શીતળા સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી? શું તમે જાણો છો, આ રહ્યું તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

શીતળા સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી? શું તમે જાણો છો, આ રહ્યું તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

Gujrat
0

  શીતળા સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી? શું તમે જાણો છો, આ રહ્યું તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

  • આજે રાંધણ છઠ છે, ત્યારે આજના દિવસે ઘરોમાં ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે અને પછી ચૂલો ઠારી દેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે બનાવેલી વાનગીઓ શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. ત્યારે આજે જાણીએ કે શીતળા સાતમના દિવસે શા માટે ઠંડુ ભોજન કરવામાં આવે છે.
  • શીતળા સાતમ એટલે ઠંડુ ભોજન લેવાનો દિવસ. આ વર્ષે 25 ઓગસ્ટના રોજ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે. આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી. આથી તેના આગલા દિવસે રાંધણ છઠના દિવસે મોટાભાગના ઘરોમાં અનેક વિવિધ પકવાનો બનાવવામાં આવે છે, જે શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ બનાવ્યા બાદ ચૂલો ઠારી દેવાની પરંપરા છે. પછી સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. આ તહેવારનું ગુજરાતમાં ખાસ મહત્ત્વ છે.

  • એક લોકવાયકા અનુસાર, સાતમના દિવસે રસોડામાં ચૂલો સળગાવવામાં આવતો નથી, આમ કરવાથી શીતળા માતા કોપાયમાન થાય તેવી દંતકથા પ્રચલિત છે. તેથી તમામ મહિલાઓ રાંધણ છઠની રાત્રે ઢેબરા, રાયતું, કારેલાનું શાક, મીઠાઈઓ, મગસ અને અન્ય વિવિધ વાનગીઓ સાતમના દિવસે ખાવા માટે તૈયાર કરી દે છે. ત્યારબાદ તેઓ પૂજાવિધિ કરીને ચૂલો કે ગેસ બંધ કરી દે છે. જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે. આ તો થયું શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું ધાર્મિક મહત્ત્વ, પણ આની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. ચાલો જાણીએ.


શીતળા સાતમ પર ઠંડુ ખાવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ

  • શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાવા પાછળ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ તહેવાર એવા સમયે ઉજવવામાં આવે છે જ્યારે શ્રાવણની ઠંડક વિદાય લે છે અને ભાદરવાના તડકા શરૂ થાય છે. એવામાં તે બે ઋતુઓનો સમયગાળો હોય છે. આ સમયગાળા દરમિયાન ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નહીંતર તેની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ ઋતુમાં ઠંડો ખોરાક ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આવી સ્થિતિમાં શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન લેવામાં આવે છે.

  • જયારે વાતાવરણમાં બદલાવ આવતો હોય ત્યારે ખાનપાનની વિશેષ કાળજી લેવી જોઈએ. જો સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારની મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે. એટલે કે શીતળા સાતમ પર ઠંડુ ભોજન કરવાથી મોસમી બીમારીઓથી રક્ષણ મળે છે. ઉપરાંત બે ઋતુ ભેગી હોય એવા સમયે ઠંડુ ભોજન કરવાથી પેટ અને પાચનતંત્રને પણ ફાયદો થાય છે.
  • વાતાવરણ બદલાઈ રહ્યું હોવાને કારણે ઘણા લોકોને તાવ, ફોલ્લીઓ થવી, આંખો સંબંધિત સમસ્યા થવાની સંભાવના રહે છે. એટલે પણ દર વર્ષે શીતળા સાતમના દિવસે ઠંડો ખોરાક ખાવો જોઈએ. સાતમના દિવસ ઠંડુ ભોજન કરવાની પરંપરા ઘણા લાંબા સમયથી ચાલતી આવે છે.

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !