- 70th National Film Awards Announced; This Gujarati actress got an award, Rishabh Shetty played Mari Baji, see the list
70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત; આ ગુજરાતી એક્ટ્રેસને મળ્યો એવોર્ડ, ઋષભ શેટ્ટીએ મારી બાજી, જુઓ લીસ્ટ
નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં ગુજરાતી ફીચર ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ છવાઈ..70 મા નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સ અંતર્ગત ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી તેમજ નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર કેટેગરીમાં ઍવોર્ડ...
Image by fb
- 70th National Film Awards Announced; This Gujarati actress got an award, Rishabh Shetty played Mari Baji, see the list
- માહિતી અને પ્રસારણ મંત્રાલય નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને નેશનલ ફિલ્મ એવોર્ડ(70th National Film Awards)ના વિજેતાની જાહેરાત કરી છે.
- ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા આ વખતે મોટી બાજી મારી છે. રિષભને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો આ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.
- આ વર્ષે બોલિવૂડની કોઈ અભિનેત્રીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો નથી. નિત્યા મેનેન (થિરુચિત્રંભલમ) અને માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)ને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
- ઊંચાઈ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટીંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
- સૂરજ આર બડજાત્યાએ ઉંચાઈ ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
- મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. કંતારાને બેસ્ટ ફિલ્મ (હોલસમ એન્ટરટેઈનમેન્ટ), બ્રહ્માસ્ત્રને બેસ્ટ વીએફએક્સ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
- સ્પેશીયલ મેન્શનમાં મનોજ બાજપેયીને ફિલ્મ ગુલમહોર માટે નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો. મ્યુઝિક ડાયરેક્ટર સંજય સલીલ ચૌધરીનોને સ્પેશીયલ મેન્શન એવોર્ડ મળ્યો.
- પ્રીતમને બ્રહ્માસ્ત્ર માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો. એઆર રહેમાને પોનીયિન સેલવાન-2 માટે બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવોર્ડ જીત્યો. પોનીયિન સેલવાન માટે આનંદ કૃષ્ણમૂર્તિએ બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનનો એવોર્ડ જીત્યો.
- શર્મિલા ટાગોરની ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો.
- મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલવાન-1 એ શ્રેષ્ઠ તમિલ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. KGF 2ને બેસ્ટ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
- કાર્તિકેય 2 ને બેસ્ટ તેલુગુ ફિલ્મ એવોર્ડ મળ્યો .
- અરિજિત સિંહને બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે.
- નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં મોનો નો અવેરને બેસ્ટ સ્ક્રિપ્ટ અને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો. સંગીતકાર વિશાલ શેખરને પણ શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો.
જાણો આ વર્ષના રાષ્ટ્રીય પુરસ્કારના વિજેતાઓની યાદી.
શ્રેષ્ઠ તેલુગુ મૂવી- કાર્તિકેય 2
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ- PS-1
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- KGF 2
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- ગુલમોહર
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- પ્રમોદ કુમાર- ફૌજા (હરિયાણવી ફિલ્મ)
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન- KGF 2
બેસ્ટિ એનિમેશન- બ્રહ્માસ્ત્ર 1- ધર્મ
બેસ્ટ ડાયલોગ્સ- ગુલમહોર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- પીએસ-1
શ્રેષ્ઠ અભિનેતા- ઋષભ શેટ્ટી- કંતારા
શ્રેષ્ઠ અભિનેત્રી- નિત્યા મેનન- તિરુચિત્રંબલમ
શ્રેષ્ઠ અભિનેત્રી- માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા – ઊંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન રાજ મલ્હોત્રા – ફૌજા (હરિયાણવી ફિલ્મ)
શ્રેષ્ઠ ફિલ્મ વિવેચક- દીપક દુઆ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક- પ્રીતમ- બ્રહ્માસ્ત્ર-1
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન પૃષ્ઠભૂમિ- AR રહેમાન- PS-1
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન- એ.આર. રહેમાન- પીએસ-1
શ્રેષ્ઠ પુરૂષ ગાયક- અરિજીત સિંહ-કેસરિયા-બ્રહ્માસ્ત્ર-1
શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ – બીરુબાલા, હરગીલા (આસામ)
શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ – કૌશિક સરકાર – મોનો નો અવેર
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન- વિશાલ ભારદ્વાજ-ફુરસાત હિન્દી
શ્રેષ્ઠ દિગ્દર્શન – મરિયમ ચાંડી – ફોર્મ ડી શેડો
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (30 મિનિટ) – ઔન્યતા (આસામ)
શ્રેષ્ઠ નોન ફીચર સામાજિક અને પર્યાવરણીય મૂલ્ય – ઓન ધ બ્રિંક સીઝન 2 – ગરિયાલ
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મોર્મસ ઓફ ધ જંગલ (મરાઠી)
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |