Hot Posts

6/recent/ticker-posts

Gas Cylinder Expiry Date: રસોડામાં ગેસ સિલિન્ડર રાખતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

 Gas Cylinder Expiry Date: રસોડામાં ગેસ સિલિન્ડર રાખતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો



Gas Cylinder Expiry Date: આજકાલ સમાચારોમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. તેમજ તમે પણ કેટલીક જગ્યાઓ ગેસ લિકેજ કે ગેસ સિલિન્ડરની વિસ્ફોટની ઘટનાઓ જોઈ હશે. આવી દુર્ઘટનાઓ મોટાભાગે ગેસ લીકેજ કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ પૂર્ણ થવા છતાં ઉપયોગ કરવાથી સર્જાય છે. પરંતુ આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખી આપણે આપણી જાતને અને પરિવારને સુરક્ષિત રાખી શકીએ છીએ. આ લેખમાં આપણે આજે જાણીશું ગેસ સિલિન્ડરની સુરક્ષિત જગ્યા, ઉપયોગની સાચી રીત અને એક્સપાયરી ડેટ ચકાસવાની સંપૂર્ણ માહિતી.

રસોડામાં ગેસ સિલિન્ડર રાખતા પહેલા આ બાબતો જાણો Gas Cylinder Expiry Date

  • ગેસ સિલિન્ડર હંમેશા સુરક્ષિત અને હવાની અવરજવર વાળી જગ્યાએ રાખો. બાળકોની પહોંચથી દૂર, ગેસના ચૂલાથી થોડે દૂર, તેમજ સીધા સૂર્યપ્રકાશ કે ગરમીથી દૂર અને ઇલેક્ટ્રિક બોર્ડથી પણ દૂર રાખવું જરૂરી છે.
  • રસોડામાં એક 9 કિલોનું સિલિન્ડર રાખી શકાય છે. પરંતુ તેની એક્સપાયરી ડેટ ચકાસવી અનિવાર્ય છે. જેની ચર્ચા આજે આપણે અહી કરીશું

ગેસ સિલિન્ડર ફાટવાના મુખ્ય કારણો

ગેસ લીકેજ થવાથી ચૂલો સળગાવતી વખતે સિલિન્ડર ફાટી શકે છે.

  • સામાન્ય રીતે LPG સિલિન્ડર 10 વર્ષ ચાલે છે. એક્સપાયર થયેલ સિલિન્ડર ફાટવાનું જોખમ વધારે છે. જેથી તમે નીચે આપેલ બાબતોનું ધ્યાન રાખીને ગેસ સિલિન્ડરની એક્સપાયરી તારીખ જાણી શકો છો.

ગેસ સિલિન્ડરની એક્સપાયરી તારીખ કેવી રીતે ચકાસવી?

  • BIS વેબસાઈટ: બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની વેબસાઈટ પર લોગ ઇન કરીને સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચકાસી શકાય છે.
  • સિલિન્ડર પરનું ચિહ્ન: દરેક સિલિન્ડર પર A-24, B-24, C-24 કે D-24 જેવા ચિહ્નો હોય છે. આગળનું અક્ષર (A, B, C, D) ત્રણ મહિનાનું ગાળો દર્શાવે છે અને પાછળની સંખ્યા વર્ષ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, A-24 એટલે વર્ષ 2024ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં એક્સપાયર થતું સિલિન્ડર.
  • આ સરળ ટિપ્સને અનુસરીને આપણે ગેસ સિલિન્ડરના ઉપયોગને સુરક્ષિત બનાવી શકીએ છીએ. સલામતીના આ સૂત્રોને અપનાવીને આપણે સુખી અને સુરક્ષિત જીવન જીવી શકીએ છીએ.

તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો સાથે સેર કરી શકો છો જેથી તેઓ પણ પોતાના ઘરનું ગેસ સિલિન્ડર એક્સપાયરી છે કે નહીં તે ચકાસી શકે અને વધુ માહિતી માટે અમારા વોટસએપ ગ્રૂપમાં જોડાઈ શકો છો

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments