Hot Posts

6/recent/ticker-posts

પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો/Learn about the administration of Panchayati Raj and other important Panchayat facts

પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો/Learn about the administration of Panchayati Raj and other important Panchayat facts 

અહીંયા આપણે પંચાયતી રાજ માંથી અને તેના વહીવટી તંત્ર વિષે જોઈશું આ માહિતી વિધાર્થી ને ખુબજ ઉપયોગી નીવડશે .વળી ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે .આપણા ગુજરાત રાજ્યની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં પંચાયતી માળખું પુછાતું હોય છે .આ માહિતી જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે .તો ચાલો  જોઈએ માહિતી

  • "પંચાયતી રાજ" એ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની એક પ્રણાલી છે જે ગામો, તાલુકાઓ (પેટા-જિલ્લાઓ) અને જિલ્લાઓને સ્થાનિક વિકાસ અને વહીવટ સંબંધિત નિર્ણયો લેવાની સત્તા આપે છે.  આ વિકેન્દ્રિત ગવર્નન્સ મોડલનો ઉદ્દેશ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે, જે પાયાના સ્તરે વિકાસને પ્રોત્સાહન આપે છે.  તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે જેઓ સ્થાનિક મુદ્દાઓને સંબોધવામાં અને તેમના સમુદાયોની સુધારણા માટે નિર્ણયો લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે
પંચાયતી રાજ નું વહીવટી તંત્ર 

વર્ગ 1 ના અધિકારીઓ 

જિલ્લા વિકાસ અધિકારી ,જિલ્લા ખેતીવાડી અધિકારી ,કાર્યપાલક ઈજનેર ...

વર્ગ 2 ના અધિકારીઓ 

તાલુકા વિકાસ અધિકારી ,નાયબ કાર્યપાલક ઈજનેર ...

વર્ગ 3 ના અધિકારીઓ 

વિસ્તરણ અધિકારી ,કારકુન ,ટાઈપિસ્ટ ,પંચયાતમંત્રી ગ્રામ સેવકો શિક્ષક....



પંચાયત સંદર્ભ  કલેક્ટર ની ભૂમિકા  વિષે જોઈએ 


  1. 💥ગ્રામપંચાયતની કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા
  2. 💥અનામત બેઠકો નક્કી કરવાની સત્તા
  3. 💥રાજ્ય સરકારના જિલ્લા કક્ષાના પ્રતિનિધી 
  4. 💥જિલ્લાના મહેસૂલી વડા
  5. 💥જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી
  6. 💥જિલ્લા આયોજન બોર્ડના સહ ઉપાધ્યક્ષ 
  7. 💥 રાજ્ય ચૂંટણી પંચના અધિકારી
  8. 💥જિલ્લાના સર્વોચ્ચ નાગરિક પૂરવઠાના અધિકારી 
  9. 💥સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અંગે કેટલીક વૈધાનિક અને વહીવટી સત્તા ધરાવતા અધિકારી 
  10. 💥ગુજરાતના પંચાયત ધારાની કલમ૨૪૯ (૬) માં એવી જોગવાઈ છે કે પંચાયતના કોઈ હુકમ, ઠરાવ કે નિ અથવા કાર્યથી લોકોને ઈજા અથવા હેરાનગતિ થવાનો અથવા સુલેહનો ભંગ થાય એવો સંભવ હોય તો   કલેક્ટર આવા પ અમલ બજવણી મોકુક રાખી શકે છે.


READ MORE :વધુ વાંચન માટે આપ નીચેના આર્ટિકલ વાંચી શકો છો 

💥ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question 

અહીંયા થી જાણો 

     💥તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat 

અહીંયા થી જાણો

💥જિલ્લા પંચાયત //To Know # District Panchayat 

અહીંયા થી જાણો

💥નગરપાલિકા અને મહાનગરપાલિકા

અહીંયા થી જાણો



પંચાયતોનો વહીવટ સ્ટાફ


  • જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારીને જિલ્લા વિકાસ અધિકારી કહે છે. તેમના તાબા નીચ ખાતાકીય અધિકારીઓ હોય છે. દા.ત જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુવર્ધન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલ ઈજનેરો, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, પંચાયત, વિકાસ અને મહેસૂલને લગતાં ત્રણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા હિસાબી અધિકારી ઉપરાંત બીજા વર્ગના ચીટનીશ, તાલુકા વિકાસ અધિકારી વગેરે ગેઝેટેડ અધિકારીઓ જિલ્લા પંચાયતના હવાલે હોય છે.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા પશુ સારવાર કેન્દ્ર ના સ્ટાફને તાંત્રિક માર્ગદર્શન અનુક્રમે જિલ્લા આરોગ્ય અધિકારીઅને જિલ્લા પશુ સંવર્ધન અધિકારી તરફથી આપવામાં આવે છે. 
  • ગ્રામપંચાયત સ્તરે મુખ્ય વહીવટી કર્મચારી તરીકે પંચાયત મંત્રી હોય છે. ગ્રામપંચાયતના કારોબારી અધિકાર સરપંચને હોય છે
  • . ૧૪ નવેમ્બર ૧૯૮૦ થી ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં જિલ્લા આયોજન બોર્ડની સ્થાપના કરીને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની પ્રથા દાખલ કરવામાં આવી છે. જિલ્લા આયોજન બોર્ડના અધ્યક્ષ તરીકે રાજ્યના એક પ્રભારીમંત્રી હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તેના ઉપાધ્યક્ષ હોય છે. અને કલેકટર સહ ઉપાધ્યક્ષ હોય છે.




Post a Comment

0 Comments