએ.
  4. (૪) તાલુકા મુજબ એક, નગરપાલિકા કક્ષાએ બે અને મહાનગરપાલિકા કક્ષાએ ૫ શાળાની પસંદગી કરવામાં આવશે. 

આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ધોરણ-૮ના ખેલાડીઓને રમત ગમત ની તાલીમ આપવા માં આવશે.

 આ યોજના આઉટ સોર્સીંગ ટી.એસ.પી. એજન્સી દ્વારા સંચાલન કરવામાં આવે છે.




 

INSPIRE INFORMESHAN

 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્સ્પાયર નામનો એક નવતર કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. અંગ્રેજી શબ્દો ‘ઇનોવેશન ઇન ઈન્સ્પાયર’. આ કાર્યક્રમનો મૂળ હેતુ દેશના યુવાનોને વિજ્ઞાનના વિદ્યાભ્યાસમાં નવી નવી શોધ અને સંશોધન કરવાનો રોમાંચ કેવો છે? તેનો પરિચય આપવાનો છે. એ દ્વારા વિદ્યાર્થીઓ નાની ઉંમરે વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય અને અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ઝડપી બને જેના પરિણામ સ્વરૂપ નિષ્ણાત યુવાનોનું વિશાલ માનવજૂથ રચવાની સગવડ ઊભી થાય. આ કાર્યક્રમની ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખોળી કાઢવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નથી યોજવાની. ઉર્જાવાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને મેળવવા માટે આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ બરાબર છે.

INSPIRE = innovation in science pursuit for ispired research



MANAK- million minds augmenting national aspiration and knowledge.


દસથી પંદર વર્ષના વયજૂથણા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય તરફ આકર્ષિત કરવાની ઈન્સ્પાયર એવોર્ડ યોજના બનાવી છે, જે અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીઓને દરેકને ૫ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે, અને આ સૌને નવી નવી શોધ તથા સંશોધન માટે પ્રેરિત કરવામાં આવશે. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર ૫૦ હજાર વિદ્યાર્થીઓને ચૂંટી કાઢી સૌથી વધુ સ્થળે ઉનાળુ કે શિયાળુ તાલીમ શિબિરો યોજીને વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતો સાથે એમનો સંપર્ક કરાવવામાં આવશે. જે તેઓને નવા સંશોધનો માટે પ્રેરણા આપશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી રહે એ હેતુસર છઠ્ઠા ધોરણથી દસમા ધોરણમાં ભણતા એટલે કે ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથના બે લાખ વિદ્યાર્થીઓને ઈન્સ્પાયર એવોર્ડ માટે ચૂંટી કાઢવામાં આવશે. દરેક બાળકને ૫ હજાર રૂપિયા ઈન્સ્પાયર એવોર્ડ અપાશે. આગામી પાંચ વર્ષના ગાળામાં દરેક માધ્યમિક શાળામાંથી ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓને એવોર્ડ માટે પસંદગી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્સ્પાયર એવોર્ડ (માનક એવોર્ડ) માટેના વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે આ માર્ગદર્શનો ધ્યાનમાં લેવાશે-


  1. વિદ્યાર્થી છઠ્ઠાથી દસમાં ધોરણમાં  હોવો જોઈએ.
  2. પ્રતિભાશાળી વિદ્યાથીઓની ભાળ મેળવવા માટે કોઈ જ પરીક્ષા નહીં યોજાય. માધ્યમિક શાળાના આચાર્ય કે પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી થશે.
  3. દેશની લગભગ સાડા ચાર લાખ માધ્યમિક શાળાઓના દસ લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ માટે ઓળખી લેવામાં આવશે.
  4. એવોર્ડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના પોતાના પ્રોજેક્ટના સાધનો ખરીદવા માટે તેમજ પ્રોજેક્ટને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે કરી શકાશે.
  5. જિલ્લા અને રાજ્ય સ્તરે ઈન્સ્પાયર એવોર્ડના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને રજૂ કરી શકે એ હેતુસર જિલ્લાઓ તેમજ રાજ્યો માટે બજેટની જોગવાઈ કરાશે.
  6. ઈન્સ્પાયર એવોર્ડના નાણાં વિદ્યાથીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીધા ચૂકવાય એવ વ્યવસ્થા કરી છે.
  7. બધા રાજ્યોને પોતાના વિસ્તારની સરકારી, ગ્રાન્ટ મેળવતી અને ખાનગી ધોરણે ચાલતી તમામ માધ્યમિક શાળાઓની યાદી આપવાની સૂચના અપાઈ છે.
  8. છટ્ઠા અને આઠમા ધોરણ એમ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી શાળાના આચાર્ય કરશે અને એ ત્રણમાંથી પસંદગી પામેલ એક વિદ્યાર્થીનું નામ અલગથી દર્શાવશે. એ જ રીતે બીજા વિભાગના નવમાં અને દસમાં ધોરણના એકએક એમ બે વિદ્યાર્થીઓની પસંદગી આચાર્ય દ્વારા કરાશે. અને એમાંથી પસંદગીના એક વિદ્યાર્થીનું નામ અલગથી જણાવશે. આ તમામ નામોની સૂચી રાજ્યના તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાથીઓની સંપૂર્ણ સૂચી અપાશે.
  9. ઈન્સ્પાય એવોર્ડ માટે આચાર્ય કે પ્રિન્સીપાલદ્વારા જયારે વિદ્યાર્થીઓની પસંદગી કરાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી એ અંગે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે. પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ મેળવેલ પરિણામ અને વિજ્ઞાન મેળાઓમાં રજૂ થતા પ્રોજેક્ટો તૈયાર કરવામાં વિદ્યાર્થીએ કેટલો રસ લીધો છે, એ બાબત પણ ધ્યાનમાં લેવાશે.
  10. કેવા માનકોને આધારે વિદ્યાર્થીઓની એવોર્ડ માટેની પસંદગી કરાઈ છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને જણાવાશે.
  11. જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શનો યોજવા માટે જરૂરી નણાકીય સહાય પૂરી પડશે અને પ્રોજેક્ટ ચૂંટી કાઢવા માટે સમીક્ષકો કે નિર્ણાયકની જરૂર હશે તો વિજ્ઞાનીઓ, સંશોધકો કે વિજ્ઞાનના પ્રધ્યાપકોની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  12. વિજ્ઞાનપ્રવાહના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી પોતાની કારકિર્દી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધનો માટે જ બનાવવા ઈચ્છતો હોય તો એવા યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા વિજ્ઞાનીઓ અથવા નોબલ ઇનામ વિજેતા વિજ્ઞાનીઓ સાથે સંપર્ક કરી અપાશે. અને ‘ઈન્સ્પાયર ઇન્ટર્નશીપ’ આપવામાં આવશે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !