આપણું ગુજરાત# સાબદા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાત જળબંબોળ : તમારા જિલ્લાની સ્થિતિ જાણી લો !

આપણું ગુજરાત# સાબદા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાત જળબંબોળ : તમારા જિલ્લાની સ્થિતિ જાણી લો !

Gujrat
0

 આપણું ગુજરાત #સાબદા રહેજો, આગામી પાંચ દિવસ ગુજરાત જળબંબોળ : તમારા જિલ્લાની સ્થિતિ જાણી લો !



ગુજરાતમાં જન્માસ્ટમીનું મિનિ વેકેશન શરૂ થઈ ગયું છે સહેલાણીઓ ગોવા, સોમનાથ,દ્વારકા, અને ડાંગ-સાપુતારા જવા ઉપડી ગ્યાં છે તો કેટલાક તૈયારીઓમાં છે.આ વચ્ચે જ શનિવાર સવારથી ગુજરાત પર ત્રણ -ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં જળ બંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતનાં વિજાપુરમાં માત્ર 4 કલાકમાં જ 8 ઇંચ અને દક્ષિણ ગુજરાતનાં ઉમર પાડામાં લગભગ 8 ઇંચ વરસાદ થતાં ચો-તરફ પાણી -પાણી થઈ ગયા છે.

  • ગુજરાત પર સક્રિય થયેલી આ ત્રિ-વિધ સિસ્ટમ થી આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ બધડાટી બોલાવશે તેવા હવામાન વિભાગના અનુમાનથી સહેલાણીઓની મજા બગડશે તેવો તેમનામા પ્રવાસ દરમિયાન ભય પેસી ગયો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે.

અતિ ભારે વરસાદ ની આગાહી 

આ પણ વાંચો:

ઓનલાઇન બદલી જિલ્લા ફેરબદલી નિયમો, જાહેરાત, અને તે અંતર્ગત ન્યૂઝ રિપોર્ટ 

  • ગુજરાત પર થયેલી ત્રિવિધ સિસ્ટમના કારણે માત્ર દક્ષિણ ગુજરાત જ અંહી, પરંતુ ઉત્તર ગુજરાત, મઢી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધારની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રમાં જન્માસ્ટમી ના લોકમેળાનું ભારે મહાત્મ્ય છે ત્યારે, રાજકોટ જામનગર જેવા શહેરોમાં લોકમેળાઓ વર્ષોથી મનોરંજનના માધ્યમ રહ્યા છે પરંતુ આગાહી પ્રમાણે જો વરસાદ પડશે તો લોકમેળા પર વરસાદી ગ્રહણ મંડાશે. આ ભીતિ આયોજકો અને સ્ટોલ ધારકો સહિત મેળાની મજા માણવા ઉત્સુક નાગરિકો પણ સેવી રહ્યા છે.
  • હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રેડ એલર્ટ એટલે કે, જે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે તે. ઓરેન્જ અલેટ એટલે કે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને યલો એલર્ટનો મતલબ કે જે જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે તે જિલ્લાઓમાં આ પ્રકારે એલર્ટ જાહેર કરવામાં આવે છે. તદુપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યભરમાં મેઘ ગર્જના અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

રવિવાર માટે એલર્ટ કયાઁ-કયાઁ ?

  • હવામાન વિભાગની રવિવાર માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. તો ઓરેન્જ એલર્ટ માટેના જિલ્લાઓમાં દીવ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી રહેશે.

શીતળા સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી? શું તમે જાણો છો, આ રહ્યું તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !