Academic calendar 2024-25 Gujarat, ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર 2024-25 PDF
ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર 2024-25 PDF: ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, 80 દિવસની રજા.
Academic calendar 2024-25 Gujarat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બની રહેશે.
આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 13 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર 2024-25 PDF | Academic calendar 2024-25 Gujarat
કુલ મળીને આ શૈક્ષણિક વર્ષ દરમિયાન 80 દિવસની રજાઓ રહેશે. જેમાં 21 દિવસનું દિવાળી વેકેશન (Diwali vacation 2024 in Gujarat school) 28 ઑક્ટોબરથી શરૂ થઈને 17 નવેમ્બર સુધી રહેશે. ઉનાળુ વેકેશન (Summer vacation 2024 in Gujarat) 35 દિવસનું રહેશે, જે 5 મેથી 8 જૂન સુધી ચાલશે.
અન્ય પરીક્ષાઓ
આ ઉપરાંત, ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 14 થી 23 ઑક્ટોબર અને બીજી પરીક્ષા 20 થી 28 જાન્યુઆરી દરમિયાન લેવાશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 7 એપ્રિલથી શરૂ થઈને 19 એપ્રિલ સુધી ચાલશેPDF
પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
સત્રની વિગત
શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર 108 કાર્ય દિવસોનું રહેશે, જ્યારે દ્વિતીય સત્ર 135 દિવસનું રહેશે, જે 18 નવેમ્બરથી શરૂ થશે. વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ અને 6 સ્થાનિક રજાઓ પણ સામેલ છે.
વધુ માહિતી માટે: આ કેલેન્ડર શિક્ષણ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ કેલેન્ડરનો સંદર્ભ લઈને આગામી શૈક્ષણિક વર્ષનું સુચારુ આયોજન કરવા વિનંતી છે.
Read More: સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો: મુખ્યમંત્રીની મોટી જાહેરાત
વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો