ચોમાસાનો ફાયદો ઉઠાવી શરૂ કરો આ ધંધો, મહિને ₹1,50,000 ની કમાણી

ચોમાસાનો ફાયદો ઉઠાવી શરૂ કરો આ ધંધો, મહિને ₹1,50,000 ની કમાણી

Gujrat
0

ચોમાસાનો ફાયદો ઉઠાવી શરૂ કરો આ ધંધો, મહિને ₹1,50,000 ની કમાણી


Car Washing Business Idea: તમારા ઘરે પાણીનો વરસાદ થાય કે ન થાય પણ આ ચોમાસામાં પૈસા નો વરસાદ જરૂર થશે, શરત બસ એટલી છે કે શરૂઆતમાં બિઝનેસમાં દિલ દઈ ને કામ કરવું પડશે. જો આ શરત મંજૂર હોય તો પૈસાનો વરસાદ જોવા માટે તૈયાર થઈ જાઓ, આજે હું તમને આ બિઝનેસ વિશે જે પણ આઈડિયા અને ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપું એ અપનાવી જુઓ, પછી જુઓ કમાલ.

કાર વોશિંગ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી ? Car Washing Business Idea

  • ચોમાસાની ઋતુમાં Car Washing Business એક ગજબનો આઈડિયા છે, શું કામ એ તો તમને ખબર જ હશે. તો વધારે બડ બડ નથી કરવી સીધા કામની વાત પર આવીએ.
  • સૌપ્રથમ તો તમારે આસપાસના વિસ્તારમાં જુઓ કે કાર વોશિંગ ની માંગ છે કે નહીં, બાકી એવું થશે કે આસપાસના કોઈ લોકો પાસે કાર જ નથી અને તમે ત્યાં કાર વોશિંગ બિઝનેસ સ્થાપવાનો વિચારો છો 😄. જો કાર વોશિંગ ની માંગ હોય તો આસપાસના કાર વોશિંગ સર્વિસ માટે ની કિંમતો જુઓ.
  • હવે તમારે લોકેશન પસંદ કરવું પડશે, લોકેશન એવું પસંદ કરો કે જ્યાં કારની અવર-જવર વધારે હોય જેમ કે કોઈ મોટી માર્કેટ, રેસીડેન્સીયલ એરીયા વગેરે અને હા એટલું જ કાફી નથી એ પણ જુઓ કે એ વિસ્તારમાં પાણી અને વીજળીની સુવિધા મળી રહેશે કે નહીં 🧐.

જો આટલી વસ્તુઓની તમે ખરાઈ કરી લ્યો છો તો હવે તમે કાર વોશિંગ બિઝનેસની શરૂઆત કરી શકો છો.

આ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી સાધનો

Car Washing Business માટે તમને કેટલાક સાધનોની જરૂર પડશે જેની યાદી નીચે મુજબ છે.

  • પ્રેસર વોસર : કારની જલ્દી અને સારી રીતે સફાઈ કરવા માટે આ સાધન સૌથી જરૂરી છે.
  • વેક્યુમ ક્લિનર : કારના ઇન્ટિરિયર ને સાફ કરવા માટે વેક્યુમ ક્લીનર ખૂબ જ ઉપયોગી સાધન છે.
  • અન્ય વસ્તુઓ : શેમ્પુ, વોશિંગ સોલ્યુશન, બ્રશ વગેરે જેવા નાના મોટા સાધનો.
  • કર્મચારીઓ : Car Washing Business માટે 2-3 માણશો હશે તો બસ, 2-3 મિત્રો સાથે મળીને આ ધંધો શરૂ કરી શકો છો.

માર્કેટિંગ કેવી રીતે કરશો ?

  • બેસ્ટ સર્વિસ : કોઈપણ ધંધાનું રહસ્ય જ બેસ્ટ સર્વિસ છે. તમે લાખો રૂપિયાનો ખર્ચ કરી જાહેરાત કરાવો છો પરંતુ જો તમારી સર્વિસ બેકાર હશે તો કોઈ ગ્રાહક બીજી વાર તમારી પાસે સર્વિસ માટે નહીં આવે, તો બેસ્ટ માં બેસ્ટ સર્વિસ આપો.
  • સબંધ : બિઝનેસ કોઈ પણ હોય પરંતુ સૌથી મોટું માર્કેટિંગ સંબંધ જ છે, તમારી પાસે આવેલા ગ્રાહક સાથે હંમેશા સારું વર્તન કરવું અને સાથે સાથે ગ્રાહકને ખુરશી આપી પાંચ રૂપિયાની ચા પણ પીવડાવી દેશો તો આ જ ગ્રાહક પાંચ રૂપિયાના ખર્ચ પર તમને હજારોનું ફાયદો કરાવશે, આ જ કસ્ટમર તમારા વખાણ કરશે અને એ જ વખાણ તમારી માર્કેટિંગ છે.
  • જાહેરાત : ઉપરની બે બાબતો જો તમે અનુસરો તો તમારું 90% કામ તો ત્યાં જ પૂરું થઈ જશે, બાકીના 10% માં તમારે ફક્ત લોકો સુધી જાણ પહોંચાડવાની છે કે અમે Car Washing સર્વિસ આપી રહ્યા છે તેના માટે જાહેરાત સૌથી બેસ્ટ વિકલ્પ છે, આ માટે તમે ટેમ્પ્લેટ વહેંચી શકો છો, લોકલ ન્યૂઝ પેપર પર જાહેરાત આપી શકો છો.
  • ઓફર : જાહેરાતમાં જણાવો કે પ્રથમ સર્વિસ પર ડિસ્કાઉન્ટ છે આ ઉપરાંત જો કોઈ ગ્રાહક અન્ય ગ્રાહકને તમારા સુધી લાવે છે તો એ માટે પણ ડિસ્કાઉન્ટ ઓફર રાખો.

ખર્ચ કેટલો થશે | Car Washing Business Idea

  • સાધનોની ખરીદી માટે લગભગ લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે આ ઉપરાંત તમે જે જગ્યાએ આ બિઝનેસ શરૂ કરો છો તે જગ્યાનું ભાડું (લોકેશન પ્રમાણે ભાડું અલગ અલગ હોય છે) તેમજ પાણી, વીજળી અને જો કર્મચારીઓને પગાર પર રાખો છો તો ₹30,000 થી ₹50,000 રૂપિયાનો ખર્ચ થશે. આમ ટોટલ બે લાખ રૂપિયા જેવો ખર્ચ થશે, હા પણ કમાણી જ એટલી થશે આગળ વાંચતા જાવ ખબર પડી જશે.

આવક કેટલી થશે?

  • એક દિવસની 10 થી 20 કારનો ટાર્ગેટ પણ રાખશો અને એક કાર દીઠ સરેરાશ રૂપિયા ₹500 ની કમાણી કરો છો તો મહિનાના સરળતા થી દોઢ લાખથી ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
  • તો આ ચોમાસાની ઋતુમાં જાન લગાવી દો Car Washing Business Idea માટે, ચોમાસુ પૂરું થતાં લોકો તમને ઓળખતા થઈ જશે ત્યારબાદ તમે અન્ય કર્મચારીઓને પગાર પર રાખી બીજી સર્વિસ ચાલુ કરી શકો છો જેમ કે કાર રીપેરીંગ વગેરે તો તમારો આ બિઝનેસ ફક્ત ચોમાસા પડતો નહીં પરંતુ બારેમાસ નો બિઝનેસ બની જશે 😎.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !