રજા (leave )ના પ્રશ્ન નું વિશાળ સંકલન

રજા (leave )ના પ્રશ્ન નું વિશાળ સંકલન

Gujrat
0

 ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા રજા અંગે ના વિશાળ પ્રશ્નો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે. 



  • ➡️ શિક્ષણવિભાગ ના એક કર્મચારી ની રજા મંજુર કરવાથી તેને અનુચિત મુશ્કેલી ઉભી થાય છે. તો કયા વિભાગ ની મંજૂરી થી છૂટછાટ આપી શકાય?

જવાબ ➡️ નાણાં વિભાગ 

  • ➡️  રજા પગાર ની ગણતરી કેવી રીતે થાય?

જવાબ ➡️ કર્મચારી રજા પર જતા પેહલા જે પગાર આકારેલ હોય તેની બરાબર પ્રાપ્ત રજા પગાર નો તે હકદાર છે.

  • ➡️ અસાધારારણ રજા પર જતા સરકારી કર્મચારી ને કેટલી રજા મળવાપાત્ર છે?

જવાબ ➡️ કોઈપણ રજા પગાર મળવાપાત્ર નથી 

  • જુલાઈ 2022 માં નિમણુંક પામેલ કર્મચારી ના રજા ના હિસાબ માં 1 લી જાન્યુઆરી 2023 ના દિવસે કેટલી અર્ધ પગારી રજા જમા થાય?
જવાબ ➡️  10 દિવસ 

  • બિન જમા રજા પર ઉતરનાર કર્મચારી ને કેટલો પગાર મળવાપાત્ર થાય?

જવાબ ➡️ અર્ધો પગાર 

  • ગુજરાત મૂલ્કી સેવા (રજા ) નિયમો 2002 અંતર્ગત રજા એટલે?

જવાબ ➡️ફરજ પર ગેરહાજર રહેવા સક્ષમ સત્તા ધિકારી દ્રારા આપવામાં આવતી પરવાનગી 

યાદ રાખો : અસાધારણ રજા દરમિયાન પગાર મળવાપાત્ર થતો નથી. 


  • માંદગી ના કારણસર ભોગવેલ અસાધારણ રજા દરમિયાન કેટલો પગાર મળવાપાત્ર છે?
જવાબ ➡️ રજા પગાર ન મળે 

  • એકજ કચેરીમાં વધુ સંખ્યામાં રજા અંગે ની અરજીઓ એકસાથે આવે ત્યારે શું વિચારણા માં લેવું 
જવાબ ➡️ કર્મચારી ના સંજોગો 

  • પ્રાસંગિક રજા કઈ કઈ રજા સાથે જોડી શકાય છે?
જવાબ ➡️ તબીબીScholarshરજા 

  • રજા પગાર પેશગી કયા કર્મચારી ને મળી શકે?

જવાબ ➡️અસાધારણ રજા પર જાય ત્યારે 


  • પ્રાપ્ત રજા હક રજા તરીકે મળવા અંગે શું જોગવાઈ છે?

જવાબ ➡️રજા હક્ક તરીકે માંગી ન શકાય

ગુજરાત મૂલ્કી સેવા (રજા ) નિયમો 2002 હેઠળ રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારી ની લેખિત પરવાનગી વગર લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવી શકે નહિ 


  • સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત કેટલી?
જવાબ ➡️ 60 માસ 

  • રજા ના ત્રણ મહત્વ ના વિધાનો યાદ રાખો 
જવાબ ➡️ 1. રજા મંજુર કરનાર અધિકારી રજા ના મંજુર કરી શકે છે.

➡️  2. રજા સિલક હોય તો પણ હક તરીકે માંગી ન શકાયઃ 

➡️ 3. પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે જોડી શકાયનહિ 

સરકારી કર્મચારી નોકરી માં દાખલ થાય ત્યારે નમૂના _13માં તેના કુટુંબ ની વિગતો કચેરી ના વડા / ખાતા ને પુરી પાડવાની હોય છે 


યાદ રાખો ➡️રજા મંજુર કરનાર અધિકારી રજા નામંજૂર કરી શકે છે.


  • સરકારી કર્મચારી ની નિવૃત્તિ સમયે મળતું રજા નું રોકડ માં રૂપાંતર ગુજરાત મૂલ્કી સેવા (રજા ) નિયમો,2002ની કઈ કલમ મુજબ આપવામાં આવે છે?
જવાબ ➡️ કલમ _ 65

  • વેકેશન ખાતા સિવાય ના સરકારી કર્મચારી ને તેની નોકરીના પ્રતેક  અર્ધ વાર્ષિક ગાળા માટે કેટલા દિવસ ની પ્રાપ્ત રજા મળવાપાત્ર 
જવાબ ➡️ 15 દિવસ 

  • રજા ના  દિવસોમાં જાહેર રજા સાથે સંયોજન કરવા અંગે ગુજરાત મુલ્કી સેવા નિયમો (રજા ) 2002 ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલ છે?

જવાબ ➡️નિયમ _42

યાદ રાખો ➡️ નાણાં વિભાગ ના તા.1.1.2006 ના નોટિફિકેશન મુજબ વગર પરવાનગી એ ગેરહાજર રેહનાર સરકારી કર્મચારી ની મહત્તમ 5 વર્ષ સુધી અસાધારણ રજા મંજુર કરી શકાય છે. 


  •  રજા પ્રવાસ ભોગવતા સરકારી કર્મચારીને કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે?
જવાબ ➡️  10 ( દસ )

  •  સરકારી કર્મચારીના રજાના હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે?

જવાબ ➡️નમૂનો -2

  •  સરકારી કર્મચારીની માંદગીના કારણોસર રજા ઉપર જવા કયા નમૂનામો તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ?

જવાબ ➡️ નમૂનો -3

  •  રજા કે રજા ની મુદત માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીની ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 મુજબ કયા નમૂનામાં અરજી કરવી જોઈએ?

જવાબ ➡️ નમૂનો 1

યાદ રાખો ➡️ અપવાદરૂપ સંજોગોમાં સરકાર અન્યથા નિર્ણય લેતે કિસ્સાઓમાં સરકારી કર્મચારીની સળંગ પાંચ વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવશે નહીં 


યાદ રાખો ➡️ અડધો પગારી રજા ની નોંધ રજાના હિસાબમાં પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ કરવામાં આવે છે 


યાદ રાખો ➡️ તબીબી પ્રમાણપત્રથી રજા અર્ધપગારી રજા કે વળતર રજા પ્રાસંગિક રજા સાથે જોડાઈ શકતી નથી 


યાદ રાખો ➡️  પ્રાથમિક શાળાઓમાં દર અઠવાડિયે દોઢ (1.5)દિવસની રજા રાખવી આ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો1949 ના નિયમ 125 માં ઠરાવેલ છે.


કોઈપણ શિક્ષણ ની તૈયારી માટે જોડાઓ માત્ર શિક્ષકો 



READ MORE :વધુ વાંચન માટે આપ નીચેના આર્ટિકલ વાંચી શકો છો 

💥ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question 

અહીંયા થી જાણો 

     💥તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat 

અહીંયા થી જાણો

💥જિલ્લા પંચાયત //To Know # District Panchayat 

અહીંયા થી જાણો

💥નગરપાલિકા અને મહાનગરપાલિકા

💥પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો

અહીંયા થી જાણો


  1. પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

https://www.factinfectnews.in/ WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !