ઓનલાઇન બદલી જિલ્લા ફેરબદલી નિયમો, જાહેરાત, અને તે અંતર્ગત ન્યૂઝ રિપોર્ટ
નિયામકશ્રી પ્રાર્થામક શિક્ષણ નકકી કરે ત્યારે જે જિલ્લામા વિભાગ/વિષય મુજબના જ્યારે પ્રતિક્ષા યાદીના ૨જીસ્ટર નથી એટલે કે તેઓના જિલ્લામા જિલ્લાફે૨ બદલીથી આવના૨ની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા મુજબ જે તે વિભાગ/વિષયની શ્રેયાનતા ૨જીસ્ટરે એક પણ અ૨જી બાકી રહેવા પામેલ નથી તેવાં જિલ્લાઓએ વિદ્યાસહાયક/શિક્ષક/મુ‚શક્ષકોની જે તે વિભાગ/વિષયની અગ્રતા/સામાન્ય શ્રેયાનતા જે પણ પૂર્ણ થયેલ હોય તેની જિલ્લાફે૨ એકતરફી બદલી ઓનલાઈન પદ્ધતિ ક૨વાની રહેશે.
ઓનલાઇન આંતરિક કેમ્પ
ઓનલાઇન કેમ્પની જગ્યા આવતીકાલથી અપલોડ કરવાની કામગીરી શરૂ થશે, હાલ જે જગ્યા મુકેલી છે તે ગયા વર્ષની છે, જે ધ્યાને લેવી નહિ... નવી જગ્યા પહેલી સપ્ટેમ્બરના રોજ જોવા મળશે...*
વેબસાઈટ ➡️
Important Links 2024
તમામ પ્રકારના બદલી કેમ્પ અંગેની જગ્યાઓની માહિતીની સચોટ માહિતી મૂકવામાં આવશે ડાયરેક્ટ FOLLOW એજ્યુકેશન અપડેટ ચેનલ....*
https://bit.ly/ગુજરાતપ્રાથમિકશિક્ષણઅપડેટ
- (૨) જયારે બદલી કેમ્પ જાહે૨ થાય તે માસની પહેલી તા૨ીખની સ્થિતિ એ વિભાગ/વિષયવા૨ ચોખ્ખી તમામ ખાલી જગ્યાઓ જિલ્લાફે૨ બદલીથી ભ૨વાની રહેશે. ઉક્ત તમામ ખાલી જગ્યાઓની ૬૦ ટકા જગ્યાઓ પ્રકરણ-(E) (અ) મુજબની અગ્રતાથી ભ૨વાની રહેશે. બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધોરણે ભરવાની રહેશે. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે બાકીની જગ્યાઓ શ્રેયાનતાના ધો૨ણે જિલ્લાફેર બદલીથી ભ૨વાની રહેશે.
👉. અગ્રતા માટે વાંચો CLICK
બદલી કેમ્પ અપડેટ.(માહિતી જૂની છે . ) ઓનલાઇન બદલી કેમ્પ 2024 💥ઓનલાઇન બદલી કેમ્પ બે તબક્કામાં યોજાશે. 💥પ્રથમ તબ્બકામાં* જિલ્લાની પસંદગી (વધુમાં વધુ 1 જિલ્લા) કરવાની રહેશે. 💥બીજા તબક્કામાં શાળાઓને અગ્રીમતા ના ધોરણે પસંદ કરવાની રહેશે. 💥જ્યારે તબક્કાની જાહેરાત થાય એ મહિના માં પેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યા બતાવવા મા આવશે.* 💥પ્રથમ રાઉન્ડ પત્યા બાદ ખાલી રહેતી જગ્યા માટે જનરલ રાઉન્ડ યોજવામાં આવશે.* જેમાં એકપણ શાળા ન મળેલ ફરીથી અરજી કરી શકશે. 💥શાળા મળ્યા બાદ ઓર્ડર રદ્દ કરાવી શકશે નહિ. 💥ખાતાકીય તપાસ કે પોલીસ કેસ ના કિસ્સા હોઈ તેઓ અરજી કરી શકશે નહિ. પણ આંતરિક બદલી કેમ્પ માં અરજી કરી શકશે. 💥 બદલીના ફોર્મ ઓનલાઇન જ જનરેટ થશે જેની *બે કોપી કાઢી તાલુકા પ્રા. શિ. ની કચેરી માં જરૂરી આધાર પુરાવા સાથે જમાં કરવાના રહેશે જો કોઈ પૂર્તતા હશે તો દિન-૩ માં જાણ કરવામાં આવશે. 💥જેમણે પસંદ કરેલ એકપણ શાળા મળતી નથી તેઓ દર વર્ષે યોજાતા ઓનલાઇન જિલ્લા બદલી માં નિયમોનુસાર અરજી કરી શકશે. |
- (૩) જિલ્લામા ચોખ્ખી તમામ ખાલી જગ્યા મુજબ જિલ્લાફે૨ ઓનલાઇન બદલી માટે નિયામકશ્રી પ્રામિક શિક્ષણ દ્વારા વર્તમાન પત્રમાં જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મંગાવી ઓનલાઇન પદ્ધતિથી બદલી કરવાની રહેશે.
