પેન્શન યોજના માટે ગુજરાતમાં લડત ચાલુ રહેશે કે બંધ? કર્મચારીમંડળ પ્રમુખ દિગ્વિજયસિંહે કરી મોટી જાહેરાત
'જૂની પેન્શન યોજના માટે ગુજરાતમાં લડત ચાલુ રહેશે કે બંધ? કર્મચારીમંડળ પ્રમુખ દિગ્વિજયસિંહે કરી મોટી જાહેરાત
- કર્મચારી મહામંડળના પ્રમુખએ જણાવ્યું કે, વર્ષ 2005 પહેલાની ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડાઇ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી યોજનાનો કેટલીલ ત્રુટિ છે, તે દૂર કરવા રજૂઆત કરાશે
read more :: Old Pension Scheme: નિવૃત્ત સરકારી કર્મચારીઓના જુની પેન્શન યોજના ( OPS) ની માંગ પર સરકારનો જવાબ અને તેના કારણો
- કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓની પેન્શન યોજનાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. નવી પેન્શન યોજનામાં સુધારાની માંગને ધ્યાનમાં રાખીને સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. તો બીજી તરફ ગુજરામાં જૂની પેન્શન યોજનાને લઇ લડત ચાલું રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘ તથા કર્મચારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહે આ મુદ્દે જાહેરાત કરી છે.
OPSને લઇ ગુજરાતમાં લડત ચાલું રહેશે
- કર્મચારી મહામંડળના પ્રમુખએ જણાવ્યું કે, વર્ષ 2005 પહેલાની ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડાઇ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી યોજનાનો કેટલીલ ત્રુટિ છે, તે દૂર કરવા રજૂઆત કરાશે. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલી UPS સ્કીમને આવકાર પરંતુ કર્મચારીને નુકસાન છે
યુનિફાઈડ પેન્શન સ્કીમ ક્યારથી લાગુ પડશે?
- યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ પડશે, એટલે આઠ મહિના બાદ આ યોજના લાગુ પડશે.
કેટલા કર્મચારીઓને આ સ્કીમનો લાભ મળશે ?
- યુનિફાઈડ પેન્શન સ્કીમ લોન્ચ થવાથી 23 લાખ સરકારી કર્મચારીઓને લાભ થશે. યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કર્યું હોય, તો નિવૃત્તિ પહેલા નોકરીના છેલ્લા 12 મહિનાના મૂળ પગારના 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુના સમય સુધી મળેલા પેન્શનના 60 ટકા મળશે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી નોકરી છોડી દે છે, તો તેને 10,000 રૂપિયા પેન્શન મળશે.
#Unified Pension Scheme Pension Yojana#ops yojna #યુનિફાઈડ પેન્શન સ્કીમ#UPS સ્કીમ #જૂની પેન્શન યોજના
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |