Hot Posts

6/recent/ticker-posts

SSC Stenographer Recruitment 2024 : 12 પાસ ઉમેદવરો માટે આ સુવર્ણ તક છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો

 SSC Stenographer Recruitment 2024 : 12 પાસ ઉમેદવરો માટે આ સુવર્ણ તક છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો


SSC Stenographer Recruitment 2024 : સામાન્ય રીતે ઉમેદવાર મિત્રો ગુજરાત સરકારની સરકારી ભરતી ઉપરાંત કેન્દ્ર સરકારની ભરતીની વાત કરીએ તો રેલવે, બેંક અને SSC તેમજ આર્મીમાં ભરતીની રાહ જોઈને બેઠા હોય છે તો તમારા માટે એક ખુશ ખબર છે કે સ્ટાફ સેલેકશન કમિશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

SSC Stenographer Recruitment 2024

  • સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સ્ટેનોગ્રાફર માટે ટોટલ 2006 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તો ચાલો જાણીએ આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે પગાર ધોરણ, ઉમરમર્યદા, શૈક્ષણિક લાયકાત વગેરે.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી માટે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમે કમ્પ્યુટર વિષયનું સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ જેમ કે ટાઈપિંગ વગેરે.

ઉમર મર્યાદા

  • સ્ટેનોગ્રાફર ગ્રેડ સી માટે ઓછા માં ઓછી 18 વર્ષની ઉંમર અને વધુ માં વધુ 30 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે તેમજ સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 27 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે.

અરજી ફોર્મ માટે ફી

  • જો તમે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ધરાવો છો તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. જો તમે અનુસૂચિત જાતી, અનુસૂચિત જન જાતિ, પીડબલ્યુબીડી, , માજી સૈનિક તેમજ મહિલા ઉમેદવારની કેટેગરી માં આવો છો તો તમારે અરજી કરવા માટે કોઈ પૈસા આપવાના નથી. આ સિવાય અન્ય કેટેગરીના ઉમેદવારો ને ₹100 અરજી ફી આપવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી માટે ઉમેદવારે સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દ્વારા પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ typing માટે ની પરીક્ષા અને ત્યારબાદ મેરીટમાં આવતા ઉમેદવારોના દસ્તાવેજ વેરીફીકેશન બાદ પસંદગી કરવામાં આવશે.

જરૂરી તારીખ

  • SSC Stenographer Recruitment 2024 મા અરજી કરવાની શરૂઆત 26/07/2024 ના રોજ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 17/08/2024 છે, તો આ તારીખના સમયગાળામાં ઓનલાઇન અરજી કરી દે જો.

સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી માટે પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બર 2024 માં લેવામાં આવશે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ સ્ટાફ સીલેકશન કમિશનની ઑફિસિયલ વેબસાઈટ ssc.gov.in ઓપન કરો, ત્યારબાદ “Apply” નામના વિકલ્પ પર ક્લિક કરો, હવે તમને હાલ ચાલુ ભરતીઓનું લીસ્ટ દેખાશે તેમાં સ્ટેનોગ્રાફર ની ભરતી સામેના “Apply” બટન પર ક્લિક કરો હવે જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો રજિસ્ટ્રેશન કરવું પડશે અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો લોગીન કરી આગળ વધો. ત્યારબાદ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ભર્યાબાદ દસ્તાવેજ અપલોડ કરો 
  • રી સબમિટ આપો, જે કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરાવાની છે તેઓને ફી ભરવાની રહેશે ત્યારબાદ ફાઇનલ સબમિટ આપશો એટલે તમારી અરજી ભરાઈ જશે.
  • ધ્યાન રહે એપ્લિકેશન નંબર નોંધી રાખવો, આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લ્યો તો વધારે સારું.
  • આ ઉપરાંત જો તમે ઓફિસિયલ નોટીફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો ssc.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. આવી જ રીતે સરકારી ભરતીની માહિતી માટે અમારી સાથે જોડાયા રહો. ધન્યવાદ

Agniveer Yojana: આ સરકારી નોકરી માટે પ્રાધાન્ય મળશે અગ્નીવિરોને, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments