ગુજરાતની 32 હજાર શાળાઓ પાસેથી રિપોર્ટ મંગાવીશું, ગેરહાજર રહેનારા શિક્ષકોને સાથ આપનારાને પણ ઘરભેગા કરીશું: શિક્ષણ મંત્રી
આજથી બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની પોલ ખોલતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમની હાજરી બોલાતી હતી. આટલું જ નહીં, તેઓને પગાર પણ ચૂકવવામાં આવતો હતો. જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
શિક્ષણ વિભાગ સમાચાર
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને તેમના વિભાગમાં લાચલી લાલીયાવાડી અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Ration Card E-KYC Check: બે મિનિટમાં ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો, રાશનકાર્ડનું ઈ-કેવાયસી થયું છે કે નહીં.
GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ
GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી
એડયુકેશન ડિપાર્ટમેન્ટ news
જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શિક્ષક ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને અહીં તેઓની નોકરી ચાલુ હોવાની બાબત ગંભીર છે. આ સાથે જ આવા શિક્ષકોની હાજરી પૂરનારા પણ દોષિત છે. આથી શિક્ષકની સાથે-સાથે જેમની જવાબદારી છે, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
- હાલ એક શિક્ષકની વાત જ અમારા ધ્યાન પર આવી છે. જેનો મેં રિપોર્ટ મંગાવ્યો છે. હવે આગામી સમયમાં આ બાબતે સમગ્ર રાજ્યમાં સઘન ઝૂંબેશ ચલાવવામાં આવશે. જેમાં 32 હજારથી વધુ શાળાઓ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે. આ દરમિયાન જે શિક્ષકો અનિયમિત હશે અને ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ હશે અને શાળામાં ગેરહાજર હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓને ઘરભેગા કરવામાં આવશે.
- જણાવી દઈએ કે, પાન્છા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ પર તેમનું નામ બોલાઈ રહ્યું હોવાના આક્ષેપ થયા હતા. આ શિક્ષિકા વર્ષમાં એક વખત દીવાળીના સમયે ગુજરાત આવે છે અને પોતાનો પગાર પણ મેળવે છે. આ બાબતે સ્કૂલના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો.
મહેસાણા જિલ્લામાંથી 10 શિક્ષકો ચાલુ નોકરીએ ગેરહાજર રહે છે, સરકારી નોકરીને મજાક બનાવનારા કેટલાક તો વિદેશમાં વસી ગયાની પણ ચર્ચા છે
- ટેટ અને ટાટ પાસ ઉમેદવારો એક તરફ ભરતીની માંગણી કરી રહ્યા છે અને સરકારી નોકરી માટે વલખા મારી રહ્યાં છે તો બીજી તરફ કેટલાક શિક્ષકો સરકારી નોકરીને મજાક સમજતા હોય તેમ મફતનો પગાર ચરી જતા હોય અને શિક્ષક શબ્દ પર લાંછન લગવતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સરકારી નોકરીને મજાક બનાવનારા વધુ 10 શિક્ષકોનો પર્દાફાશ થયો છે.
વર્ષોથી ગેરહાજર રહે છે શિક્ષકો!
- મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો ચાલુ નોકરીએ ગેરહાજર રહે છે. અત્રે જણાવીએ કે, જોટાણા, બેચરાજી, સતલાસણા, વિજાપુર, અને કડીના પંથોડા, વડનગરના રાજપુર, શોભાસણના શિક્ષકો ગેરહાજર રહેતાનો ઘટસ્ફોટ થયો છે. અંચબિત થાય તેવી વાત એ છે કે, આ છૂમંતર 10 શિક્ષકોમાંથી 4થી 5 શિક્ષક વિદેશ પ્રવાસે છે એટલુ જ નહીં કેટલાક તો વિદેશમાં વસી ગયાની પણ ચર્ચા છે.
અમેરિકા થી live
✅✅ Gujrat Eduapdet. Net: ભાવના પટેલ યે પોતાના બચાવ માં શું કહ્યું NEWS કેપિટલ એક્સકલુસીવ Bhavnaben patel અમેરિકા થી LIVE
- શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો* https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
કેટલાક વિદેશમાં વસ્યા તો કેટલાક લાંબાગાળાની રજા પર
- શોભાસણ પ્રાથમિક શાળાના ધરતી ગજ્જર 4 વર્ષથી કપાત પગાર પર ગેરહાજર છે અને સ્વૈચ્છિક નિવૃતિની કાર્યવાહી પૂર્ણ કરી રહ્યાં નથી. ગેરહાજર રહેનારા 10 શિક્ષકોને શિક્ષણાધિકારીએ નોટીસ પાઠવી તેમજ પગાર અટકાવવાની કામગીરી કરી છે.
Image fbnews
આપની માટે 5 મહત્વપૂર્ણ આર્ટિકલ