શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે//How much leave teachers are entitled to and who approves it
ગુજરાત રાજ્ય ના કેટલાક જિલ્લા માંથી શિક્ષણ વિભાગ માંથી કેટલાક શિક્ષકો ગેરહાજર રહેતા ,અને શિક્ષકો વિદેશ માં હોવા અંગે ગુજરાત મીડિયા માં છેલ્લા ત્રણ ચાર દિવસ થી મીડિયા માં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા . કેટલીક શાળાઓમાં શિક્ષક ની જગ્યાએ અન્ય વ્યક્તિઓ કામ કરતા હોવાનું શિક્ષણ વિભાગ ના ધ્યાને આવતા રાજ્ય નું શિક્ષણ વિભાગ હરકત માં આવ્યું હતું . રાજ્યના બને મંત્રી શ્રી ઓ એ અને ગુજરાત ના મુખ્યમંત્રીશ્રીએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી
- આપણે અહીંયા શિક્ષણ વિભાગ માં શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે તે બાબત ની વિશેષ વાત કરીશું અને શિક્ષકો ની હાજરી અને મળતી વિવિધ રજા ની વિગતે અહીંયા મુકીશું . કેટલીક રજાઓ વળતર હોય છે ,કેટલીક રાજાઓ હક રજા હોય છે . આ બધી રજાના નિયમો ની વિગતે વાત આ આર્ટિકલ માં કરીશુંરજા ના શું નિયમ હોય છે કોણ મંજુર કરે વિગેરે વિગેરે ..... .
પરચુરણ રજા કેજ્યુઅલ રજા(પ્રાસંગિક રજા)
શિક્ષકો ને એક વર્ષમાં 15 પરચુરણ રજા મળવાપાત્ર છે . ગુજરાત પ્રાથમિક વિભાગ માં 12 પરચુરણ રજા મળવાપાત્ર છે .આ રજા આચાર્ય /મુખ્ય શિક્ષક મંજુર કરે છે . ઘણીવાર શાળાના વડા એકસાથે 7 મંજુર કરતા હોય છે . શાળા અને માંગણી કરનાર કર્મચારી શાળાની પરિસ્થિતિ અંતર્ગત મંજુર કરે છે . કેટલીકવાર ના મંજુર કરવાનો અધિકાર ધરાવે છે , ટૂંકમાં રજા હક તરીકે માંગી શકાતી નથી .
કેજ્યુઅલ રજા(પ્રાસંગિક રજા) ;
- આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.
- વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.
- કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથી આ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.
ક્યાં ,ક્યારે ,કેવી રજા મુકવી -જાણો રજા ના નિયમ સરળ રીતે રજાઓ ની સમજ અહીંયા થી રજા ની માહિતી જુવો
મરજિયાત રજા ;
- સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.
વળતર રજા ;
- આ રજા માટે શિક્ષકોમાં ઘણી ભુલો સર્જાય છે.વેકેશન માં કરેલી કામગીરી બદલ મળતી રજા હક્કરજા(પ્રાપ્ત રજા) છે.જ્યારે વેકેશન સિવાયના માન્ય જાહેર રજા ના દિવસે જો બીન રાજ્યપત્રીત કર્મચારીને કચેરીમાં સરકારી કામ માટે હાજરી આપવી પડે તો આવી માન્ય જાહેર રજા ન ભોગવી શકવા બદલ તેને વળતર રજા મળે છે.
- આ વળતર રજા એકી વખતે ફકત એક જ મંજૂર કરી શકાય છે.૩.૫ કલાક કે તેથી ઓછા પણ ૨ કલાક થી ઓછી નહી તેટલી હાજરી આપે તો ૧/૨ વળતર રજા મળે છે.જ્યારે ૩.૧/૨ કલાક થી વધુ પણ પાંચ કલાક થી ઓછા નહી તેટલા કલાક ની હાજરી માટે ૧ વળતર રજા મળે છે.આ વળતર રજા જેતે કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની હોય છે.
રજા અંગે ની જાણવા લાયક માહિતી
- અર્ધપગારી 20 રજાઓ 20 રજાઓ શિક્ષકો ને મળવાપાત્ર છે
- કપાત રજા વધુમાં વધુ 36 મહિના મળે
- 15 દિવસ ની પિતૃત્વ ની રજા મળે છે .
- મહિલા શિક્ષક ને 180 દિવસ પ્રસુતિ રજા મળે છે .
- 4 મહિના થી 9 મહિના રજા શિક્ષણ અધિકરી મંજુર કરે છે .
રજા લઇ વિદેશ જવાનો નિયમ શું છે ?
- કોઈપણ શિક્ષક ને પાસપોર્ટ કાઢવા અરજી કરે ત્યારે શિક્ષણ વિભાગ આપતું હોય છે .તે માટે શિક્ષણ વિભાગ ની noc ની જરૂર પડતી હોય છે . શિક્ષક ને વિદેશપ્રવાસ જવાનું થાય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની પૂર્વમંજૂરી રૂપે એનઓસી મેળવવાની થાય છે .એક વર્ષ કરતા વધુ ની મંજુર કરી શકતી નથી .
તારીખ Xx xx 2015