Gujarat Education Scandal: રાજ્યમાં 27 જિલ્લાના 151 શિક્ષકો ગેરહાજર, 60 તો વિદેશ પ્રવાસે
રાજ્યમાં શાળાએ ન આવનાર શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્યમાં ભૂતિયા શિક્ષકોને લઈ સૌથી મોટી માહિતી સામે આવી છે. ચાલો જાણીએ સમગ્ર રાજ્યમાં કેટલા ભૂતિયા શિક્ષકો છે.
- Gujarat Education Scandal: રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરી બાબતે વધતા જતા બનાવો ને લઈને છેવટે શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકો બાબતે હાથ ધરેલી તપાસમાં જણાવ્યું છે કે, રાજ્યના કુલ 27 જિલ્લામાં આવેલી જુદી-જુદી સરકારી શાળામાં 151 જેટલા શિક્ષકો ગેરહાજર છે.
- છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો, 3 મહિના કરતાં વધુ સમયથી રજા ૫૨ ૨હેનારા શિક્ષકોની સંખ્યા 151 છે. તેમાંથી 60 શિક્ષકો વિદેશ પ્રવાસ પર ગયા છે. આ ઉપરાંત બિનઅધિકૃત રીતે રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 70 છે. જ્યારે પોલીસ કેસને કારણે 3 અને માંદગીને કારણે 18 શિક્ષક ગેરહાજર છે. ગેરહાજર રહેનારા સૌથી વધુ આણંદમાં 13 શિક્ષક છે. વિદેશ પ્રવાસને કારણે સૌથી વધુ ગેરહાજર હોય એવા 13 શિક્ષક સામે આવ્યા છે.
- સરકાર પોતે કબૂલ્યું છે કે, કુલ 151 શિક્ષકો રજા પર છે અને તેમાથી 91 શિક્ષકોએ ગેરકાયદેસર રજા લીધી છે. હવે સરકાર આ રીતે રજા પર ઉતરેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરશે.
- રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે, પોતાના બદલે બીજા શિક્ષકને મોકલનારા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. રાજ્યમાં આવી કેટલી શાળામાં ભૂતિયા શિક્ષકો છે તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ રીતે શિક્ષકના બદલે બીજો શિક્ષક ભણાવતો હશે તેની સામે પગલા લેવામાં આવશે.
સરકારી શાળામાં 151 જેટલા શિક્ષકો ગેરહાજર
91 શિક્ષકોએ ગેરકાયદેસર રજા
પોલીસ કેસ ને કારણે 3 શિક્ષક ગેરહાજર
માંદગી ને કારણે 18 શિક્ષક
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..