Hot Posts

6/recent/ticker-posts

Free Cycle Yojana 2024: સાયકલ ખરીદવા માટે 2700 રૂપીયાની સહાય મળશે, આજે જ કરો અરજી


 Free Cycle Yojana 2024: સાયકલ ખરીદવા માટે 2700 રૂપીયાની સહાય મળશે, આજે જ કરો અરજી

Free Cycle Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા અવારનવાર યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેની અંદર ની આજે આપણે સાયકલ ખરીદવા માટે ની સહાય યોજના વિશે વાત કરવાના છીએ. મિત્રો સરકાર દ્વારા સાયકલ ખરીદવા માટે રૂપિયા 2700 ની સહાય આપવામાં આવે છે. તો આ સહાયની અંદર કઈ રીતે અરજી કરવી અને આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો? તે અંગેની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું.

  • સાયકલ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે જે આ યોજનાની અંદર અત્યારે ઓનલાઇન ફોર્મ ભરવાના પણ ચાલુ છે તો જે કોઈપણ મિત્રો આ યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તે પોસ્ટની અંદર વિગતવાર માહિતી મેળવે.

સાયકલ ખરીદવા માટે સહાય યોજના Free Cycle Yojana 2024

  • સરકાર દ્વારા જે આ સાઇકલની અંદર સહાય આપવામાં આવી રહી છે તે યોજનાનું નામ છે પગડીયા સહાય જે યોજના એ ગુજરાત સરકાર દ્વારા આઈ પોર્ટલની વેબસાઈટ ઉપર ખુલ્લી મુકવામાં આવેલી છે આ યોજનાની અંદર સાઇકલ સાથે બીજા ત્રણ યુનિટોની પણ ખરીદી કરવાની રહેશે અને તે યુનિટ ની અંદર પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. તો કયા કયા યુનિટો ની અંદર કેટલી સહાય આપવામાં આવે છે તે અંગે નીચે માહિતી આપેલી છે.

સાયકલ સબસીડી યોજના પાગડિયા સહાય

  • આ યોજના એ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે જે યોજનાની અંદર કુલ ખર્ચ ના 90% અથવા તો મહત્તમ 7,200 જે બંનેમાંથી ઓછું હશે તે યોજનાની અંદર મળવા પાત્ર રહેશે. જે યોજનાની અંદર ચાર યુનિટો ખરીદવાના રહેશે તેની અંદર પહેલો યુનિટ જ જે રૂપિયા 2700 બીજો સાયકલ તે પણ રૂપિયા 2700 ત્રીજો યુનિટ ઇન્સ્યુલેટર બોક્સ જે રૂપિયા 1350 અને વજન કાંટા ₹450 મુજબની સહાય મળવાપાત્ર રહેશે આમ કુલ 7,200 ની સહાય આ યોજનાની અંદર મળશે.

સાયકલ સબસીડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ✔જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો
  • ✔દિવ્યાંગો માટે સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • ✔બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ
  • ✔મત્સ્ય ઉદ્યોગ ખાતા નું તાજેતરનું પગડિયા માછીમારનું લાઇસન્સ
  • ✔લાભાર્થી નો ફોટો
  • ✔ખરીદી કરવામાં આવેલ જે સામગ્રી છે તેનું જીએસટી વાળું ઓથોરાઇઝર ડીલરનું બિલ જોશે.
  • ✔ખરીદેલ સાધનો સાથેનો અરજદાર નો જીઓ ટેગિંગફોટોગ્રાફ.

સાઇકલ સબસીડી પગડિયા સહાય યોજના ની અંદર અરજી

  • આ યોજનાની અંદર અરજી કરવા માટે સૌપ્રથમ ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે. યોજનાની અંદર અરજી કરવાની શરૂઆત 10 મે 2024 થી થઈ ચૂકેલી છે અને આ યોજનાની અંદર અરજી તમે 30 જુલાઈ 2024 સુધી કરી શકશો. યોજનાની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે જે તમારે આઈ પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે. આ વેબસાઈટ ઉપર તમારે મત્સ્ય ઉદ્યોગ ની યોજનાઓમાં જવાનું રહેશે.
  • મત્સ્ય ઉદ્યોગની આ યોજનાની અંદર આ યોજનાનું નામ પગડિયા સહાય નામની યોજના છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેની વિગતવાર માહિતી તમારી સામે આવી જશે અને તે માહિતી ને વાંચી અને તમે અરજી કરો પર ક્લિક કરશો ત્યારબાદ તમારે જે ફોર્મ ઓપન થશે તે સંપૂર્ણ અને સચોટ રીતે ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ તમારે અરજી સેવ કરી અને કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રિન્ટ કઢાવી અને જે તે કચેરીમાં જરૂરી બીડાણ સાથે મોકલવાની રહેશે.

Post a Comment

0 Comments