- (૪) જે તે જિલ્લાની તાલુકાવા૨ ચોખ્ખી ખાલી જગ્યાવાળી શાળાઓની યાદી, પ્રાથમક વિભાગની ખાલી જગ્યાવાળી શાળાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિષયવા૨ ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે. (૧. ભાષા, ૨. ણિત-વિજ્ઞાન, ૩. સાિ વિજ્ઞાન) અને મુખ્યશિક્ષકની મંજૂર થયેલ મહેકમ મુજબ ઉપલબ્ધ ચોખ્ખી ખા જગ્યાઓ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.
- (૫) જિલ્લાહે૨ એકતરફી ઓનલાઇન બદલી કેમ્પ માટે તાલુકા પ્રાર્થામક શિક્ષણાધિકારી પાસે શાળાવા૨ વિભાગ/વિષયવા૨ ચોખ્ખી ખાલી જગ્યાઓની ચકાસણી કરાવી ખરાઈ કરીને સંકલિત ક૨ી જિલ્લા કક્ષાએથી ભ૨વાપાત્ર જગ્યાઓ જ ઑનલાઇન અપલોડ કરવાની રહેશે.
- (૬) જે વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક જિલ્લાફે૨ એકતરફી બદલી કરાવવા ઇચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ/વેબપોર્ટલ ૫૨ માંગેલ વિગતો ભ૨ી ઓનલાઇન અ૨જી સબમીટ ક૨વાની રહેશે. વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક જિલ્લાફે૨ એકતરફી ઓનલાઇન બદલી કેમ્પ બે ભાગમાં ક૨વાનો રહેશે. જેના પ્રથમ ભાગમાં વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષક એ જિલ્લાની પસંદગી ક૨વાની ૨હેશે. જિલ્લા પસંદગી દ૨મ્યાન દર્શાવેલ તમામ જિલ્લામાંથી વધુમાં વધુ કોઈપણ ત્રણ જિલ્લા અગ્રીમતા પસંદ કરવાના રહેશે અને બીજા ભાગમાં પસંદ કરેલ જિલ્લાની શાળાઓ અગ્રીમતા ના ધોરણે પસંદગી ક૨વાની રહેશે. . જો વિદ્યાસહાયક/શિક્ષક/મુર્ખાશક્ષક પ્રથમ ભાગમાં જિલ્લા પસંદ કર્યા બાદ બીજા ભાગમાં પસંદ કરેલ જિલ્લાની એકપણ શાળા પસંદ નહીં કરે તો તેની અરજી જે તે વર્ષ માટે રદ ગણાશે. પ્રથમ રાઉન્ડના અંતે બાકી રહેલ ખાલી જગ્યા તથા પ્રથમ રાઉન્ડમાં બદલી થવાના કારણે ખાલી પડેલ જગ્યાઓની યોગ્ય ચકાસણી કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જન૨લ રાઉન્ડ માટે ઓનલાઇન ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. જન૨લ રાઉન્ડમાં પણ પ્રથમ રાઉન્ડની જેમ પ્રક્રિયા અનુસ૨વાની ૨હેશે. પરંતુ પ્રથમ રાઉન્ડમાં જેઓની અ૨જી રદ કરવામાં આવેલ છે તે જનરલ રાઉન્ડમાં ભાગ લઇ શકશે નહીં.
Supreme Court Judgement on Pension: સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, ગુજરાત રાજ્યના 85 હજાર પેન્શનરોને રાહત, મળશે ₹750 કરોડની રકમનું એરિયર્સ
(૭) વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષક સામે કોઈ ખાતાકીય તપાસ ચાલુ, સૂચિત કે પડતર હશે કે પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય કે સરકારી લેણું બાકી હોય કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી અહેવાલમાં વિરૂધ્ધ નોધ હોય તેઓની કોઈ પણ પ્રકા૨ની જિલ્લાફેર બદલીની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહી. પરંતુ જીલ્લામાં આંતરિક બદલી થઇ શકશે અને તેની વિગતો સબંધત તાલુકા પ્રાર્થોમક શિક્ષણાધિકારીને મોકલવાની રહેશે.- (૮) જિલ્લાફેર બદલી અન્વયે વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને છૂટા કરતાં પહેલા તેમની પાસેથી મકાન બાંધકામ પેશગી સિવાય અન્ય સ૨કા૨ી લેણાંની વસૂલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાતની વિગતો વિદ્યાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકના એલ.પી.સી.માં દર્શાવવાની રહેશે તથા મકાન બાંધકામ પેશગીની મૂળ ફાઇલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે.
- (૯) સબમીટ થયેલી અરજીની બે પ્રિન્ટ કાઢી કચેરીની નકલ સધિત તાલુકા પ્રાથમક શિક્ષણાધિકારીને જરૂરી આધા૨-પુરાવા જોડીને રજૂ કરવાની રહેશે.
- (૧૦) સબંધિત તાલુકા પ્રામિક શિક્ષણાધિકા૨ીએ પોતાના લોગઇનમાં જઈ જરૂરી આધારપુરાવાની ચકાસણી કરી અ૨જી સ્વીકાર્યા અંગેની પહોંચ સબંધિત વિધાસહાયક/શિક્ષક/મુખ્યશિક્ષકને આપવાની રહેશે. તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીએ અરજી માન્ય/અમાન્યનો અભિપ્રાય આપી અમાન્ય હોય તો પોતાના લોગઈનમાં જઈ ઓનલાઈન યોગ્ય કા૨ણો નોધવાના રહેશે તથા દિન-૨ માં આવેલ તમામ અરજીઓ ઓનલાઇન તથા હાર્ડકોપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવાની રહેશે.
- (૧૧) સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અ૨જી બાબતે જો કોઇ વાંધો થયેલ હોય તો તે અંગે નિયમોનુસા૨ નિર્ણય લઇ તેઓને આપેલ પોતાના જિલ્લાના લોગઇનમાં જઇ વાંધાવાળી તથા બીજી આવેલ તમામ અરજીઓ અંગે ખરાઈ કરી માન્ય/અમાન્યનો ૨૫ષ્ટ નિર્ણય કરી આગળની કાર્યવાહી ક૨વાની રહેશે.
- (૧૨) ઉ૫૨ મુજબની કામગીરી પૂર્ણ થયા બાદ વેબસાઇટ/વેબપોર્ટલ દ્વારા નિયમોનુસા૨ બદલીપાત્ર સંબંધિત વિદ્યાસહાયક/શિક્ષક/મુર્ખાશક્ષકના બદલી ઓર્ડર તૈયાર થશે.
- ૧૩) બદલી માટે અરજી કરેલ અને નિયમોનુસા૨ બદલીપાત્ર થતા વિદ્યાસહાયક/શિક્ષક/ મુખ્યશિક્ષક એ વેબસાઇટ ઉ૫૨થી બદલી ઓર્ડરની પ્રિન્ટ જાતે મેળવી લેવાની રહેશે.
- (૧૪) બન્ને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા૨ીએ સમગ્ર બદલીના હુકમોની પ્રિન્ટ કરી ફાઇલે રાખવાના રહેશે તથા સમગ્ર બદલી હુકમોની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ખરાઇ કરવાની રહેશે.
- (૧૫) ઓનલાઇન બદલી પ્રક્રિયામાં કોઇપણ વહીવટી ક્ષતિ ઉભી થાય તો જિલ્લા પ્રાર્થોમક શિક્ષણાધિકારી નિર્ણય લેશે અને ટેકનીકલ ર્થાત ઉભી થાય તો તેનો આખરી નિર્ણય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ લેવાનો રહેશે.
- (૧૬) ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પમાં વિદ્યાસહાયક/શિક્ષક/મુશિક્ષકએ માંગણી કરેલ શાળાઓમાંથી જો કોઇ પણ શાળાનો હુકમ જનરેટ ન થાય એટલે કે તેણે પસંદ કરેલ શાળાઓમાંથી કોઈ પણ શાળાનો હુકમ ન મળે ત્યાં સુધી નિયામકશ્રી પ્રામિક શિક્ષણ દ્વારા જાહે૨ ક૨વામાં આવતા તમામ જિલ્લાફેર ઓનલાઈન બદલી કેમ્પમાં તે નવેસ૨થી અરજી કરી શકશે. પરંતુ એક વા૨ પસંદ કરેલ શાળાનો હુકમ મળે તે કોઈ પણ સંજોગોમાં ૨૬ થઇ શકશે નહી.
- (૧૭) કમ્પ્યુટરાઈઝડ બદલી હુકમમાં જે જીલ્લામાં બદલીથી જવાનું છે તે જિલ્લાના જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકારીની પ્રિન્ટ થયેલી સહી માન્ય ગણાશે.
- (૧૮) નગ૨પાલિકા/મહાનગ૨પાલિકા વિસ્તા૨ની નગ૨ શિક્ષણ સમિતિઓ માટે શાસનાધિકારીશ્રીએ ઉ૫૨ મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |